Tuesday, December 3, 2024
HomeGujaratકચ્છના સૌથી મોટા ડિમોલેશનમાં ૬૦૦ થી વધુ દબાણો દુર કરાયા , 5000થી...

કચ્છના સૌથી મોટા ડિમોલેશનમાં ૬૦૦ થી વધુ દબાણો દુર કરાયા , 5000થી વધુ શ્રમિક પરિવારના ઝૂંપડા તોડી પડાતાં બેઘર થયા

Date:

spot_img

Related stories

અંકલેશ્વર GIDCમાં મોટી દુર્ઘટના, કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા વખતે બ્લાસ્ટ...

ભરૂચની અંકલેશ્વર GIDCમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં ચાર...

આઈકૂ એ ભારતમાં લોન્ચ કર્યો સૌથી ઝડપદાર સ્માર્ટફોન, આઈકૂ 13

હાઈ-પરફોર્મન્સ સ્માર્ટફોન બ્રાન્ડ આઈકૂ એ આજે ભારતમાં સૌથી ઝડપી...

જ્યારે જાયન્ટ્સ ભારતમાં ફરતા હતા: રણવિજય મિસ્ટ્રી હન્ટરમાં દેશની...

આ સપ્તાહનું મિસ્ટ્રી હંટર દર્શકોને ભારતના પ્રાગૈતિહાસિક ભૂતકાળમાં લઈ...

અમદાવાદની કિડની હોસ્પિટલમાં હોબાળો: સ્ટાફ નર્સની ભરતી પહેલા નિમણૂકની...

થોડા સમય પહેલા જ અમદાવાદની કિડની હોસ્પિટલમાં સ્ટાફ નર્સ...

જામનગર જીલ્લામાં વીજતંત્ર દ્વારા ફરીથી વીજ ચેકિંગની કાર્યવાહી :...

જામનગર શહેરમાં તેમજ લાલપુર અને જામજોધપુર પંથકમાં પખવાડિયાના વિરામ...

કેરળમાં બસ સાથેની ટક્કરમાં કારનું કચ્ચરઘાણ, MBBS ભણતાં 5...

કેરળમાં ગઈકાલ મોડી રાત્રે ભીષણ અકસ્માત સર્જાતાં એમબીબીએસનો અભ્યાસ...
spot_img

ગાંધીધામ: દેશ વિદેશમાં જાણીતા અને નામના ધરાવતા કંડલા પોર્ટ આસપાસ દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા આજરોજ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. કચ્છના સૌથી મોટા ડિમોલેશનમાં ૬૦૦ થી વધુ દબાણો દુર કરાયા હતા. આ દબાણો દુર થતાં અંદાજીત ૪૦૦ કરોડની જમીન દબાણ મુક્ત થઈ છે. નવા કંડલાના બન્ના વિસ્તાર ઉપરાંત જૂના કંડલાના ઇફકો ઝૂંપડા તરીકે ઓળખાતા વિસ્તારમાં અઢી કિલોમીટરમાં પથરાયેલા દબાણો દૂર થયા બાદ પાંચ હજારથી વધુ શ્રમિક પરિવાર બેઘર બન્યા છે. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તેમજ એસ.આર.પી.નો કાફલો તૈનાત રાખવામાં આવ્યો હતો. દબાણકારોને વખતોવખત નોટીસો પાઠવાઈ હતી તેમ છતાં નોટીસોની અવગણના કરાતા આજે વહેલી પરોઢે દીન દયાળ પોર્ટ ઓથોરીટી દ્વારા બુલડોઝર સહિતના સાધનો સાથે દબાણો દુર કરવાની કામગીરી કરાતા ફફડાટ મચી ગયો હતો. સમુદ્ર ખાડીને સમાંતર કોસ્ટલ લેન પર અંદાજે ૨૦૦ એકર જમીન પર પોર્ટ પ્રશાસન દ્વારા ૬૦૦ જેટલા ઝુંપડા હટાવાયા હતા. ચાર પાંચ દાયકાથી ૨૦૦ એકર જમીનમાં આ દબાણ પથરાયેલું હતું. દબાણ હટાવવાની કામગીરીમાં પોર્ટ પ્રશાસન ઉપરાંત સીઆઈએસએફના ૨૦૦ કર્મચારીઓ અને સાડા પાંચસો જેટલા પોલીસ કર્મચારીઓ, પચ્ચીસેક જેસીબી, બાર જેટલા હિટાચી હાઈડ્રા મશીન, કાટમાળ હટાવવા ૨૦૦ જેટલી ટ્રકો અને ડમ્પરોની મદદ લેવાઈ હતી.આ અંગે મળતી માહિતી મુજબ લગભગ ૫૦ વર્ષથી પણ વધુ સમયથી માછીમારી કરતાં લોકો કંડલામાં વસવાટ કરે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં ગુનાખોરી વધી હતી. તંત્રના જણાવ્યા મુજબ પોર્ટ સુરક્ષા, રાષ્ટ્રીય સુરક્ષા અને અને કોસ્ટલ સુરક્ષાને ધ્યાનમાં રાખી આ કામગીરી કરવામાં આવી હતી.

