GMERS અંતર્ગત આવતી મેડિકલ કોલેજોની ફી માં ઘરખમ વધારો કરવામાં આવ્યો છે. તેમજ આ વધારો શૈક્ષણિક વર્ષ 2024-25 થી લાગુ થશે
GMERS અંતર્ગત આવતી મેડિકલ કોલેજોની ફી માં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. જેમાં MBBS ની સરકારી કોટાની પી રૂપિયા 3.30 લાખથી વધારીને 5.50 લાખ કરવામાં આવી છે. જ્યારે મેનેજમેન્ટ ક્વોટાની ફી રૂપિયા 9.75 લાખથી વધારી રૂપિયા 17 લાખ કરવામાં આવી છે. તો એનઆરઆઈ કોટાની ફી 22 હજાર ડોલરથી વધારી 25 હજાર ડોલર કરવામાં આવી છે. ત્યારે જીએમઈઆરએસ દ્વારા ફી વધારાને લઈ સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. તેમજ સરકારી કોટામાં સ્ટેટની 1500 તો ઓલ ઈન્ડિયાની 75 બેઠક છે. તેમજ મેનેજમેન્ટ કોટામાં 210 તો એનઆરઆઈ કોટામાં 315 બેઠકો ભરાશે.આ ફી વધારો શૈક્ષણિક વર્ષ 2024-25 થી લાગુ થશે.