ENG vs SL 1st Test Match: ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે, જેમાં પ્રથમ મેચ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચના બીજા દિવસના અંતે યજમાન ટીમ ઈંગ્લેન્ડે તેની પ્રથમ ઈનિંગમાં 6 વિકેટ ગુમાવીને 259 રન બનાવ્યા હતા અને પ્રથમ દાવના આધારે તેની પાસે 23 રનની લીડ હતી. બીજા દિવસની રમતમાં ઈંગ્લેન્ડના હેરી બ્રૂકે 56 રનની શાનદાર ઈનિંગ જોવા મળી હતી, પરંતુ શ્રીલંકન ટીમના લેફ્ટ આર્મ સ્પિન બોલર પ્રભાત જયસૂર્યાએ આક્રમક અંદાજ સાથે તેને ક્લિન બોલ્ડ કર્યો હતો. જેનાથી બ્રુકની સાથે મેદાન પર હાજર તમામ ખેલાડીઓ ગભરાઈ ગયા હતા. માન્ચેસ્ટર ટેસ્ટ મેચના બીજા દિવસે હેરી બ્રુકે ખૂબ જ સારી બેટિંગ કરી હતી, જેમાં તેણે 72 બોલમાં 56 રન બનાવ્યા હતા. જો કે, તેની ઈનિંગ્સનો 73મો બોલ તેના સમજણ બહાર રહેતાં સીધો ક્લિન બોલ્ડ થયો હતો. પ્રભાત જયસૂર્યાએ આ બોલને મિડલ સ્ટમ્પની લાઇન પર ફેંક્યો હતો, જેના પર બ્રુક બોલની લાઇનમાં આવ્યો હતો અને ક્રિઝની અંદર જઈને તેનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પિચ પર ટપ્પો પડી બોલ ઝડપથી ઉછળ્યો હતો અને સ્ટમ્પ પર બોલ્ડ થયો હતો. બ્રુક આશ્ચર્ય સાથે પીચને જોતો રહ્યો, આ નજારો જોતાં ચાહકોને કોહલીની બોલિંગ યાદ આવી હતી.
Take a bow Prabath Jayasuriya 🤩
— Mr. Ali shaikh (@MrAlishaikh7) August 22, 2024
What a delivery to remove Harry Brook for 56 👏 #ENGvsSL #TestCricket pic.twitter.com/1VlYJsZ1Kw