કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેંકે જમ્મુમાં રેસિડેન્સી રોડ ઉપર નવી બ્રાન્ચની શરૂઆત સાથે જમ્મુ પ્રદેશમાં તેના પ્રવેશની જાહેરાત કરી છે. આ નવી બ્રાન્ચ બેંકની વિસ્તરણ રણનીતિમાં મહત્વપૂર્ણ પગલું છે અને બ્રાન્ચ મધ્યમ આવક ધરાવતા સમૂહ, એમએસએમઇ ધિરાણ, મોર્ગેજ ધિરાણને લક્ષ્યમાં રાખશે તેમજ ગ્રાહક વર્ગની વિવિધ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે બેંકિંગ પ્રોડક્ટ્સ અને સર્વિસિસની શ્રેણી પૂરી પાડશે.આ લોંચ વિશે પ્રતિક્રિયા આપતાં કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેંકના એમડી અને સીઇઓ સર્વજીત સિંઘ સામરાએ કહ્યું હતું કે, “અમે જમ્મુના લોકો માટે અમારી બેંકિંગ સુવિધાઓનું વિસ્તરણ કરતાં ઉત્સાહિત છીએ. અમારી નવી બ્રાન્ચ નાણાકીય સમાવેશને બળ આપવાની તથા એમએસએમઇ અને મોર્ગેજ ધિરાણ ઉપર વિશેષ ભાર મૂકતાં મધ્યમ આવક ધરાવતા સમૂહ માટે કસ્ટમાઇઝ્ડ સોલ્યુશન ઓફર કરતાં સ્થાનિક અર્થતંત્રને સપોર્ટ કરવાની અમારી કટીબદ્ધતા દર્શાવે છે. અમારા ગ્રાહક કેન્દ્રિત અભિગમ સાથે અમે પ્રદેશને આર્થિક રીતે સશક્ત કરવાનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ.”જમ્મુ બ્રાન્ચ સેવિંગ્સ એકાઉન્ટ, બિઝનેસ લોન, મોર્ગેજ લોન અને રોકાણના વિકલ્પો સહિત પ્રોડક્ટ્સ અને સર્વિસિસની વિશાળ શ્રેણી ઓફર કરશે, જે ગ્રાહકોની ઉભરતી નાણાકીય જરૂરિયાતોને પૂર્ણ કરશે.બેંક હાલમાં પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢમાં કાર્યરત છે. આ વિસ્તરણ સાથે તે છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢમાં સેવા આપશે. આ લોંચ ભારતમાં કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેંકની 179મી બ્રાન્ચને ચિહ્નિત કરે છે તેમજ નાણાકીય વર્ષ 2025ના અંત સુધીમાં આ સંખ્યાને 200થી વધુ બ્રાન્ચ સુધી લઈ જવાની યોજના છે. વર્તમાન વર્ષના વિસ્તરણના ભાગરૂપે બેંક રાજસ્થાન, હરિયાણા, જમ્મુ તથા ગૃહ રાજ્ય પંજાબમાં ઉપસ્થિતિ વિસ્તારવાની યોજના ધરાવે છે. કેપિટલ એસએફબી તેના ગ્રાહકોની ઉભરતી જરૂરિયાતોને પહોંચી વળવા તેના નેટવર્કને વિસ્તારવા અને તેની સેવા ઓફરોને વધારવા માટે સમર્પિત છે.