Stree 2 : શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની હોરર કોમેડી ફિલ્મ ‘સ્ત્રી 2’ એ રિલીઝ થતાની સાથે જ ધમાલ મચાવી દીધી છે. આ ફિલ્મે રિલીઝના પહેલા દિવસથી જ દર્શકોનું દિલ જીતી લીધુ છે અને બોક્સ ઓફિસ પર કમાણી કરી રહી છે. ‘સ્ત્રી 2’ મુવીનાં ફેન્સ દિવાના થઇ ગયા છે. ‘સ્ત્રી 2’ 2018ની ‘સ્ત્રી’ની સિક્વલ છે.મેકર્સ દ્રારા જારી કરેલાં આંકડાઓ અનુસાર ‘સ્ત્રી 2’એ રિલીઝ પહેલાં 76.5 કરોડનું ગ્રાસ કલેક્શન કરીને ઇતિહાસ રચ્યો અને આ સાથે ફિલ્મએ શાહરુખ ખાનની પઠાન અને જવાન મુવીની પહેલાં દિવસની કમાણીનો રેકોર્ડ પણ તોડી દીધો છે. આ ફિલ્મ જોવા માટે થિયેટર હાઉસફુલ છે.અક્ષય કુમારની ‘સરફિરા’ અને અજય દેવગનની ફિલ્મ ‘ઔરો મેં કહાં દમ થા’ સહિત તાજેતરમાં રિલીઝ થયેલી ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. તેથી શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ‘સ્ત્રી 2’એ બોક્સ ઓફિસ પરનો દુષ્કાળ જાણે ખતમ કરી દીધો છે.ફિલ્મે પ્રથમ દિવસે (પેઇડ પ્રિવ્યુ સહિત) રૂ. 60.3 કરોડની કમાણી કરી હતી. નિર્માતાઓ દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, ‘સ્ત્રી 2’ એ તેની રિલીઝના પહેલા દિવસે 76.5 કરોડ રૂપિયાની કમાણી કરીને ઈતિહાસ રચ્યો હતો અને આ સાથે જ ફિલ્મે શાહરૂખ ખાનની પઠાણ અને જવાનનો પ્રથમ દિવસની કમાણીનો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો. બીજા દિવસે ફિલ્મની કમાણીમાં બેશક ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ કામકાજના દિવસને જોતા તેનું બીજા દિવસનું કલેક્શન પણ શાનદાર હતું.
‘સ્ત્રી 2’ એ બે દિવસમાં ભારતમાં 90.30 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું :
આ ફિલ્મને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. ‘સ્ત્રી 2’ એ પણ સાબિત કરી દીધું છે કે જો ફિલ્મની સ્ટોરીમાં તાકાત હોય તો ફિલ્મને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવતા કોઈ રોકી શકે નહીં. ફિલ્મ જે ઝડપે કમાણી કરી રહી છે તે જોતા લાગે છે કે શનિવાર અને રવિવાર બાદ સોમવારે રક્ષાબંધનની રજાના અવસર પર ફિલ્મ જોરદાર કમાણી કરી શકે છે. આવી સ્થિતિમાં આ ફિલ્મ પણ 500 કરોડના આંકડામાં સામેલ થઈ શકે છે.