આમ તો વર્ષોથી દબાણ હટાવવા માટે નોટિસો, બેઠકોનો દોર ચળેલો છે. પરંતુ છેલ્લા ૬-૮ મહિનાથી આ કામગીરી વધુ સખત બનાવવામાં આવી હતી. જેમાં સ્થાનિકોને સ્વેચ્છાએ દબાણ હટાવવા નોટિસ આપવામાં આવી હોવા છતાં દબાણ હટાવવામાં ન આવતા ૩ દિવસ પહેલા આખરી નોટિસ આપવામાં આવી હતી અને બુધવારે બાળકો, વૃદ્ધો અને મહિલાઓ સલામત સ્થળે ખસી જાઓ તેવી એનાઉન્સમેન્ટ પણ કરવામાં આવી હતી. છતા દબાણકારો ન હટતા ગુરુવારે સવારે ૫ વાગ્યે બુલડોઝરનો મોટો કાફલો લઈ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં કાચા બાંધકામ અને ઝોપડીઓ મળી કુલ ૬૦૦ થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. નવા કંડલાના બન્ના વિસ્તાર ઉપરાંત જૂના કંડલાના ઇફકો ઝૂંપડા તરીકે ઓળખાતા વિસ્તારમાં આ કામગીરી કરાઇ હતી. આ બંને વિસ્તારોમાં મળી કુલ ૬૦૦થી વધુ દબાણ હટાવવામાં આવ્યા હોવાનો દાવો કરાયો હતો. આ અંગે સ્થાનિકેથી એવું જાણવા મળ્યું હતું કે, વર્ષ ૧૯૯૮ના વાવાઝોડા સમયે અને તે બાદના અમુક સમય સુધી આ વિસ્તારમાં માંડ ૫૦-૬૦ જેટલા ઘરો હતા પરંતુ તે બાદ અચાનક અહી દબાણનો રાફડો ફાટયો હતો અને નવલખી વિસ્તાર બાજુના લોકો અહી આવી વસવાટ કરવા લગતા ૬૦૦થી વધુ ઝૂપડા બંધાઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ પોર્ટને ૬૦ વર્ષ થયા પણ સ્થાનિકો અહી ૧૦૦ વર્ષથી પણ વધુ સમયથી અહી વસવાટ કરે છે. અત્યારે જ્યાં પોર્ટ છે ત્યાં સ્થાનિકો રહેતા હતા પરંતુ ત્યાં પોર્ટ બનાવવાની વાત આવતા ત્યાંથી ખસી જીરો પોઈન્ટ પાસે રહેવા આવ્યા હતા ત્યાં પણ વિકાસ કામ કરતાં અંદાજિત ૫૦ વષથી હાલના બન્ના વિસ્તારમાં લોકો રહેવા આવ્યા હતા. ખારીરોહર અને તુણામાં અહીથી જ લોકો ગયા છે અને વસવાટ કરી માછીમારી કરે છે. સ્થાનિક લોકો અહીના જ છે છતાં તેમને ઉધોગપતિઓના ઇશારે બળજબરીથી ટાર્ગેટ કરી હટાવવામાં આવ્યા હોવાના આક્ષેપો કરી સ્થાનિકોએ તેમના માટે કોઈપણ પ્રકારની તંત્રએ વૈકલ્પિક વ્યવસ્થા ન કરી હોવાના આક્ષેપો પણ કર્યા હતા. સવારથી ભૂખ્યા બેઠા હોવા છતાં પરિવાર વચ્ચે એક માત્ર બિસ્કિટનો પેકેટ અપાયો હોવાની વાત પણ સ્થાનિકોએ કરી હતી.

અંકલેશ્વર GIDCમાં મોટી દુર્ઘટના, કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા વખતે બ્લાસ્ટ...

ભરૂચની અંકલેશ્વર GIDCમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં ચાર...

આઈકૂ એ ભારતમાં લોન્ચ કર્યો સૌથી ઝડપદાર સ્માર્ટફોન, આઈકૂ 13

હાઈ-પરફોર્મન્સ સ્માર્ટફોન બ્રાન્ડ આઈકૂ એ આજે ભારતમાં સૌથી ઝડપી...

જ્યારે જાયન્ટ્સ ભારતમાં ફરતા હતા: રણવિજય મિસ્ટ્રી હન્ટરમાં દેશની...

આ સપ્તાહનું મિસ્ટ્રી હંટર દર્શકોને ભારતના પ્રાગૈતિહાસિક ભૂતકાળમાં લઈ...

અમદાવાદની કિડની હોસ્પિટલમાં હોબાળો: સ્ટાફ નર્સની ભરતી પહેલા નિમણૂકની...

થોડા સમય પહેલા જ અમદાવાદની કિડની હોસ્પિટલમાં સ્ટાફ નર્સ...

જામનગર જીલ્લામાં વીજતંત્ર દ્વારા ફરીથી વીજ ચેકિંગની કાર્યવાહી :...

જામનગર શહેરમાં તેમજ લાલપુર અને જામજોધપુર પંથકમાં પખવાડિયાના વિરામ...

કેરળમાં બસ સાથેની ટક્કરમાં કારનું કચ્ચરઘાણ, MBBS ભણતાં 5...

કેરળમાં ગઈકાલ મોડી રાત્રે ભીષણ અકસ્માત સર્જાતાં એમબીબીએસનો અભ્યાસ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here