રેવન્યૂ સેક્રેટરી અઢિયા નવેમ્બરમાં રિટાયર થશે, નવા ફાયનાન્સ સેક્રેટરી તરીકે UIDAIના CEOનું નામ ચર્ચામાં

0
64
/news/NAT-HDLN-revenue-secretary-hasmukh-adhia-will-retire-on-november-gujarati-news-5982889-NOR.html?ref=ht
/news/NAT-HDLN-revenue-secretary-hasmukh-adhia-will-retire-on-november-gujarati-news-5982889-NOR.html?ref=ht

રેવન્યૂ સેક્રેટરી પદેથી હસમુખ અઢિયા 30 નવેમ્બરે રિટાયર થાય છે
નવા રેવન્યૂ સેક્રેટરી પદે ગિરિશચંદ્ર મૂર્મુ અને અજય ભૂષણ પાંડેનું નામ ચર્ચામાં.
અજય ભૂષણના નામની જાહેરાત ટૂંક સમયમાં થાય તેવી શક્યતા
નોટબંધી અને GSTમાં હસમુખ અઢિયાનો મહત્વનો રોલ
નેશનલ ડેસ્કઃ રેવન્યૂ સેક્રેટરી હસમુખ અઢિયાનો કાર્યકાળ નવેમ્બરમાં પૂરો થઈ રહ્યો છે. ત્યારે તેમના સ્થાને કોણ તે એક મહત્વનો સવાલ થઈ રહ્યો છે. અત્યાર સુધી 1985 ગુજરાત બેચના IAS અધિકારી ગિરિશચંદ્ર મૂર્મુનું નામ ચર્ચાતું હતું. જો કે હવે કોઈ કારણસર તેમની જગ્યાએ UIDAIના CEO અજય ભૂષણ પાંડેનું નામ ચર્ચાઈ રહ્યું છે.

દેશની મહત્વની સંસ્થા CBI, RBI અને ફાયનાન્સ મિનિસ્ટ્રીમાં ગુજરાત કેડરના અધિકારીઓના વિવાદથી મોદીની મુશ્કેલી વધી છે. ત્યારે દેખાતાં આવા વિવાદને ભવિષ્યમાં ટાળવા દેશની ઉચ્ચ સંસ્થાનોમાં ગુજરાત કેડરના અધિકારીઓને ન ગોઠવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. જે અંતર્ગત 1985ના ગુજરાત બેચના અધિકારી જીએસ મૂર્મુનું નામ નાણા સચિવ તરીકે કપાય શકે છે.

રેવેન્યૂ સેક્રેટરી પદે અજય ભૂષણનું નામ ચર્ચામાં

– યુનીક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાના CEO અજય ભૂષણ પાંડે નવા રેવેન્યૂ સેક્રેટરી બની શકે છે.
– અજય ભૂષણ, હસમુખ અઢિયાની જગ્યા લેશે તેવી ચર્ચા ચાલી રહી છે.
– હસમુખ અઢિયાનો કાર્યકાળ 30 નવેમ્બરને પૂર્ણ થઈ રહ્યો છે.
– 1981 બેચના IAS અધિકારી હસમુખ અઢિયા એક વર્ષ પહેલાં રેવેન્યૂ સેક્રેટરી બન્યાં હતા.
– હસમુખ અઢિયા વડાપ્રધાન મોદીના ઘણાં નજીકના માનવામાં આવે છે.

કોણ છે અજય ભૂષણ પાંડે

– UIDAI ચીફ અજય ભૂષણ પાંડે 1984ની બેચના IAS અધિકારી છે.
– મહારાષ્ટ્ર કેડરના ભૂષણ 2010થી UADAI માટે કામ કરી રહ્યાં છે.

એક વર્ષ પહેલાં ચાર્જ સંભાળ્યો હતો અઢિયાએ

– હસમુખ અઢિયા વર્તમાનમાં દેશના નાણા સચિવ છે. તેઓની 2014માં કેબિનેટની નિયુક્તિ સમિતિએ સંઘ નાણાકીય સેવા સચિવ તરીકે નિયુક્ત કર્યાં હતા.
– અઢિયાએ 3 નવેમ્બર, 2014નાં રોજ પદ સંભાળ્યું હતું જે બાદ અઢિયાને સંઘ રાજસ્વ સચિવ નિયુક્ત કરી દીધાં હતા. જે કારણે તેઓએ 31 ઓગસ્ટ, 2015નાં રોજ સંઘ નાણાકીય સેવા સચિવ પદેથી રાજીનામું આપ્યું હતું.
– અઢિયાને સપ્ટેમ્બર 2017માં અશોક લવાસા રિટાયર્ડ થતાં નાણા સચિવ બનાવવામાં આવ્યાં હતા.
– દેશમાં લાગુ થયેલાં GST અને નોટબંધીનું મોડલ તૈયાર કરવામાં હસમુખ અઢિયાનો મહત્વનો રોલ હતો.