પાકિસ્તાન માનવતા માટે સીરિયાથી વધુ ખતરનાક છે. આ આંતકને જન્મ આપનાર, વૈશ્વિક આતંકવાદનો સૌથી મટો હિમાયતી છે. વિશ્વમાં આતંકવાદ ફેલાવવા માટે પાકિસ્તાન સીરિયાથી ત્રણ ગણું વધારે જવાબદાર છે. પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર-એ-તોઈબાથી આંતરરાષ્ટ્રીય સુરક્ષાને સૌથી વધુ ખતરો છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને સ્ટ્રેટેજીક ફોરરસાઈટ ગ્રુપે સંયુક્ત અધ્યયન કરી હાલમાં જ એક રિપોર્ટ જાહેર કરી આ દાવો કર્યો છે. આ રિપોર્ટ ‘હ્યૂમનિટી એટ રિસ્ક- ગ્લોબલ ટેરર થ્રેટ ઈન્ડિકેટ’ શિર્ષક હેઠળ તૈયાર કર્યો છે.
સૌથી વધુ આતંકી ઠેકાણાં પાકિસ્તાનમાં
– રિપોર્ટમાં કહેવાયું છે કે લશ્કર-એ-તોયબાએ આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે સૌથી વધુ ખતરો ઊભો કર્યો છે. આ રિપોર્ટમાં પાકિસ્તાનને આતંકવાદીઓના સૌથી વધુ ઠેકાણાં અને તેમના માટે સુરક્ષિત સ્થાનવાળા દેશોની યાદીમાં રાખવામાં આવ્યું છે.
– રિપોર્ટ મુજબ, “જો આપણે તથ્યો અને આંકડાના આધારે સૌથી ખતરનાક આતંકવાદી ગ્રુપને જોઈશું તો ખ્યાલ આવશે કે પાકિસ્તાન તેમાંથી મોટા ભાગના ગ્રુપના મેજબાન છે અથવા તો મદદગાર. અફઘાનિસ્તાનમાં જોવા મળતાં આતંકી જૂથોમાં મોટી સંખ્યામાં પાકિસ્તાનના સમર્થનથી સંચાલિત થાય છે.”
– રિપોર્ટમાં દાવો કરાયો છે કે, “દરેક પ્રકારના પ્રતિસ્પર્ધી ઉગ્રવાદને સંપન્ન કરવા, સામૂહિક વિનાશના હથિયારોનો ખોટો ઉપયોગ અને આર્થિક સમસ્યાઓ વ્યક્તિના વિકાસને નબળાં પાડે છે. જેમાં આતંકવાદ અને તેની સાથે જોડાયેલી વાતો મનુષ્ય માટે સૌથી મોટાં ખતરા સમાને છે.”
– અધ્યનન કરનારાઓએ 80 પેજનો આ રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં 20મી શતાબ્દીના પહેલાં છ દશકામાં વિશ્વમાં આતંક ફેલાવનારા લગભગ 200 ગ્રુપનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
– રિપોર્ટમાં કહેવાયું છે કે ISIS અને અલ કાયદા વિશ્વમાં આતંકના સૌથી મોટાં સંગઠન બનીને સામે આવ્યાં. અલકાયદાનો જન્મ પાકિસ્તાનમાં થયો, પરંતુ તેને અફઘાનિસ્તાનને સૌથી વધુ પ્રબાવિત કર્યું.
લાદેન પાકિસ્તાન સામે સૌથી મોટો પુરાવો
– રિપોર્ટમાં કહેવાયું કે ઓસામા-બિન-લાદેન એબોટાબાદમાં પાકિસ્તાની સૈન્ય પ્રતિષ્ઠાનની પાસે એક મોટાં પરિસરમાં સુરક્ષિત આશરો આપવામાં આવ્યો હતો. આ પરિસર રિટાયર્ડ સેનાઓની આસપાસના ઘરોની તુલનામાં ઘણું જ મોટું હતું. રિપોર્ટ મુજબ સૈન્ય પરિસરમાં આતંકી પરિવારમાં હાજરી બતાવે છે કે પાકિસ્તાન આતંકનું સૌથી મોટું પોષક છે.