ભારત પેટ્રોલિમય કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ)એ મુંબઇ પોર્ટ ખાતે એક ઓએમસી દ્વારા પ્રથમ બાયોફ્યુઅલ બ્લેન્ડ હાઇ ફ્લેશ હાઇ સ્પીડ ડીઝલ (એચએફએચએસડી) બંકર લોંચ કરીને ભારતીય મેરીટાઇમ ઇન્ડસ્ટ્રીમાં નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે. બીપીસીએલની આ વિશિષ્ટ પહેલ ગ્રીન એનર્જી સોલ્યુશન્સ પ્રત્યે તેની અતૂટ કટીબદ્ધતા તથા શિપિંગ સેક્ટરમાં ડીકાર્બનાઇઝ કરવાના વૈશ્વિક પ્રયાસોને અનુરૂપ છે.વૈશ્વિક મેરીટાઇમ ઇન્ડસ્ટ્રી કાર્બન ઉત્સર્જન ઘટાડવા તથા પર્યાવરણીય પ્રભાવને ઘટાડવાની દિશામાં કાર્યરત છે ત્યારે બીપીસીએલ દ્વારા બાયોફ્યુઅલ બ્લેન્ડ એચએફએચએસડી બંકરની રજૂઆત શિપિંગ કંપનીઓને પરંપરાગત ઇંધણની સામે સ્વચ્છ, બાયોડિગ્રેડેબલ વિકલ્પ પ્રદાન કરે છે. આ પહેલ પર્યાવરણીય ટકાઉપણાને સપોર્ટ કરવાની સાથે-સાથે ભારતીય બંકરિંગ માર્કેટમાં બીપીસીએલની લીડર તરીકેની ઉપસ્થિતિને પણ મજબૂત કરે છે.આ પ્રસંગે બીપીસીએલના ડાયરેક્ટર (માર્કેટિંગ) સુખમલ જૈને કહ્યું હતું કે, “આજની રજૂઆત ટકાઉ ઉર્જા ઉકેલો પ્રત્યેની અમારી કટીબદ્ધતાનો પુરાવો છે. અમારો પ્રોજેક્ટ એસ્પાયર ગ્રીન એનર્જી ઉપર કેન્દ્રિત છે, જે સ્વચ્છ ભવિષ્યની દિશામાં અમારા પ્રયાસોને આગળ ધપાવે છે. આ બાયોફ્યુઅલ બ્લેન્ડ બંકર તે દિશામાં એક નોંધપાત્ર પગલું છે અને વૈશ્વિક બંકરિંગ લીડર તરીકે બીપીસીએલને સ્થાપિત કરે છે.”બીપીસીએલે ભારતીય બંકરિંગ સેક્ટરનું હંમેશા નેતૃત્વ કર્યું છે તથા દેશમાં આઇએમઓ 2020 અનુરૂપ બંકર ફ્યુઅલ રજૂ કરનાર પ્રથમ છે. પશ્ચિમ કિનારે પોતાની મજબૂત ઉપસ્થિતિ સાથે બીપીસીએલ મરિન ફ્યુઅલનું વિશ્વસનીય સપ્લાયર બન્યું છે. બાયોફ્યુઅલ બ્લેન્ડમાં કંપનીનો પ્રવેશ એ એલએનજી, હાઇડ્રોજન અને મિથેનોલ સહિત ગ્રીન બંકર ફ્યુઅલના તેના પોર્ટફોલિયોના વિસ્તરણની વ્યાપક રણનીતિનો એક હિસ્સો છે, જેથી ઉભરતાં એનર્જી લેન્ડસ્કેપમાં અગ્રેસર રહી શકાય.આ પહેલ નેશનલ બાયોફ્યુઅલ પોલિસી અને મેરીટાઇમ ઈન્ડિયા વિઝન 2030માં દર્શાવેલ સ્વચ્છ ઉર્જા ભવિષ્ય માટે ભારત સરકારના વિઝનને અનુરૂપ છે. આ કાર્યક્રમમાં એમબીપીએના ચેરમેન રાજીવ જલોટા અને મહારાષ્ટ્ર સરકારના કમીશનર ઓફ ફિશરીઝ અતુલ પટને સહિત ઉદ્યોગના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.