એચએસબીસી મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણકારોને એસઆઈપી ટોપ-અપ અંગે માહિતગાર કરવાના પોતાની રીતે અલગએવા ડિજિટલ અભિયાન અપને #એસઆઈપીકોદોપ્રમોશનનો પ્રારંભઆપણા જીવનનો જેમ-જેમ વિકાસ થતો થાય છે, તેમ તેમ આપણા ધ્યેયો, જીવનશૈલી, ખર્ચ, જીવનનિર્વાહની કિંમત અને સપનાં પણ વધતા જાયછે. પરંતુ આપણામાંથી કેટલા લોકો ખરેખરમાં આપણા પૈસાને તેની લાયકાત મુજબ પ્રમોશન આપવા અંગે વિચાર કરે છે? આપણી આકાંક્ષાઓનેપૂર્ણ કરી શકાય તે માટે આપણી સંપત્તિ વધારવામાં મદદ કરવા માટે પૈસા સખત મહેનત કરે એવો કોણ વિચાર કરે છે.આ જરૂરિયાતને પારખીને, એચએસબીસી મ્યુચ્યુઅલ ફંડે અપને #એસઆઈપીકોદોપ્રમોશન ની શરૂઆત કરી છે, જે રોકાણકારોનેએસઆઈપી ટોપ-અપ અને તેમની લાંબા ગાળાની સંપત્તિ નિર્માણમાં એસઆઈપી શું ભૂમિકા ભજવે છે તેના વિશે જાગૃતિ લાવવા અનેતેમને માહિતગાર કરવા માટે શરૂ કરવામાં આવેલું અનોખું ડિજિટલ અભિયાન છે.
આ અભિયાનમાં 30 સેકન્ડની ત્રણ શોર્ટ ફિલ્મોની સિરિઝછે, જેનો ઉદ્દેશ્ય રોકાણકારોને તેમના સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (એસઆઈપી) પર ટોપ-અપ સુવિધા પસંદ કરીને તેમના નાણાંને તેખરેખરમાં લાયકાત ધરાવે છે તેવું પ્રમોશન (પ્રોત્સાહન) આપવાના ખ્યાલને સ્વીકારવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.એચએસબીસી મ્યુચ્યુઅલ ફંડના સીઈઓ કૈલાશ કુલકર્ણીએ આ લોન્ચિંગ અંગે સલાહ કરતા જણાવ્યું હતું કે, “એસઆઈપી રિટેલ રોકાણકારોમાટે તેમના નાણાકીય લક્ષ્યાંકો હાંસલ કરવા માટેનું સાધન બની રહ્યું છે. અમારા અપને #એસઆઈપીકોદોપ્રમોશન અભિયાન દ્વારા, અમેકમ્પાઉન્ડિંગની તાકાત પર ભાર આપવા માંગીએ છીએ કારણ કે એસઆઈપી ટોપ-અપથી મળતી આ શક્તિ લાંબા ગાળાની સંપત્તિનાનિર્માણમાં મદદ કરે છે. અમે ઇચ્છિએ છીએ કે અમારા રોકાણકારોને ખબર પડે કે ટોપ-અપ તેમને તેમના વર્તમાન આવકના સ્તરનીસમકક્ષ તેમના રોકાણોમાં વધારો કરવાની અને આ પ્રકારે તેમના નાણાકીય ભાવિ પર અંકુશ મેળવવાની શક્તિ આપી શકે છે.”બોર્નહાઇ ડિજિટલના વાઇસ પ્રેસિડેન્ટ સંદીપ શ્રીકુમારે આ અભિયાન અંગે જણાવ્યું કે, “ઉદ્યોગજગતના ડેટા પરથી જાણવા મળે છે કેભારતમાં 31 માર્ચ 2024 સુધીની સ્થિતિ મુજબ 484.6 મિલિયનથી વધુ લોકો એસઆઈપી ધરાવતા હતા, પરંતુ માત્ર 0.50% (આશરે240,000 એસઆઈપી) લોકો જ પાવરફુલ ટોપ-અપ સુવિધાનો ઉપયોગ કરે છે. આ ડેટા પરથી મળતી આંતરસૂઝ આ અભિયાન શરૂ કરવામાટે પ્રેરિત કરે છે. અમારું માનવું છે કે, અપને #એસઆઈપીકોદોપ્રમોશન એસઆઈપી ટોપ-અપ દ્વારા રોકાણકારોને તેમની એસઆઈપીનુંસામર્થ્ય વધારવા વિશે માહિતગાર કરીને નાણાકીય જવાબદારી અને રોકાણને લગતા વિચારને ફરીથી આકાર આપી શકે છે.”એસઆઈપી એ રોકાણ માટેનું એક લોકપ્રિય સાધન છે જેમાં રોકાણકારો નિયમિત અંતરાલે (માસિક, ત્રિમાસિક, વગેરે) મ્યુચ્યુઅલ ફંડસ્કીમમાં નિશ્ચિત રકમનું રોકાણ કરી શકે છે. એસઆઈપી ટોપ-અપ આ ખ્યાલને એક ડગલું વધારે આગળ લઈ જાય છે. આ સુવિધામાંરોકાણકારો પૂર્વનિર્ધારિત સમયાંતરે તેમની એસઆઈપીની નિશ્ચિત રકમ અથવા ટકાવારીમાં વધારો કરી શકે છે. ફુગાવો, જીવનશૈલીનાદરજ્જામાં થતી વૃદ્ધિ, ખર્ચ વગેરેનો એસઆઈપી ટોપ-અપમાં વિચાર થઈ શકે છે. આમ, રોકાણકારોને તેમની નિયમિત આવકને અનુરૂપબચત કરવામાં મદદ મળે છે.અપને #એસઆઈપીકોદોપ્રમોશન દ્વારા રોકાણકારો તેમના લાંબા ગાળાના સંપત્તિ નિર્માણના લક્ષ્યોને પૂર્ણ કરી શકે તે માટે તેમને ટોપ-અપપ્લાન પસંદ કરવાનો આગ્રહ કરવા માટે વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આનો મૂળ ઉદ્દેશ્ય એસઆઈપીટોપ-અપની શક્તિને પ્રોત્સાહન આપીને વધી રહેલી આકાંક્ષાઓ અને રોકાણની વ્યૂહરચના વચ્ચેના અંતરાયને દૂર કરવાનો છે. અપને#એસઆઈપીકોદોપ્રમોશન નો હેતુ રોકાણકારોને એસઆઈપી ટોપ-અપમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે જેથી તેઓ પોતાનાનવા નવા લક્ષ્યો, જીવનશૈલીમાં પરિવર્તન, ખર્ચ, સપનાં વગેરે સાથે પહોંચી વળવા માટે સમર્થ બની શકે.