– ઉત્તર કેલોફોર્નિયામાં આગથી 12 હજારથી વધુ ઈમારત ખાખ થઈ
– રાષ્ટ્રપતિ ટ્રમ્પ શનિવારે પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે
વોશિંગ્ટન: અમેરિકાના કેલિફોર્નિયાના જંગલોમાં ભડકેલી આગમાં અત્યારસુધી 63 લોકોના મોત થયા છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં અંદાજે 12 ઈમારોત બળીને ખાખ થઈ ગઈ છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે 631 લોકો ગુમ છે. આગથી થયેલા નુકસાનનો એ રીતે મેળવી શકાય છે કે, પેરાડાઈઝ શહેર સમગ્ર રીતે બરબાદ થઈ ગયું છે. અધિકારીઓનું કહેવું છે કે, હવે શહેરને ફરી વસાવવામાં ઘણાં વર્ષો લાગી શકે છે.
સ્પીડમાં પવન ફૂંકાતો હોવાથી નવા વિસ્તારોમાં ફેલાઈ રહી છે આગ
– સમગ્ર વિસ્તારમાં આગને કાબુમાં લેવા માટે 9400 ફાયર બ્રિગેડની ટીમ તહેનાત કરવામાં આવી છે. સ્પીડમાં પવન ફૂંકાવાના કારણે આગ ઝડપથી નવા વિસ્તારોમાં ફેલાઈ રહી છે. ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના પ્રમુખ બ્રોક લોન્ગે જણાવ્યું કે, પેરાડાઈઝ માટે આ સૌથી મોટું ડિઝાસ્ટર છે.
– ગુમ થયેલા લોકોને શોધવા માટે ફોરેન્સિક ટીમ, સેના અને ડોગ સ્કોવડની મદદ લેવામાં આવી રહી છે. સર્ચ ઓપરેશનમાં પણ ઘણાં સપ્તાહનો સમય થવાની શક્યતા છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શનિવારે પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવાના છે.
ત્રણ દિવસમાં ગુમ થયેલા લોકોની સંખ્યા બમણી થઈ
– બે દિવસ પહેલાં જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં અંદાજે 300 લોકો ગુમ થયા હોવાની વાત સામે આવી હતી. જ્યારે ગુરુવારે નવા લિસ્ટ પ્રમાણે 631 લોકો ગુમ હોવાનું કહેવામાં આવ્યું છે. બટ કાઉંટીનમા શેરિફ કોરી હોનેએ જણાવ્યું કે, તેનું કારણ અધિકારીઓ તરફથી કરવામાં આવતી સઘન તપાસ છે.
– 8 નવેમ્બરે આગ શરૂ થયા પછી જેટલા લોકોએ ઈમરજન્સી સર્વિસને ફોન લગાવ્યો તેમની તપાસ પછી નવું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. હોનેએ કહ્યું છે કે, આગામી દિવસોમાં ગુમ થયેલા લોકોની સંખ્યામાં વધુ વધારો થઈ શકે છે.
ફાયર બ્રિગેડે 40 ટકા આગ પર કાબુ મેળવ્યો
કેલિફોર્નિયાના ફાયર બ્રિગેડ વિભાગના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી 40 ટકા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. ઓફિસરોનું કહેવું છે કે, ઓપરેશન ખૂબ ઝડપથી ચલાવવામાં આવતું હોવા છતાં હજી સંપૂર્ણ પણે આગ પર કાબુ મેળવી શકાયો નથી. આગના કારણે 1,45,000 એકર વિસ્તાર બરબાદ થઈ ગયો છે.