Thursday, July 30, 2026
HomeGujaratશંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મહેસાણા બાળકનું મોત, અમદાવાદ ખાતે ચાલી રહી હતી સારવાર

શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મહેસાણા બાળકનું મોત, અમદાવાદ ખાતે ચાલી રહી હતી સારવાર

Date:

Related stories

વેદાંતા પાવરનો કવાર્ટર 1 નાણાકીય વર્ષ 27માં આવકમાં વર્ષ-દર-વર્ષ 31%નો...

નાણાકીય વર્ષ 27 ના પ્રથમ કવાર્ટર દરમિયાન આવકમાં વર્ષ-દર-વર્ષ...

બ્યૂટી ગેરેજ લિમિટેડે સેબી સમક્ષ ડીઆરએચપી ફાઇલ કર્યું

ભારતમાં જ વિકસેલી પ્રીમિયમ અને સલૂન-ગ્રેડ હેરકેર કંપની બ્યૂટી...

Vi ફાઉન્ડેશન અને એરિકસ્સને રોબોટ્ત્સવ શરૂ કર્યો : વર્ગખંડની...

એરિકસ્સન સાથે ભાગીદારીમાં રોબોટિક્સ લેબ પ્રોગ્રામ એના ડિજિટલ પ્લેટફોર્મ...

એકમાત્ર સદગુરુ જ અભય પદનું દાન કરનારા છે! સ્વયં...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. એકમાત્ર સદગુરુ જ...

ટીચ ફોર ઈન્ડિયા સમથિંગ બિગરમાટે દ્વાર ખોલે છે

ટીચ ફોર ઈન્ડિયા 2027 ફેલોશિપ માટે અરજીઓ 1 ઓગસ્ટ,...

ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના લીધે હજુ પણ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં વધતા જતા ચાંદીપુરા વાયરસના પ્રકોપે તંત્રની ચિંતા વધારી દીધી છે. હાલમાં મળતી માહિતી મુજબ મહેસાણામાં બે બાળકોમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ મળી આવ્યા હતા જેમાંથી એક બાળકની સારવાર અમદાવાદ ખાતે ચાલી રહી હતી. જેનું મોત શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. ડોક્ટરોએ બાળકના સેમ્પલ પૂણે મોકલી મોકલી દીધા છે જેનો રિપોર્ટ એક અઠવાડિયામાં આવી જશે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં 15થી વધુ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ મળી આવ્યા છે જેમાંથી 9ના મોત થયા છે. ચાંદીપુરા વાઈરસ વેકટર -અસરગ્રસ્‍ત સેન્‍ડ ફ્લાય (રેત માખ) કરડવાથી થાય છે અને ખાસ કરીને 9 મહિનાથી 14 વર્ષની ઉમરના બાળકોમાં જોવા મળે છે. હાઇગ્રેડ તાવ, ઉલ્ટી ઝાડા, માથાનો દુખાવો અને ખેંચ આવવી એ આ રોગના મુખ્ય લક્ષણો છે.

આ પ્રકારના લક્ષણો બાળકોમાં જોવા મળે ત્યારે તાત્કાલિક ડોક્ટરની સલાહ લો એવી પણ રાજ્ય સરકારે સલાહ આપી છે. ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિને તાવ આવે છે. માથું દુ:ખવું, આંખો લાલ થઈ જાય, અશક્તિ જેવું લાગવું, શ્વાસ લેવામાં તકલીફ પડવી જેવા આ વાયરસના મુખ્ય લક્ષણ છે. આ વાયરસ મચ્છર, લોહી ચુસનાર જંતુ અને સેન્ડફ્લાય જેવા વેક્ટર્સથી ફેલાય છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી દહેગામ તાલુકાના અમરાજીના મુવાડા ગામના સાત વર્ષના એક બાળકને તાવ, ખેંચ સાથે મગજના તાવની અસર જણાતા ચાંદીપુરા વાયરસની તપાસ અર્થે બાળકનું સેમ્પલ પુનેની લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યું છે. જે અનુસંધાને દહેગામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાલુન્દ્રાની ટીમ દ્વારા કેસની વિગતો તપાસ કરવામાં આવી છે અને રોગ અટકાયત માટેના પગલાં હાથ ધરવામાં આવ્યું છે.ચાંદીપુરા રોગ ચેપી નથી પરંતુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સની પ્રાથમિક તબક્કે જ સૂચના અપાઇ હતી. પરિણામે અત્યાર સુધી કુલ 4487 ઘરોમાં કુલ 18646 વ્યક્તિઓનું સ્ક્રીનિંગ કરાયું છે. સેન્ડ ફ્લાય કંટ્રોલ માટે કુલ 2093 ઘરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ પણ કરાયો છે. રાજ્ય આરોગ્ય વિભાગ અગમચેતીના ભાગરૂપે આ રોગનો ફેલાવો અટકાવવા માટે રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહ્યું છે. અત્યારે લોકોએ આ રોગથી ગભરાવવા નહીં પરંતુ સાવચેતી જરૂર રાખવાની જોઇએ. પ્રાથમિક લક્ષણો જણાઇ આવે તો નજીકના હોસ્પિટલમાં તપાસ અને સારવાર કરાવવી જોઇએ. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1965માં મહારાષ્ટ્ર રાજ્યમાં ચાંદીપુરા જિલ્લામાં નોંધાયો હતો. ત્યારબાદ આંધ્રપ્રદેશ અને ગુજરાત સહિતના અન્ય રાજ્યોમાં પણ આ રોગના દર્દીઓ નોંદાયા. ગુજરાતમાં દર વર્ષે આ રોગના કેસ જોવા મળે છે. ખાસ કરીને ઉત્તર-મધ્ય ગુજરાતના જિલ્લામાં આ રોગના કેસ નોંધાયા છે.

વેદાંતા પાવરનો કવાર્ટર 1 નાણાકીય વર્ષ 27માં આવકમાં વર્ષ-દર-વર્ષ 31%નો...

નાણાકીય વર્ષ 27 ના પ્રથમ કવાર્ટર દરમિયાન આવકમાં વર્ષ-દર-વર્ષ...

બ્યૂટી ગેરેજ લિમિટેડે સેબી સમક્ષ ડીઆરએચપી ફાઇલ કર્યું

ભારતમાં જ વિકસેલી પ્રીમિયમ અને સલૂન-ગ્રેડ હેરકેર કંપની બ્યૂટી...

Vi ફાઉન્ડેશન અને એરિકસ્સને રોબોટ્ત્સવ શરૂ કર્યો : વર્ગખંડની...

એરિકસ્સન સાથે ભાગીદારીમાં રોબોટિક્સ લેબ પ્રોગ્રામ એના ડિજિટલ પ્લેટફોર્મ...

એકમાત્ર સદગુરુ જ અભય પદનું દાન કરનારા છે! સ્વયં...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. એકમાત્ર સદગુરુ જ...

ટીચ ફોર ઈન્ડિયા સમથિંગ બિગરમાટે દ્વાર ખોલે છે

ટીચ ફોર ઈન્ડિયા 2027 ફેલોશિપ માટે અરજીઓ 1 ઓગસ્ટ,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here