વલસાડના મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પડેલા ભારે વરસાદને લઈને મધુબન ડેમમાં 1.50 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થતા રવિવારે સવારે 7 વાગ્યાથી લઈને રાત્રે 11 વાગ્યા સુધીમાં કુલ 14,32,485 ક્યુસેક પાણીની આવક થઈ હતી. મધુબન ડેમની સપાટી 73.60 મીટરે પહોંચી હતી. મધુબન ડેમમાંથી રવિવારે સવારે 7 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધીમાં 17 કલાક દરમિયાન ડેમમાં 10 દરવાજા 2 મીટર ખુલ્લા રાખીને તબબક્કા વાર ડેમમાંથી 14,62,542 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે.સવારે 7 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધીમાં મધુબન ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. દમણગંગા નદીના તટ વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા. વહીવટી તંત્રએ ભરતી અને ઓટનો સમય સેટ કરીને ડેમમાંથી પાણી છોડવામાં દમણગંગા નદીના તટ વિસ્તાર રહેતા સ્થાનિક લોકોને નદીના પાણી ભરવાથી રાહત મળી હતી. વલસાડ જિલ્લા કલેક્ટરની કુશળતાને લઈને ડેમમાંથી તબક્કાવાર પાણી છોડવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા કલેક્ટર, દાદરા નગર હવેલી અને દમણ કલેકટરના કોડીનેશન વડે ડેમના પાણીનું સુપેરે આયોજન કરવામાં આવ્યું હતું.
વલસાડ જિલ્લા અને મહારાષ્ટ્રના અંતરિયા વિસ્તારમાં આવેલા ગામો જેવાકે મોખેડા, ડીંડોરી, હરસુલ, નાની પાલસાણ, ઓઝરખેડ અને મધુબન ગામોના વિસ્તરમાં પડી રહેલા મુશળધાર વરસદને લઈને મધુબન ડેમમાં વરસાદી પાણીની આકમાં સતત વધારો થતો જોવા મળ્યો હતો. રવિવારે સવારે 7 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધીમાં દર કલાકે મધુબન ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થતાં ડેમનું લેવલ જાળવી રાખવા માટે મધુબન ડેમમાંથી 10 દરવાજા 2 મીટર ખુલ્લા રાખીને દર કલાકે સરેરાશ 86,031 ક્યુસેક પાણી મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેને લાઈને વલસાડ જિલ્લા કલેક્ટરે મધુબન ડેમના કેસમેન્ટ વિસ્તારમાં પડતા વરસાદને લઈને ડેમમાં વરસાદી પાણીની આવક વધતા ડેમનું લેવલ જાળવવા માટે દમણગંગા નદીમાં તબક્કાવાર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. જેને લઈને દમણગંગા નદીના અસરગ્રસ્ત વિસ્તારો સેલવાસ, વાપી, ઉમરગામ, કપરાડા અને દમણમાં નદીના તટ વિસ્તારમાં આવતા ગામોના સ્થાનિક લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા.
જિલ્લાનું કલેક્ટર, સેલવાસ કલેક્ટર અને દમણ કલેક્ટરની તબક્કાવાર વર્ચ્યુઅલ બેઠક કરીને દરિયાની ભરતીની પરિસ્થિતિ અને ઉપરવાસના વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. દમણગંગા નદીના તટ વિસ્તરમાં આવતા ગામોને વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા હતા. મામલતદાર સહિતની ટીમ દમણગંગા નદીના તટ વિસ્તારમાં વધતા જળ સ્તરની સપાટી ઉપર બાજ નજર રાખી રહ્યું છે. સાથે નદીના તટ વિસ્તાર નજીક રહેતા લોકોને સમયસર એલર્ટ પણ કરવામાં આવ્યા હતા. દમણગંગા નદીમાં મધુબન ડેમમાંથી પાણી છોડવામાં આવતું હોય ત્યારે દમણગંગા નદીમાં માછલી પકડવા ન્હાવા કે કપડાં ધોવા ન જવા સ્થાનિક લોકોને સૂચનાઓ આપવામાં આવી હતી. સાથે નદીના તટ વિસ્તાર નજીક રહેતા પશુ પાલકોને પશુઓ સુરક્ષિત સ્થળે બાંધવા પશુઓને નદીના તટ વિસ્તરમાં ન જવા સૂચનાઓ આપવામાં આવી હતી. રવિવારે સવારે 7 વાગ્યાથી બપોરે રાત્રે 11 વાગ્યા સુધીમાં મધુબન ડેમના 10 દરવાજા 2 મીટર ખુલ્લા રાખીને 17 કલાકમાં કુલ 14,62,542 ક્યુસેક પાણી મધુબન ડેમમાંથી છોડવામાં આવ્યું હતું. સાથે વલસાડ જિલ્લાના કપરાડા, વાપી અને ઉમરગામ તાલુકામાં પણ ઉપરવાસના વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટરે સોશ્યલ મીડિયાના માધ્યમથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે.