ભારતની અગ્રણી હાઉસિંગ ફાઇનાન્સ કંપની પીએનબી હાઉસિંગ ફાઇનાન્સે, તેના સીએસઆર વિભાગ પેહેલ ફાઉન્ડેશન દ્વારા નિરામય ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી પેહેલ કૉમ્પ્યુટર લેબ્સનું ઉદ્ઘાટન કર્યું છે. અમદાવાદ અને સુરતની સરકારી નર્સિંગ કોલેજોમાં સ્થપાયેલી અત્યાધુનિક કૉમ્પ્યુટર લેબ્સનો હેતુ નર્સિંગના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીમાં ડિજિટલ સાક્ષરતા વધારવાનો છે. આ સુવિધાઓ બંને કોલેજો મળીને 1000થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને નર્સિંગ શિક્ષણ અને સંશોધનને પ્રોત્સાહન આપવા માટે ઓનલાઇન અભ્યાસ સામગ્રી, સંદર્ભો, એસાઇન્મેન્ટ્સ અને પ્રોજેક્ટ્સમાં મદદ કરશે.શીખવા માટે અનુકૂળ વાતાવરણ ઊભું થાય અને નર્સિંગ ક્ષેત્રે શિક્ષણ અને સંશોધનને નોંધપાત્ર રીતે પ્રોત્સાહન મળે એ માટે આ લેબ્સ કૉમ્પ્યુટર્સ, પ્રિન્ટર્સ અને હાઇ-સ્પીડ ઇન્ટરનેટ કનેક્શન્સ જેવી અદ્યતન ટેકનોલોજી અને ઉપકરણો સહિત આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ છે.પહેલ પર ટિપ્પણી કરતાં, પીએનબી હાઉસિંગ ફાઇનાન્સના એમડી અને સીઇઓ શ્રી ગિરીશ કૌસગીએ જણાવ્યું હતું કે, “શિક્ષણ એ પેહેલ ફાઉન્ડેશનના મુખ્ય કાર્યક્ષેત્રો પૈકીનું એક છે અને અમારી પહેલનો હેતુ વિવિધ પ્રદેશોમાં ખાસ લક્ષ્ય સાથેના સહાય કાર્યક્રમો મારફતે શૈક્ષણિક ગુણવત્તા સુધારવાનો અને શિક્ષણની સુલભતા વધારવાનો છે. નિરામય ચેરિટેબલ ટ્રસ્ટ સાથેની અમારી ભાગીદારી નર્સિંગ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને નવીનતમ અભ્યાસ સામગ્રી ઓનલાઈન મેળવવામાં મદદ કરશે અને તેમની ડિજિટલ સાક્ષરતા મજબૂત બનશે. અમે માનીએ છીએ કે આ પહેલ દેશના સાતત્યભરી વૃદ્ધિને પ્રોત્સાહન આપશે.” નિરામય ચેરિટેબલ ટ્રસ્ટના પ્રોગ્રામ ડિરેક્ટર ડૉ. હરિપ્રકાશ હડિઆલ અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. અપૂર્વ રત્નુએ ઉમેર્યું કે, “પેહેલ કૉમ્પ્યુટર લેબ્સ શરૂ કરવાની આ નવી પહેલમાં સમર્થન અને સહયોગ બદલ અમે પીએનબી હાઉસિંગ ફાઇનાન્સના આભારી છીએ. નર્સિંગના વિદ્યાર્થીઓ તેમની ભાવિ આકાંક્ષાઓ પૂરી કરે અને જીવનમાં તેમને લાભ થાય એ માટે આ ભાગીદારી મારફતે અમે સાથે કામ કરવા આતુર છીએ.”પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ અને પેહેલ ફાઉન્ડેશન વ્યક્તિઓ અને સમુદાયોને સશક્ત બનાવે તેમજ બધા માટે ઉજ્જવળ અને વધુ સમાવિષ્ટ ભવિષ્યને પ્રોત્સાહન આપે એવી શૈક્ષણિક પહેલોને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છે.