Paris Olympics 2024: પાકિસ્તાનના અર્શદ નદીમે પેરિસ ઓલિમ્પિક 2024માં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો. ઓલિમ્પિકના મેન્સ જેવલિન થ્રો ઈવેન્ટમાં અર્શદે 92.97 મીટરનો થ્રો કરીને ગોલ્ડ જીત્યો. તે પાકિસ્તાન માટે વ્યક્તિગત ઓલિમ્પિક મેડલ જીતનાર પહેલો એથ્લીટ બન્યો. અર્શદે 92.97 મીટરના પોતાના થ્રો ની સાથે ઓલિમ્પિક રેકોર્ડ પણ બનાવ્યો. ગોલ્ડ જીત્યા બાદ અર્શદ રડી પડ્યો. અર્શદના રડવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.અર્શદે ભારતના નીરજ ચોપડાને પાછળ છોડતાં ગોલ્ડ પર કબ્જો કર્યો. ગોલ્ડ મેડલ જીત્યા બાદ અર્શદ નદીમ પહેલા ક્રાઉડ તરફ ગયો. બાદમાં તે રડી પડ્યો. ઈવેન્ટમાં નદીમે પહેલા જ પ્રયત્નમાં 91.79 મીટર દૂર થ્રો કર્યો હતો, જે તેને ગોલ્ડ અપાવવા માટે પૂરતો હતો. જોકે પછી તેણે 92.97 મીટર દૂર થ્રો કર્યો. પછી છઠ્ઠા પ્રયત્નમાં નદીમે 91.79 મીટર દૂર ભાલો ફેંક્યો હતો.
નીરજ ચોપડા 90 મીટરનો આંકડો સ્પર્શી શક્યો નહીં : અર્શદ નદીમે પોતાના પહેલા જ પ્રયત્નમાં 90 મીટરનો આંકડો પાર કરી દીધો હતો. જોકે નીરજ ચોપડા 90 મીટરનો આંકડો સ્પર્શી શક્યો નહોતો. નીરજ ચોપડાએ 89.45 મીટરનો થ્રો કર્યો, જે સાથે તેણે સિલ્વર મેડલ જીત્યો.
That Pakistani Flag wrapped around Arshad Nadeem while he’s crying gives goosebumps 🇵🇰
— Selenophile 🇵🇸🌙🥀| 🎀 Era (@Koi_Msla) August 8, 2024
pic.twitter.com/k7xCxxK3DK