વોલમાર્ટની ભાગીદારીના 6 મહિનામાં ફ્લિપકાર્ટના ગૃપ CEO બિન્ની બંસલનું રાજીનામું, અણછાજતી વર્તણૂંક કારણભૂત હોવાની ચર્ચાફ્લિપકાર્ટના ગ્રુપ સીઈઓ બિન્ની બંસલ (37)એ રાજીનામું આપ્યું છે.

0
47
news/BUS-LNEWS-HDLN-flipkart-ceo-binny-bansal-resigns-due-to-investigation-gujarati-news-5981391-NOR.html?ref=ht
news/BUS-LNEWS-HDLN-flipkart-ceo-binny-bansal-resigns-due-to-investigation-gujarati-news-5981391-NOR.html?ref=ht

ફ્લિપકાર્ટમાં 77 ટકા હિસ્સો ધરાવનાર વોલમાર્ટે મંગળવારે આ અંગેની માહિતી આપી છે. બિન્નીનું રાજીનામું તાત્કાલિક ધોરણે મંજર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે તેમની પર ખોટો વ્યવહાર કરવા અંગેનો આરોપ લાગ્યો હતો. જેની તપાસ ચાલી રહી હતી.

વોલમાર્ટના જણાવ્યા પ્રમાણે, બંસલે તેમની વિરુદ્ધ તપાસ ચાલી રહી હતી, તે દરમિયાન રાજીનામું આપવા અંગેનો નિર્ણય કર્યો હતો. જોકે તેમણે આરોપોને ખોટા ગણાવ્યા છે. સપ્ટેમ્બરમાં એવા સમાચાર આવ્યા હતા કે બંસલ કંપનીના રોજિંદા કામકાજમાં સક્રિય ભૂમિકા નિભાવી રહ્યાં નથી. આ કારણે ગ્રુપને સીઈઓ બદલવાની જરૂરીયાત લાગી રહી છે.

બિન્નીના નિર્ણયોમાં પારદર્શકતા ન હતીઃ વોલમાર્ટ

આ અંગે કંપનીએ આપેલા નિવેદનમાં એમ જણાવવામાં આવ્યું હતું કે બિન્નીની વિરુદ્ધ જે ફરીયાદ થઈ હતી, તેના સબુત તો ન મળ્યા પરંતુ તેમણે જે નિર્ણયો લીધા હતા, તેમાં પારદર્શકતાની ખામી હતી. આ કારણે તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું. બિન્નીના રાજીનામા બાદ કલ્યાણ કૃષ્ણમૂર્તિ સીઈઓનું પદ સંભાળશે. અનંત નારાયણન મિન્ત્રા અને જબોંગના સીઈઓનું કામ સંભાળશે. તે કલ્યાણ કૃષ્ણમૂર્તિને રિપોર્ટ કરશે.

મેમાં વોલમાર્ટે ફ્લિપકાર્ટમાં હિસ્સો ખરીદ્યો હતો

અમેરિકાની રિટેલ કંપની વોલમાર્ટે મેમાં ફ્લિપકાર્ટના 77 ટકા હિસ્સો 1.07 લાખ કરોડ રૂપિયા (16 અબજ ડોલર)માં ખરીદી હતી. ઓગસ્ટમાં સીસીઆઈની મંજૂરી બાદ ડીલ પુરી થઈ ગઈ. બંન્ની બંસલ અને સચિન બંસલે 2007માં ફ્લિપકાર્ટ શરૂ કરી હતી.

બિન્નીની પત્ની ફ્લિપકાર્ટમાંથી ખરીદી કરતી ન હતી

બિન્ની બંસલે ઓગસ્ટમાં એક પ્રોગ્રામ દરમિયાન જણાવ્યું હતું કે તેમણે બે વખત ગૂગલ પાસેથી નોકરી માંગી હતી. પરંતુ તે રિજેક્ટ થઈ ગયા હતા. બાદમાં તેમણે કઈક મોટું કરવાનું નક્કી કર્યું અને ફ્લિપકાર્ટ બનાવી. તેમણે કહ્યું હતું કે પત્નીને ફ્લિપકાર્ટમાંથી ખરીદી માટે કહેવું તે એમના માટે એક મોટો પડકાર છે. તે દરરોજ બિગબાસ્કેટમાંથી ફળ અને શાકભાજી ખરીદે છે અને હું કહું કે ફ્લિપકાર્ટના નવા ફીચર્સ ટ્રાઈ કરો.