દીપિકા પાદુકોણે લગ્નમાં ખરીદ્યા લાખોનાં ઘરેણાં, ના ચૂકવ્યો એક પણ રૂપિયો

0
74
ENT-BNE-IFTM-is-deepika-padukones-wedding-jewellery-sponsored-gujarati-news-5981735-NOR.html?ref=ht
ENT-BNE-IFTM-is-deepika-padukones-wedding-jewellery-sponsored-gujarati-news-5981735-NOR.html?ref=ht

દીપિકા પાદુકોણ તથા રણવિર સિંહના કોંકણી વિધિથી લગ્ન થઈ ચૂક્યા છે. 14 નવેમ્બરના રોજ બંનેએ કોંકણી વિધિથી લગ્ન કર્યાં હતાં. ચાહકોના મનમાં એમ હશે કે દીપિકા-રણવિરે લગ્નમાં પાણીની જેમ પૈસા વાપર્યાં હશે. જોકે, આ વાત તદ્દન સાચી નથી. દીપિકા-રણવિરને લગ્નના સ્થળથી લઈ જ્વેલરી, આઉટફિટ સહિતની બાબતો તદ્દન મફતમાં અથવા તો બાર્ટર સિસ્ટમથી મળે છે. દીપિકાનાં લગ્નની જ્વેલરી આ જ રીતે લેવામાં આવી છે.

તનિષ્કમાંથી ખરીદી 60 લાખની જ્વેલરીઃ
મુંબઈના અંધેરીમાં આવેલા તનિષ્કના શો-રૂમમાંથી દીપિકાએ 60 લાખ રૂપિયાની જ્વેલરી ખરીદી હોવાનું માનવામાં આવે છે. દીપિકા તનિષ્કની બ્રાન્ડ એમ્બેસડર છે. દીપિકા એક બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે પાંચથી 10 કરોડ રૂપિયા ફી લે છે. આથી માનવામાં આવે છે કે તનિષ્કે દીપિકાને 60 લાખની જ્વેલરી ગિફ્ટમાં આપી છે.

તનિષ્ક સાથે કરી બાર્ટર ડિલઃ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દીપિકા પાદુકોણે પોતાના લગ્નની જ્વેલરી તનિષ્કના શો-રૂમમાંથી ખરીદી છે. ઉલ્લેખનીય છે કે દીપિકા તનિષ્કની બ્રાન્ડ એમ્બેસેડર છે. આથી જ માનવામાં આવે છે કે દીપિકા તથા તનિષ્કે બાર્ટર ડિલ કરી છે. બાર્ટર ડિલમાં દીપિકા તનિષ્કની કોઈ જાહેરાત મફતમાં કરી આપે તેમ માનવામાં આવે છે.

વિવિધ રીતે બ્રાન્ડને કરે છે પ્રમોટઃ
2015થી દીપિકા પાદુકોણ તનિષ્કની બ્રાન્ડ એમ્બેસડર છે. જે હેઠળ તે ટીવી સીરિયલ્સ તથા પ્રિન્ટ એડ્સ કરે છે. આટલું જ નહીં દીપિકા જ્યારે પણ કોઈ ઈવેન્ટ્સમાં જાય ત્યારે તનિષ્કના જ ઓર્નામેન્ટ્સ પહેરીને બ્રાન્ડને પ્રમોટ કરે છે.