Hockey Bronze Medal: ભારત અને સ્પેન (IND vs SPA) વચ્ચે આજે Paris Olympics માં બ્રોન્ઝ મેડલ માટે મેચ રમાઈ હતી. ભારત 54 વર્ષ જૂનો રેકોર્ડ તોડવા મેદાનમાં ઉતરશે. 54 વર્ષ પહેલા ભારત સતત બે ઓલિમ્પિકમાં મેડલ જીત્યું હતું. આ વખતે ફરીથી ભારત પાસે આ રેકોર્ડની બરાબરી કરવાની તક છે. કારણ કે ટોક્યો ઓલિમ્પિકમાં પણ ભારત બ્રોન્ઝ મેડલ જીત્યું હતું. એ સમયે ભારતે બ્રિટનને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ વખતે ઓલિમ્પિકમાં જર્મની સામે ભારત સેમિ ફાઇનલમાં હાર્યું હતું અને હવે બ્રોન્ઝ મેડલ જીતવા માટેની મેચમાં સ્પેન સામે રમવા ઉતર્યું હતું.
ત્રીજા ક્વાર્ટરમાં પણ હરમનપ્રીતે ફટકાર્યો ગોલ :
ત્રીજા ક્વાર્ટરમાં ભારતે અગ્રેસીવ રમત બતાવી હતી. ભારતને શરૂઆતની ત્રણ મિનિટોમાં જ પેનલ્ટી તૈયાર કરી હતી. જેમાં ફરીથી ભારતીય કેપ્ટન હરમનપ્રીતે ગોલ ફટકાર્યો હતો. જો કે ત્યાર બાદ થોડી જ સેકંડોમાં સ્પેનને પણ પેનલ્ટી મળી હતી. પંરતુ ભારતના મજબૂત ડિફેન્સના કારણે સ્પેનિશ તેને ગોલમાં પરિવર્તિત નહોતા કરી શક્યા.
બીજા ક્વાર્ટરની છેલ્લી થોડી સેકંડોમાં ભારતે ફટકાર્યો ગોલ :
બીજા ક્વાર્ટરમાં ભારતે બરાબરી કરી હતી. છેલ્લી 16 સેકન્ડ બાકી હતી ત્યારે ભારતને એક પેનલ્ટી મળી હતી અને ભારતીય કેપ્ટન હરમનપ્રીતે તેને ગોલમાં ફેરવીને ભારતને બરાબરી પર લાવી દીધું હતું. આ ગોલ ભારત માટે ખૂબ મહત્વનો હતો કારણ કે બીજા ક્વાર્ટરમાં ભારત સતત ડિફેનસીવ રમત રમ્યું હતું. બીજા ક્વાર્ટરમાં સ્પેને આ મેચનો પહેલો ગોલ નોંધાવ્યો હતો. માર્ક મીરાલીસ દ્વારા આ ગોલ નોંધાવવામાં આવ્યો હતો. જે સ્પેનનો સૌથી મજબૂત ખેલાડી પણ માનવામાં આવે છે.ભારતે આ મેચની પ્રથમ મિનિટોમાં જ આક્રમક રમત બતાવી હતી અને ગોલ કરવા માટેનો એક પ્રયાસ પણ નવમી મિનિટે બન્યો હતો. પરંતુ સર્કલ એન્ટ્રી બાદ ભારત ગોલ કરી શક્યું નહોતું. પ્રથમ હાફમાં બંને ટીમોમાંથી કોઈપણ ગોલ નોંધાવવામાં સફળ રહી નહોતી.ભારતના ગોલકીપર શ્રીજેશની આ છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ છે. ભારતીય ગોલકીપર આ ઓલિમ્પિકમાં ટીમ માટે ‘ધ વોલ’ બનીને ઊભો રહ્યો છે અને અનેક વખત ગોલ બચાવ્યા છે. શ્રીજેશે ઓલિમ્પિક અગાઉથી જ જાહેરાત કરી દીધી હતી કે આ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ હશે. ભારતીય ટીમ બ્રોન્ઝ મેડલ જીતીને તેને એક ખાસ વિદાય આપવા ઇચ્છશે. સ્પેન સામે ભારત ઓલિમ્પિકમાં 10માંથી 7 મેચ જીતી ચૂક્યું છે. એકમાં ભારત હાર્યું છે અને 2 ડ્રો થઈ છે. માટે ભારતને મજબૂત ટીમ માનવામાં આવી રહી છે. જો કે આ ટુર્નામેન્ટમાં સ્પેન પણ બેલ્જિયમ જેવી મજબૂત ટીમો સામે જીત્યું છે માટે તેની પણ અવગણના થઈ શકે એમ નથી.