Amazon.in દ્વારા આજે કરવામાં આવેલી જાહેરાત અનુસાર ગુજરાત અને અમદાવાદમાં હોમ, કિચન અને આઉટડોર બિઝનેસમાં વાર્ષિક ધોરણે 30%ની વૃદ્ધિ થવાની સાથે-સાથે સમગ્ર ભારતના આ સૌથી વિશ્વસનીય ઑનલાઇન ડેસ્ટિનેશન પર ખરીદી કરનારા નવા ગ્રાહકોમાં આશરે 20% વૃદ્ધિ થઈ છે. આ પ્રદેશમાં સ્પોર્ટ્સ અને ફિટનેસને લગતી પ્રોડક્ટ્સની માંગમાં 20%નો વધારો જોવા મળ્યો છે. ગુજરાતમાં સૌથી લોકપ્રિય રમત ક્રિકેટ હોવાથી ક્રિકેટ સંબંધિત ચીજવસ્તુઓમાં વાર્ષિક ધોરણે 60% વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત,ગ્રાહકો ફિટનેસ હવે અને માઇન્ડફુલનેસ માટે યોગ તરફ વધુને વધુ વળી રહ્યા હોવાથી, સમગ્ર રાજ્યમાં યોગ માટે આવશ્યક ચીજોની માંગમાં વાર્ષિક ધોરણે 40% વૃદ્ધિ થઈ છે. એમેઝોન ઇન્ડિયાના હોમ, કિચન એન્ડ આઉટડોર વિભાગના ડાયરેક્ટર કે. એન. શ્રીકાંતે આ પ્રસંગે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, “Amazon.in ખાતે અમે અમારા મૂલ્યવાન ગ્રાહકોએ અમારા પર નિરંતર મૂકેલા વિશ્વાસથી કૃતજ્ઞ છીએ અને ભારતની સૌથી વિશ્વસનીય, મનપસંદ અને ગ્રાહકોના પ્રિય ઑનલાઇન માર્કેટપ્લેસ તરીકે અમે મેળવેલી સ્થિતિને વધુ મજબૂત બનાવી રહ્યાં છીએ. ‘હર મુસ્કાન કી અપની દુકાન’ બનવાની અમારી પ્રતિબદ્ધતા ટોચની બ્રાન્ડની પ્રોડક્ટ્સની વિશાળ રેન્જમાં વિવિધ પ્રાઇસ પોઇન્ટ્સ પર અવરોધરહિત ગ્રાહક અનુભવો પૂરા પાડવા માટે અમને પ્રેરિત કરે છે. અમદાવાદ અમારા માટે વિશેષ મહત્વ ધરાવે છે અને Amazon.inના હોમ અને કિચન એક્સપિરિયન્સ એરેનાને શહેરમાં રજૂ કરવા બદલ અમે રોમાંચિત છીએ. તહેવારોની આગામી સિઝન માટે હવે અમે તૈયારી કરી રહ્યા હોવાથી સુંદર રાજ્ય ગુજરાત અને બાકીના સમગ્ર ભારતમાં અમારા બ્રાન્ડ પાર્ટનરો, સેલર્સ અને ગ્રાહકોને આનંદ આપતી સેવાઓ પૂરી પાડવા બદલ અમે રોમાંચિત છીએ.”