એરટેલ પેમેન્ટ્સ બેન્ક દ્વારા ગ્રાહકોનાં અકાઉન્ટ્સનું રક્ષણ કરવા માટે તૈયાર કરવામાં આવેલી સલામતી બહેતરી વિશિષ્ટતા ફેસ મેચ રજૂ કરવામાં આવ્યું છે. ફેસ મેચ ઘણા બધા ઈનપુટ્સ અને ઉપભોક્તા વર્તન, લેણદેણ શૈલી અને સ્થળ, સમાન પેટર્નનો ઐતિહાસિક ડેટા, ડિવાઈસ અને મોબાઈલ એપ આધારિત સિગ્નલ્સ ને આધારે દરેક સેવિંગ્સ બેન્ક અકાઉન્ટના યુઝર માટે ખતરાના સ્કોરની ગણતરી કરવા માટે અત્યાધુનિક મશીન લર્નિંગ અલ્ગોરીધમનો ઉપયોગ કરે છે. આ વિશિષ્ટતા વિશે બોલતાં એરટેલ પેમેન્ટ્સ બેન્કના એમડી અને સીઈઓ અનુબ્રત બિશ્વાસે જણાવ્યું હતું કે, “એરટેલ પેમેટન્સ બેન્ક ખાતે સંરક્ષિત ડિજિટલ બેન્કિંગ પ્રદાન કરવું તે અમારા ધ્યેયમાં કેન્દ્રસ્થાને છે. ફેસ મેચ રજૂ કરવાથી અમારા ગ્રાહકોનું રક્ષણ કરવાની અમારી કટિબદ્ધતા વધુ મજબૂત બનાવવા માટે મહત્ત્વપૂર્ણ પગલું છે. અત્યાધુનિક ટેકનોલોજી કામે લગાવીને અમે સરળ અને સંરક્ષિત બેન્કિંગ અનુભવ પ્રદાન કરવા સાથે સંભવિત ખતરાને અસરકારક રીતે પહોંચી વળી શકીએ છીએ. અમારું લક્ષ્ય ગ્રાહકોને મજબૂત સલામતીનાં પગલાં અને કાર્યક્ષમ અકાઉન્ટ વ્યવસ્થાપન થકી મનની શાંતિ પૂરી પાડવાનું છે.” જો યુઝર આ ખતરાનો સ્કોર પસાર કરે તો તેમનું અકાઉન્ટ સંભવિત ઠગાઈયુક્ત લેણદેણ નિવારવા માટે ફેસ મેચ સાથે સંરક્ષિત કરે છે. યુઝરને તેમના નોંધણીકૃત મોબાઈલ નંબર પર તુરંત નોટિફિકેશન પ્રાપ્ત થાય છે, જે તેમને ફેસ મેચ એક્ટિવેટ થઈ ચૂક્યું છે એવી જાણ કરે છે અને તેમને તેમની લેણદેણ સાથચે આગળ વધવા માટે નોટિફિકેશનમાં લિંકનો ઉપયોગ કરીને ઝડપી વેરિફિકેશન પૂર્ણ કરવા માટે સૂચના આપે છે. લિંક તેમને એરટેલ થેન્ક્સ એપના ફેસ મેચ સેકશન તરફ પુનઃનિર્દેશિત કરે છે, જ્યાં યુઝરે સેલ્ફી લેવાની હોય છે, જે પછી આધુનિક ફેશિયલ રેકગ્નિશન અને લાઈવ્લીનેસ ચેક્સનો ઉપયોગ કરીને તેમની ઓનબોર્ડિંગ પ્રક્રિયામાંથી ઓરિજિનલ ફોટોની તુલના કરાય છે. સફળ મેચ બાદ યુઝર તેમની લેણદેણ ચાલુ રાખી શકે છે, જ્યારે નિષ્ફળ મેચ બાયોમેટ્રિક વેરિફિકેશન માટે નજીકની બેન્કિંગ સ્થળે મુલાકાત લેવા માટે તેમને દોરે છે. આ પ્રક્રિયાને કારણે અકાઉન્ટ ધારક યુઝર નિયંત્રણ અને બહેતર સલામતી જાળવીને લેણદેણ હાથ ધરે તેની ખાતરી રહે છે.