– ઈડીએ મુંબઈની સ્પેશિયલ કોર્ટથી મેહુલને ભાગેડુ જાહેર કરવાની માગણી કરી છે
મુંબઈ: પીએનબી ફ્રોડમાં આરોપી મેહુલ ચોક્સીએ આગામી ત્રણ મહિના સુધી ભારત આવવાની ના પાડી દીધી છે. ચોકસીને ભાગેડુ જાહેર કરવાની માંગણી વિશે દાખલ કરવામાં આવેલી અરજી વિશે મુંબઈની કોર્ટમાં સોમવારે સુનાવણી થઈ હતી. આ દરમિયાન મેહુલના વકીલે કહ્યું કે, ચોક્સી યાત્રા કરવા માટે સંપૂર્ણ સ્વસ્થ નથી. તેથી કોર્ટ વીડિયો કોન્ફરન્સ દ્વારા તેમનું નિવેદન નોંધી શકે છે.
વકીલે કહ્યું કે, ચોક્સીનું નિવેદન નોંધવા માટે ઈડીના ઓફિસર એન્ટીગુઆ પણ જઈ શકે છે અથવા તેનું સ્વાસ્થય સારુ થાય અથવા ત્રણ મહિના સુધી રાહ જોઈ શકે છે. તો મેહુલ ચોકસી સાજો થઈને પોતાનું નિવેદન નોંધાવા જાતે જ કોર્ટમાં આવશે. પીએનબી કૌભાંડમાં મેહુલ વિરુદ્ધ સીબીઆઈ અને ઈડી તપાસ કરી રહી છે. ઈડીએ મુંબઈની સ્પેશિયલ કોર્ટમાં અરજી કરીને મેહુલને ભાગેડુ જાહેર કરવાની અરજી કરી છે.