શિંજો આબેએ કહ્યું- મોદી મારા સૌથી વિશ્વાસપાત્ર મિત્ર, 4 વર્ષમાં 12 વખત મળ્યાં બંને નેતા

0
18
/INT-HDLN-pm-modi-in-japan-attend-13th-india-japan-annual-summit-with-shinzo-abe-gujarati-news-5975219.html?ref
/INT-HDLN-pm-modi-in-japan-attend-13th-india-japan-annual-summit-with-shinzo-abe-gujarati-news-5975219.html?ref

બે દિવસની જાપાન મુલાકાતે પહોંચેલા વડાપ્રધાન મોદી રવિવારે યામાંશી પ્રાંતમાં પોતાના સમકક્ષ શિંજે આબેને મળ્યાં. હોટલ માઉન્ટ ફુજીમાં મુલાકાત દરમિયાન મોદીએ આબેને બે હસ્તનિર્મિત પથ્થરની વાટકી ગિફ્ટમાં આપી. આ ઉપરાંત ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરના વણકરો દ્વારા બનાવવામાં આવેલી શેતરંજી પણ આપી. જે બાદ બંનેએ ફેક્ટરી ઓટોમેશન બનાવનારી ફાનુક કોર્પોરેશનની મુલાકાત કરી.

વડાપ્રધાન મોદી જાપાન પ્રવાસે છે ત્યારે રવિવારે તેઓ જાપાનના વડાપ્રધાન શિંજો આબે સાથે 13મી ભારત-જાપાન વાર્ષિક સમિટમાં ભાગ લેશે. જેમાં રક્ષા, સ્વાસ્થ્ય, કૃષિ અને ટેકનિક જેવાં ક્ષેત્રોમાં સહયોગ અંગે ચર્ચા થશે. આ પહેલાં શનિવારે મોડી રાત્રે ટોક્યો એરપોર્ટ પર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું, જે બાદ તેઓ એક હોટલમાં ભારતીયોને મળ્યાં. વડાપ્રધાન આબેએ આ વખતે મોદીની મહેમાનગતી માટે ખાસ તૈયારી કરી છે. તેઓ રવિવારે યામાનશી પ્રીફેક્ચરની સુરમ્ય વાદિઓમાં સ્થિત હોલીડે હોમમાં મોદીને ડિનર આપશે. મોદી રાત્રે પણ ત્યાં જ રોકાશે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રાજીવ કુમારે જણાવ્યું કે વડાપ્રધાન મોદી 5મી વખત શિંજો આબે સાથે ભારત-જાપાન સમિટમાં સામેલ થશે. મોદી ટોક્યોમાં ભારતીય સમુદાયને સંબોધિત કરશે. વેપારીઓ સાથે મુલાકાત અને બિઝનેસ ફોરમ વચ્ચે પોતાની વાત રાખશે.

મોદી-આબે ટ્રેનથી 110 કિમીની સફર કરશે

– શિંજો આબે વડાપ્રધાન મોદીને ટ્રેનથી યામાનશી સ્થિત પોતાના નિવાસ સ્થાને લઈ જશે. ટોક્યોથી યામાનશીનું અંતર 110 કિમી છે. આ વિસ્તાર માઉન્ટ ફિઝી સહિત અનેક પહાડિઓથી ઘેરાયેલું છે. માઉન્ટ ફિઝી જાપાનનો સૌથી ઊંચો પર્વત છે, જેની ઉંચાઈ 3,776 મીટર છે.

મોદી આબે 5મી વખત વાર્ષિક બેઠકમાં ભાગ લેશે

– ભારત જાપાનની વાર્ષિક બેઠકમાં ભારત પ્રશાંત ક્ષેત્રમાં અંદરોઅંદરના સહયોગ વધારવા પર ચર્ચા થશે. કોઈ ત્રીજા દેશમાં જોઈન્ટ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટસની સાથે રક્ષા સંબંધોને આગળ વધારવા પર પણ જોર આપવામાં આવશે. બંને દેશોની વચ્ચે આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ, માનવરહિત વાહન (યૂએવી) અને રોબોટિક્સના વિકાસ પર પણ ચર્ચાની આશા છે. વડાપ્રધાન બન્યાં બાદ મોદી અને આબે વચ્ચે આ 12મી બેઠક હશે.

મોદીએ જાપાનને વિશ્વપાત્ર ભાગીદાર ગણાવ્યું

– વડાપ્રધાન મોદીએ શુક્રવારે નિવેદન જાહેર કરી જાપાનને આર્થિક અને ટેકનિકલ ક્ષેત્રનું સૌથી વિશ્વાસપાત્ર ભાગીદાર ગણાવ્યું હતું. તેઓએ કહ્યું કે એક્ટ ઇસ્ટ પોલિસી અંતર્ગત ભારત પ્રશાંત ક્ષેત્રમાં સ્વતંત્ર અને ખુલ્લાપન માટે દ્રઢ સંકલ્પિત છે. મોદી જાપાનની સાથે વેપાર વધારવાને લઈને શિંજો આબે અને બિઝનેસ લીડર્સ સાથે ચર્ચા કરશે. જેને લઈને હેલ્થકેર, ડિજીટલ ટેક્નોલોજી, કૃષિ, ફુડ પ્રોસેસિંગ, સંકટ સમયે કામ કરવું, આપદારોધી નિર્માણના ક્ષેત્રમાં સહયોગ મળશે.

/INT-HDLN-pm-modi-in-japan-attend-13th-india-japan-annual-summit-with-shinzo-abe-gujarati-news-5975219.html?ref
/INT-HDLN-pm-modi-in-japan-attend-13th-india-japan-annual-summit-with-shinzo-abe-gujarati-news-5975219.html?ref