UP By Election 2024: ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી બાદ રાજકીય પક્ષોએ દસ બેઠકો પર યોજાનારી પેટાચૂંટણી માટે રણનીતિ ઘડી રહ્યા છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય રાયે પેટાચૂંટણીમાં બેઠક ફાળવણી અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમે 5 બેઠકો પર ઉમેદવારી નોંધાવી છે, અને સપા 5 બેઠકો પર મજબૂતીથી લડશે. બાકીની બેઠકો માટે રાષ્ટ્રીય પ્રતિનિધિ નિર્ણય લેશે. અમે 5 બેઠકોની ઉમેદવારી જાહેર કરવાની માંગણી કરી છે. અમે કેન્દ્રીય નેતૃત્વ સાથે છીએ.અજય રાયે વાતચીતમાં કહ્યું હતું કે, જે પાંચ બેઠકો પર સમાજવાદી પક્ષના સાંસદની પસંદગી કરી સપા પૂરી મજબૂતાઈ સાથે ચૂંટણી લડશે. ભાજપ અને તેના સમર્થન પક્ષોની પાંચ બેઠકો છે. જેના પર કોંગ્રેસે પણ દાવો કર્યો છે. અંતિમ નિર્ણય રાષ્ટ્રીય પ્રતિનિધિ દ્વારા લેવામાં આવશે કે, કેટલી બેઠકો પર ચૂંટણી લડવી. જે પાંચ બેઠખો ભાજપના ગઠબંધનની છે, તેના પર રાષ્ટ્રીય પ્રતિનિધિ દ્વારા નિર્ણય લેવાની અજય રાયે માગ કરી છે, તેઓ તેમના નિર્ણયની સાથે આગળ વધશે.
આ 10 બેઠકો પર પેટાચૂંટણી :
ઉત્તર પ્રદેશની જે દસ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. તેમાં ફૂલપુર, ખૈર, ગાઝિયાબાદ, મઝવાં, મીરાપુર, મિલ્કીપુર, કરહલ, કટેહરી, અને કુંદરકી સામેલ છે. સીસામઉ બેઠક પરથી પણ સપાના ધારાસભ્ય ઈરફાન સોલંકીની સભ્યતા ગુનાહિત કેસ બદલ રદ થતાં ત્યાં પણ ચૂંટણી યોજાશે. ઉલ્લેખનીય છે કે, હાલ ચૂંટણીની તારીખો નક્કી થઈ નથી. પરંતુ તેના અંગે રણનીતિઓ ઘડાઈ રહી છે.