
રેમન્ડ લિમિટેડના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર ગૌતમ સિંઘાનિયાએ નવી મુંબઈના ઉલ્વેમાં શ્રી ભગવાન વેન્કટેશ્વર મંદિરનો ઓર્નામેન્ટલ શિલાન્યાસ કર્યો છે. આ કાર્યક્રમમાં તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (ટીટીડી)ના એક્ઝિક્યુટીવ ઓફિસર શ્રી જે. શ્યામલા રાવ, આઈએએસ અને ટીટીડીના એડિશનલ એક્ઝિક્યુટીવ ઓફિસર શ્રી સીએચ વેન્કૈયા ચૌધરી, આઈઆરએસ પણ ઉપસ્થિત રહ્યા હતા.રેમન્ડે તરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (ટીટીડી)ની સાથે મળી ગયા વર્ષે આ મંદિર માટે ભૂમિ પૂજન સમારંભનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું.સમારંભમાં માહિતી આપતા શ્રી ગૌતમ સિંઘાનિયાએ કહ્યું કે, “અમને નવી મુંબઈમાં શ્રી ભગવાન વેન્કટેશ્વર મંદિરનો આધારશિલા કરવાનું સૌભાગ્ય મળ્યું છે. આ એક એવો પ્રોજેક્ટ છે કે જે આ ક્ષેત્રના ભક્તો માટે અત્યંત સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. આ મંદિર ભારતના સમૃદ્ધ ધાર્મિક વારસાના સંરક્ષણ અને પોષણ પ્રત્યે અમારી પ્રતિબદ્ધતાનું ઉત્તમ પ્રમાણ છે. અમે તેને પૂરા કરવા પ્રાથમિકતા આપશે અને આ બાબત સુનિશ્ચિત કરશે કે ભવિષ્યમાં આ પૂજા અને સમુદાયિક સમારંભ માટે એક પ્રતિષ્ઠિત કેન્દ્ર બની જશે.”આ મંદિર મહારાષ્ટ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલ 10 એકરના પ્લોટ પર તૈયાર કરવામાં આવશે, જે આ વિસ્તારમાં એક મહત્વનું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વૃદ્ધિનું પ્રતીક હશે. આ મંદિર ભારતના પશ્ચિમી ભાગમાં ભગવાન વેન્કટેશ્વર બાલાજીના એવા ભક્તોની સેવા માટે તૈયાર કરવામાં આવેલ છે કે જે આંધ્ર પ્રદેશના તિરુપતિ મંદિરમાં દર્શન કરી શકતા નથી. માટે આગામી આંતરરાષ્ટ્રીય એરપોર્ટની નજીક ઉલ્વેમાં સ્થિત સ્થાનને એક ઉપયુક્ત સ્થાન સ્વરૂપમાં પસંદ કરવામાં આવેલ.