અગ્રણી લિસ્ટેડ ફિનટેક કંપની, ઈન્ફિબીમ એવન્યુઝ લિમિટેડને (BSE: 539807, NSE: INFIBEAM) તેના યુટિલિટી પેમેન્ટ પ્લેટફોર્મ, બિલએવેન્યુ અને ભારતીય સરકાર દ્વારા સંચાલિત મોબાઇલ પેમેન્ટ એપ, BHIM વચ્ચે એક મહત્વપૂર્ણ ભાગીદારીની જાહેરાત કરીને ગર્વ થઇ રહ્યો છે. બિલએવેન્યુ હવે BHIM એપના લાખો વપરાશકર્તાઓ માટે હવે પ્રીપેડ મોબાઇલ રિચાર્જ શક્ય બનાવશે, તેથી આ ભાગીદારી એક મહત્વપૂર્ણ ઉપલબ્ધી છે.BHIM એપના વપરાશકર્તાઓ BHIM એપ પ્લેટફોર્મ પર પ્રથમ વખત પ્રીપેડ મોબાઇલ રિચાર્જ કરી શકશે. અત્યાર સુધી, BHIM એપમાં પોસ્ટ-પેઇડ મોબાઇલ બિલ માટે મોબાઇલ બિલની ચુકવણીના વિકલ્પો હતા.પ્રીપેડ મોબાઇલ રિચાર્જને સક્ષમ કરવા ઉપરાંત, બિલએવેન્યુ ઇન્ફીબીમ એવેન્યુ લિમિટેડની અગ્રણી પેમેન્ટ બ્રાન્ડ- CCAvenue પેમેન્ટ ગેટવેમાં ચુકવણીના વિકલ્પ તરીકે BHIM (ભારત ઇન્ટરફેસ ફોર મની) ને સમાવિષ્ટ કરશે. આ એકીકરણ ખાતરી કરે છે કે CCAvenue પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કરતા અસંખ્ય વેપારીઓ માટે BHIM, ચુકવણીના એક અલગ માધ્યમ તરીકે દર્શાવવામાં આવે. પરિણામે, BHIM ના વપરાશકર્તાઓ અને CCAvenue નો ઉપયોગ કરતા વેપારીઓ, બંનેને CCAvenue ચેકઆઉટ પર BHIM મારફત પ્રત્યક્ષ ચુકવણીની સુવિધાનો લાભ મળશે.બિલએવેન્યુના ચીફ બિઝનેસ ઓફિસર શ્રી વિવેક પટેલે આ ભાગીદારી પર ટિપ્પણી કરતા કહ્યું, “BHIM સાથેની આ ભાગીદારી અમારા બિલ પેમેન્ટ્સ અને પ્રીપેડ મોબાઈલ રિચાર્જની સેવાઓની શ્રેષ્ઠતા દર્શાવે છે. આ ભાગીદારી અમારા માટે એક મોટી સિદ્ધિ છે, જે BHIM ના લાખો વપરાશકર્તાઓને ઍક્સેસ પ્રદાન કરવાની સાથે અમારા ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં નોંધપાત્ર વધારા માટે તૈયાર છે. આવા જોડાણો આપણને નવી ઊંચાઈઓ હાંસલ કરવા અને આપણા વિકાસના માર્ગને જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.”BHIM (NBSL) ના ચીફ બિઝનેસ ઓફિસર શ્રી રાહુલ હાંડાએ ભારતમાં કેશલેસ ટ્રાન્ઝેક્શનની સુવિધા પ્રદાન કરવામાં BHIMની ભૂમિકા પર ભાર મૂકતા તેમનો ઉત્સાહ વ્યક્ત કર્યો. પ્રીપેડ મોબાઈલ રિચાર્જ સાથે, અમે રોજિંદી નાણાકીય પ્રવૃત્તિઓમાં BHIM ની ભૂમિકાને પ્રબળ બનાવીને, વપરાશકર્તાઓ માટે તેમની ચૂકવણીઓ એક જ સ્થાને સંચાલિત કરવાનું સરળ બનાવવા માંગીએ છીએ.બિલએવેન્યુ એ RBI દ્વારા પૂરા પાડવામાં આવેલ કાયમી BOU અને COU લાઇસન્સનો એકમાત્ર ધારક છે.