રૂપાલાને મગફળીના ઉત્પાદનની ખબર નથી, મીડિયાને કહ્યું તમારે મને કહેવું જોઇએ કેટલું આવે છે

0
23
SAU-RJK-HMU-NL-centeral-agriculture-minister-rupala-in-rajkot-gujarati-news-5975255-NOR.html?ref=ht
SAU-RJK-HMU-NL-centeral-agriculture-minister-rupala-in-rajkot-gujarati-news-5975255-NOR.html?ref=ht

રાજકોટમાં આજે સોમાની વાર્ષિક સાધારણ સભા યોજાઇ છે. જેમાં કેન્દ્રિય કૃષિમંત્રી રૂપાલાને મીડિયાએ સવાલ કર્યો હતો કે, આ વર્ષે મગફળીનું કેટલું ઉત્પાદન થશે ત્યારે રૂપાલાએ કહ્યું હતું કે, મને ખબર નથી અને ઉલ્ટાનો પત્રકારોને સવાલ કર્યો હતો કે, તમારે મને કહેવું જોઇએ કેટલું ઉત્પાદન આવે છે, તમે કહો કેટલું ઉત્પાદન આવવાનું છે. આવા સવાલો કરવા હોય તો તમને બધાને નમસ્કાર

અછતગ્રસ્ત વિસ્તારો અંગે સવાલ કરતા રૂપાલાએ સામો સવાલ કરતા કહ્યું આ જુઓ કેવા સવાલ કરે છે

અછતગ્રસ્ત વિસ્તારો અંગે સવાલ કરતા રૂપાલાએ જવાબ આપવાને બદલે સામો સવાલ કરતા કહ્યું હતું કે, આ જુઓ કેવા સવાલો કરે છે. આ વર્ષે ભાવાંતર યોજના પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં તેનું અમલીકરણ હાલ કરવામાં આવશે નહીં. ત્રણ રાજ્યમાં ભાજપની જીત થાય છે. ત્રણેય રાજ્યમાં ભાજપનો ભગવો લહેરાશે અને ભાજપની જીત નિશ્ચિત છે. પાણી પત્રકમાં ખેડૂતો પાક લખાવતા ન હોવાથી સાચો અંદાજ નથી આવતો.

ઇન્સ્યોરન્સ ઉતાર્યો હોય તે જ પાણી પત્રકમાં લખાઈ તેવી રાજ્ય સરકારને રજૂઆત કરાશે.

પણ ખેડૂતો ઇન્સ્યોરન્સમાં પણ ખોટું ઉત્પાદન દર્શાવે છે. રાજકોટ માર્કેટ યાર્ડના કમિશનર એજન્ટના પ્રમુખે જણાવ્યું હતું કે, ભાવાંતર યોજના શરૂ નહીં થાય તો યાર્ડમાં હડતાળ પાડવામાં આવશે, 1 નવેમ્બરથી યાર્ડ બંધ રાખવામાં આવશે.

સોમાના પ્રમુખે શું જણાવ્યું

સોમાના પ્રમુખ સમીર શાહએ જણાવ્યું હતું કે, સોમાનો ઉદ્યોગ ભાંગ્યો છે, સભ્યો તૂટ્યા છે. મગફળીનું 2 વર્ષથી ઉત્પાદન વધ્યું પણ સરકાર ટેકાના ભાવે ખરીદ કરી લે છે. મગફળના ભાવ મળતા નથી, ખેડૂતોની માંગ વ્યાજબી છે. ખોળના ભાવ ઘટતા મગફળીના ભાવ ખેડૂતને મળતા નથી.

મગફળીનું ઉત્પાદન ઓછુ થવાનું અનુમાન

આ વર્ષે મગફળીનું ઉત્પાદન ઓછુ થવાનું અનુમાન છે. ત વર્ષે 25 લાખ મેટ્રીક ટન હતું. ચાલુ વર્ષે 48 ટકા ઓછુ ઉત્પાદન થશે. અમરેલીમાં 1 વીઘે 4થી 5 મણ ઉત્પાદન આવશે, જામનગરમાં 1.15 લાખ ટન, દ્વારકામાં 67 હજાર ટન, જૂનાગઢમાં 3.5 લાખ ટન, પોરબંદરમાં 57 હજાર ટન અને રાજકોટ જિલ્લામાં 1.80 લાખ ટન ઉત્પાદન રહેશે.

સોમાના પૂર્વ પ્રમુખે વિવાદીત નિવેદન

રાજકોટ સોમાની સામાન્ય સભામાં પૂર્વ પ્રમુખ ઉકાભાઇ પટેલે વિવાદિત નિવેદન આપતા જણાવ્યું હતું કે, ગુજરાતનું ખેતીવાડી ખાતુ દર વર્ષે મગફળીના પાકનો અંદાજ ડબ્બલ કાઢે છે. જેને કારણે ખરીદદારો હટી જાય છે, જેથી ખેડૂતોને નુકશાન જાય છે. ઓફિસરો પોતાની રીતે ખોટા આંકડા જાહેર કરી સરકાર સમક્ષ મૂકી દે છે. આ ખોટા આંકડાને કારણે સરકારને સાચુ ચિત્ર ખબર પડતી નથી. સરકારના આંકડા મુજબ 27 લાખ ટન મગફળીનું ઉત્પાદન જણાતા GST કમિશ્નરે કહ્યું 4000 કરોડની આવક થશે.