જેમની પાસે છુપાવવા માટે ઘણું બધું છે, તેમને જ લાગે છે CBIનો ડરઃ જેટલી- આંધપ્રદેશ અને પશ્ચિમ બંગાળ સરકારે સીબીઆઈ પાસેથી રાજયમાં કાર્યવાહી કરવાનો અધિકાર છીનવ્યો

0
11
s/BUS-LNEWS-HDLN-jaitley-says-those-who-have-lot-to-hide-will-fear-cbi-gujarati-news-5983074-NOR.html?ref=ht
s/BUS-LNEWS-HDLN-jaitley-says-those-who-have-lot-to-hide-will-fear-cbi-gujarati-news-5983074-NOR.html?ref=ht

– સીબીઆઈને હવે રાજયમાં કોઈ પણ તપાસ કરતા પહેલા રાજય સરકારની અનુમતિ લેવી પડશે

– જેટલી કહ્યું કે આંધપ્રદેશ સરકારે આવનારા કોઈ પણ ખતરાને જોતા આ નિર્ણય લીધો છે

ભોપાલઃ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (સીબીઆઈ) પાસેથી રાજયમાં કાર્યવાહી કરવાનો અધિકાર છીનવનાર આંધપ્રદેશ અને પશ્ચિમ બંગાળ સરકારના નિર્ણય પર નાણાં મંત્રી અરૂણ જેટલીએ નિશાન સાધ્યું છે. જેટલીએ શનિવારે કહ્યું કે જે લોકો પાસે છુપાવવા માટે ઘણી બધી વસ્તુઓ છે તેમને જ સીબીઆઈથી ડર લાગે છે.

– આંધપ્રદેશ અને પશ્ચિમ બંગાળ સરકારે હાલમાં જ તે કરારમાંથી પોતાની સહમતિ પરંત લઈ લીધી છે, જે અંતર્ગત સીબીઆઈને તપાસના અધિકાર મળ્યાં હતા. હવે સીબીઆઈએ કોઈ પણ મામલાની તપાસ કરવા માટે રાજય સરકારની અનુમતિ લેવી પડશે. જોકે આ કેસમાં એવા મામલાઓ નહિં ફસાય, જેની તપાસનો આદેશ કોર્ટે આપ્યો હશે.

– જેટલીએ કહ્યું કે સીબીઆઈને રાજયમાં ઘુસવા પર એ રાજયો જ પ્રતિબંધ લગાવી રહ્યાં છે, જેની પાસે ઘણું બધુ છુુુપાવવા માટે છે. આંધપ્રદેશમાં આ નિર્ણય કોઈ એક કેસને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો નથી. આંધપ્રદેશમાં આ નિર્ણય કોઈ એક કેસને ધ્યાનમાં લઈને લેવામાં આવ્યો નથી. જોકે અગામી દિવસોમાં આવનાર ખતરાઓને લઈને લેવામાં આવ્યો છે. શારદા ચિટ ફન્ડ ગોટાળા અને નારદા સ્ટિંગ ઓપરેશનની વાત કરીને નાણાં મંત્રીએ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં અમે શારદા અને નારદાને એ કહીને ન નકારી શકીએ કે ભવિષ્ય માટે તેમણે સીબીઆઈને ડી-નોટીફાઈ કરી દીધી છે.

આંધપ્રદેશમાં નવેમ્બરમાં ઈસ્યું થયું નોટિફીકેશન

– આંધપ્રદેશના પ્રધાન સચિવ એ આર અનુરાધાએ સીબીઆઈને રાજયમાં તપાસ રોકવાનો આદેશ 8 નવેમ્બરે આપ્યો હતો. ગુરુવારે રાતે લીક થવાને કારણે આ નિર્ણયનો ખ્યાલ આવ્યો. આદેશમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી પોલિસ સ્થાપના કાનૂન 1946ની ધારા 6 અંતર્ગત દિલ્હી પોલિસ સાથે જોડાયેલા સભ્યોને આંધ્રપ્રદેશમાં પોતાની શક્તિઓનો ઉપયોગ કરવાની જે સહમતિ આપવામાં આવી હતી, તે પરત લેવામાં આવે છે.