રાજ્યસભાની બે બેઠકો માટે 3 સપ્ટેમ્બરના રોજ પેટા ચૂંટણી યોજાશે. 9 રાજ્યોની આ 12 બેઠકો પર થનારા મતદાન માટે ચૂંટણી પંચે બુધવારે કાર્યક્રમનું એલાન કરી દીધું છે. ચૂંટણીની તારીખોની જાહેરાત થતાંની સાથે જ હવે રાજકીય પાર્ટીઓ જીતની ફોર્મ્યૂલા તૈયાર કરવામાં લાગી ગઈ છે. આ બેઠકો પર જીત કોની થશે તે તો સમય જ બતાવશે પરંતુ આ વખતે આ 12 બેઠકોમાંથી લગભગ 10 બેઠકો પર કાંટાની ટક્કર થવાની વાત કહેવામાં આવી રહી છે. જોકે, કેટલીક બેઠકો પર કોંગ્રેસનો તો કેટલીક બેઠકો પર ભાજપનું પલડું ભારી નજર આવી રહ્યું છે. ચાલો જાણીએ કે, આ ચૂંટણી બાદ રાજ્યસભાનું ગણિત કેવી રીતે બદલાશે.
ક્યાં-ક્યાં ખાલી છે આ બેઠકો :
મહારાષ્ટ્રમાં રાજ્યસભાની 2 બેઠકો, બિહારમાં 2 બોઠકો, આસામમાં 2 બેઠકો, ત્રિપુરામાં 1, હરિયાણામાં 1, રાજસ્થાનમાં 1 અને મધ્ય પ્રદેશમાં 1, ઓડિશામાં 1 અને તેલંગાણામાં 1 બેઠક ખાલી છે.
કેમ ખાલી થઈ આ બેઠકો?
આ 12 ખાલી બેઠકોમાંથી 10 બેઠકો એવી છે જે ઉપલા ગૃહના સભ્યો લોકસભા ચૂંટણીમાં જીતી ગયા બાદ થાલી થઈ છે જ્યારે તેલંગાણા અને ઓડિશાથી એક-એક રાજ્યસભા સભ્યએ પોતાની પાર્ટીમાંથી રાજીનામું આપીને બીજી પાર્ટીમાં સામેલ થઈ ગયા છે તેથી રાજ્યસભામાંથી પણ રાજીનામું આપી દીધું છે.
આ 12 બેઠકોમાં પહેલા શું સ્થિતિ હતી? :
જો આ 12 બેઠકો પર પહેલાની વાત કરીએ તો ભાજપ સૌથી આગળ હતી. તેના 7 રાજ્યસભા સાંસદ હતા. મહારાષ્ટ્રની બંને બેઠકો પર ભાજપનો કબજો હતો. બિહારમાં એક બેઠક પર ભાજપ તો એક બેઠક પર RJDનો કબજો હતો. આસામની બંને જ બેઠકો પર ભાજપે જીત નોંધાવી હતી. મધ્ય પ્રદેશની એક બેઠક પર ભાજપ, ત્રિપુરાની એક બેઠક પર ભાજપ, હરિયાણાની એક બેઠક પર કોંગ્રેસ અને રાજસ્થાનની એક બેઠક પર પણ કોંગ્રેસે જ જીત નોંધાવી હતી. આ ઉપરાંત તેલંગાણામાં હાલમાં કે. કેશવ ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) છોડીને કોંગ્રેસમાં સામેલ થયા હતા. તેથી તેમણે રાજીનામું આપી દીધુ હતું. જ્યારે ઓડિશામાં બીજુ જનતા દળના સાંસદ મમત મોહંતાએ ભાજપની સદસ્યતા લીધા બાદ રાજ્યસભા બેઠક છોડી દીધી હતી.
મધ્ય પ્રદેશ અને ત્રિપુરામાં ભાજપ મજબૂત :
રાજનીતિક એક્સપર્ટે જણાવ્યું કે, વાત લોકસભા ચૂંટણીની હોય કે, પછી વિધાનસભા ચૂંટણીની હો પરંતુ જે રીતે મધ્ય પ્રદેશમાં ભઆજપે અત્યાર સુધી પ્રદર્શન કર્યું છે તેનાથી એ સ્પષ્ટ છે કે, અહીં પણ ભાજપ એકતરફી જીત નોંધાવીને એક બેઠક પર ફરીથી જીત નોંધાવશે. આ ઉપરાંત ત્રિપુરામાં પણ ભાજપ મજબૂત સ્થિતિમાં નજર આવી રહી છે.
આસામમાં પણ એકતરફી મુકાબલાની વાત :
રાજનીતિક એક્સપર્ટનું કહેવું છે કે, ભાજપ આસામમાં પણ ખૂબ મજબૂત સ્થિતિમાં નજર આવી રહી છે. આ ઉપરાંત ગત વખતે પણ બંને બેઠકો પર તેનો જ કબજો હતો. આવી સ્થિતિમાં એક્સપર્ટ કહી રહ્યા છે કે, આ વખતે પણ આસામની બંને બેઠકો પર ભાજપ જીત નોંધાવી શકે છે.
રાજસ્થાનમાં ભાજપ આગળટ :
રાજસ્થાનની એક બેઠક પર રાજ્યસભાની પેટા ચૂંટણી યોજાશે. આ બેઠક પર ભાજપની સ્થિતિ મજબૂત જણાવવામાં આવી રહી છે. એક્સપર્ટનું કહેવું છે કે, પહેલા વિધાનસભા ચૂંટણી અને પછી લોકસભા ચૂંટણી 2024માં પાર્ટીએ જે રીતે રાજસ્થાનમાં પ્રદર્શન કર્યું છે તેને જોતા ભાજપ ફરી એક વખત અહીં જીત નોંધાવી શકે છે.
મહારાષ્ટ્ર અને બિહારમાં કાંટાની ટક્કર :
મહારાષ્ટ્ર અને બિહારની વાત કરીએ તો અહીં કાંટાની ટક્કર જોવા મળી શકે છે. ગત વખતે બિહારમાં એક બેઠક પર આરજેડી અને એક પર ભાજપને જીત મળી હતી. આ વખતે પણ અંહી કાંટાની ટક્કર થઈ શકે છે. કારણ કે, વિપક્ષી પાર્ટી પાસે પણ પર્યાપ્ત બેઠકો છે.