સબરીમાલા: અમિત શાહે કહ્યું- ભગવાન ઐયપ્પાના શ્રદ્ધાળુઓની સાથે ભાજપ દ્રઢતાથી ઊભી રહેશે

0
86
.
."news/NAT-HDLN-bjp-will-stand-like-rock-with-devotees-of-lord-ayyappa-says-amit-shah-in-kerala-gujarati-news-5975054-NOR.html?r

બીજેપી અધ્યક્ષ અમિત શાહ શનિવારે કેરળમાં હતા. અહીંયા તેમણે બીજેપી ઓફિસનું ઉદ્ઘાટન કર્યું. શાહે કેરળના સબરીમાલા મંદિમાં 10 વર્ષની બાળકીઓથી લઇને 50 વર્ષની મહિલાઓને પ્રવેશ નહીં આપવાને લઇને ચાલી રહેલા વિવાદ પર પરોક્ષ રીતે ટિપ્પણી કરી. તેમણે કહ્યું, “રાજ્યમાં બીજેપી અને આરએસએસના 2000 કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે. કેરળની કોમ્યુનિસ્ટ સરકાર કાન ખોલીને સાંભળી લે- જે રીતે ભગવાન ઐયપ્પાના શ્રદ્ધાળુઓ પર દમનનું કુચક્ર ચલાવી રહ્યા છો, બીજેપી આખા દેશના આસ્થાવાન ભક્તોની સાથે ચટ્ટાનની જેમ ઊભી રહેશ. કોર્ટના ચુકાદાના નામે કેટલાક લોકો હિંસા ભડકાવવા માંગે છે. અમે તેમને કહેવા માંગીએ છીએ કે દેશમાં એવા ઘણા મંદિર છે, જેમના પોતાના અલગ નિયમો છે.”

શાહે કહ્યું- હિંદુ ધર્મમાં હંમેશાં મહિલાઓનું સન્માન થયું

શાહે કહ્યું, “મિત્રો! હિંદુ ધર્મની અંદર હંમેશાં માતાઓને પૂજનીય માનવામાં આવી છે. અમે નવરાત્રિ, દશેરા પર કન્યાનું પૂજન કરીએ છીએ. કોઇપણ ધાર્મિક પરંપરામાં પત્નીને સાથે બેસાડીએ છીએ. હિંદુ ધર્મમાં ક્યારેય સ્ત્રીઓનું અપમાન નથી કરવામાં આવ્યું, તેમને માતા અને દેવી માનીને તેમને પૂજવાનું જ કામ કર્યું છે. તાજેતરના જ એક વિવાદમાં બંધારણના અનુચ્છેદ 14નો હવાલો આપવામાં આવ્યો. પરંતુ અનુચ્છેદ 25 અને 26માં મારા ધર્મ પ્રમાણે જીવવાનો પણ મને અધિકાર છે. એક મૌલિક અધિકાર, બીજા અધિકારને કેવી રીતે અતિક્રમી શકે છે?”

સબરીમાલામાં મહિલાઓના પ્રવેશનું સમર્થન કરનારા સંતના આશ્રમ પર હુમલો

શાહનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સબરીમાલા મંદિરમાં દરેક ઉંમરની મહિલાઓના પ્રવેશનું સમર્થન કરનારા સંત સંદીપાનંદ ગિરીના આશ્રમ સ્કૂલ ઑફ ભગવદ્ ગીતામાં હુમલો થયો છે. આશ્રમ પર અજાણ્યા હુમલાખોરોએ શુક્રવારે મોડી રાતે લગભગ 2.30 વાગે હુમલો કર્યો. પરિસરમાં ઊભેલી બે કાર અને એક સ્કૂટરને આગ લગાવી દેવામાં આવી.

આરોપ- હુમલાની પાછળ આરએસએસનો હાથ

આ હુમલા પર સ્વામી સંદીપાનંદે કહ્યું, “મારું માનવું છે કે સબરીમાલા કે અન્ય આવા મુદ્દાઓ પર આપવામાં આવેલા મારા નિવેદનોને કારણે આ હુમલો સંઘ પરિવારે કર્યો.” બીજી બાજુ કેરળના નાણામંત્રી થોમસ આઇજેકે પણ આ ઘટના માટે આરએસએસને જવાબદાર ઠેરવી. તેમણે કહ્યું, “સ્વામી સંદીપાનંદ મજબૂતીથી સંઘ પરિવાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના તે આદેશનું સમર્થન કરી રહ્યા છીએ જેમાં કોર્ટે દરેક ઉંમરની મહિલાને મંદિરમાં પ્રવેશ કરવાની પરવાનગી આપી છે