Thursday, September 19, 2024
HomeSportsધૂરંધર સ્પીનરે ધોની, કોહલી કે રોહિત કોણ છે સૌથી ચતુર કેપ્ટન,જણાવી ત્રણેયની...

ધૂરંધર સ્પીનરે ધોની, કોહલી કે રોહિત કોણ છે સૌથી ચતુર કેપ્ટન,જણાવી ત્રણેયની ખાસિયતો

Date:

spot_img

Related stories

યુરોપમાં ભારે વરસાદ કારણે પૂરની તારાજી, 22થી વધુનાં મોતથી...

સેન્ટ્રલ યુરોપમાં ભારે વરસાદ કારણે પૂરની તારાજીના પગલે અત્યાર...

તમારા બાળકો વાહન લઈને સ્કૂલે જતા હોય તો ચેતજો,...

અમદાવાદમાં અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે તેમાં...

ભિલોડા ત્રણ રસ્તા પર ટ્રક અને બાઈક વચ્ચે ગંભીર...

ગઈ કાલે મંગળવારે રાત્રે સાબરકાંઠાના જિલ્લાના ઈડરના ભિલોડા ત્રણ...

સંજય પુરણ સિંહ ચૌહાણ અક્ષય કુમારની આગામી ફિલ્મ ત્રિરંગાનું...

મુંબઇ : અક્ષય કુમારની આગામી ફિલ્મ ત્રિરંગાની ઘોષણા ગયા...

વિશ્વામિત્રી નદી કિનારાના ગેરકાયદે બાંધકામો અંગે નોટિસ આપી કાર્યવાહી...

વડોદરા : વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી...

ગુજરાતમાં ઘેર-ઘેર બીમારીના ખાટલા, 20થી વધુ મોત, ડેન્ગ્યુ, મલેરિયા,...

ગત 26 ઓગસ્ટથી 4 દિવસ પડેલા ભારે વરસાદથી રાજ્યના...
spot_img

ટીમ ઈન્ડિયાના અનુભવી સ્પિનર ​​આર અશ્વિને તાજેતરમાં જ એમએસ ધોની, વિરાટ કોહલી અને રોહિત શર્માની કેપ્ટનશિપની ખાસિયતો જણાવી છે. 2010માં ઈન્ટરનેશનલ ડેબ્યૂ કરનાર આ સ્પિનરે આ ત્રણેય કેપ્ટનની કેપ્ટનશિપ હેઠળ ઘણું ક્રિકેટ રમ્યો છે. આવી સ્થિતિમાં તે ધોની, કોહલી અને રોહિત પાસેથી ઘણું શીખ્યો છે. આ ત્રણેય કેપ્ટનોની ખાસિયતો જણાવતા અશ્વિને એ પણ જણાવ્યું કે ધોની, કોહલી અને રોહિતમાંથી કોણ સૌથી ચતુર કેપ્ટન છે.એક સ્પોર્ટ્સ જર્નાલિસ્ટની યુટ્યુબ ચેનલ પર અશ્વિને સૌથી પહેલા એમએસ ધોની વિશે કહ્યું કે, ખેલાડીના દૃષ્ટિકોણથી વાત કરીએ તો, મને ધોનીની કેપ્ટનશિપમાં એક વસ્તુ ખૂબ જ પસંદ આવી તે એ છે કે ખેલાડીને મળતી સ્થિરતા. જ્યારે તે ખેલાડીને તક આપે છે ત્યારે તે તેને લાંબો સમય રમવા માટે આપે છે. જો તમે જડ્ડુ (રવીન્દ્ર જાડેજા) અથવા સુરેશ રૈનાને જુઓ, તો તેણે જડ્ડુને ફિનિશરની ભૂમિકામાં ખૂબ સારી રીતે તૈયાર કર્યો અને છેલ્લે સુધી તે એ ભૂમિકામાં રમ્યો. તેનાથી ભારતને ફાયદો થયો. જડ્ડુ આજે એક ઉત્તમ ઓલરાઉન્ડર છે. તેથી જો ધોનીએ તેને ઓળખ્યા પછી તેને સમર્થન આપ્યું તો તેણે સ્થિરતા પણ આપી. મને એમએસની આ બાબત ખૂબ જ પસંદ છે. પરંતુ લોકો જે કહે છે કે તે શાંત છે અને એવી જ અન્ય બાબતો… પરંતુ હું ખરેખર તે નથી માનતો. ઈમાનદારીથી કહું તો તે શાંત દેખાય છે. અશ્વિને કોહલીની કેપ્ટનશિપ વિશે કહ્યું કે, વિરાટ પ્રેરણાદાયક છે. તે પોતે કામ કરીને અને તેને હાંસલ કરીને એક ઉદાહરણ સેટ કરે છે, તે આગળ રહીને લીડ કરે છે. તે ટીમ પાસેથી જે અપેક્ષા રાખે છે તેને તે પોતે કરી બતાવે છે.

બીજી તરફ અશ્વિને કેપ્ટન રોહિત શર્માને ધોની અને કોહલી કરતા વધુ ચતુર કેપ્ટન ગણાવ્યો. તેનું માનવું છે કે, કોહલી અને ધોની પણ ટ્રેક્ટિકલી સ્ટ્રોંગ છે પરંતુ રોહિત તેમના કરતા વધારે છે. હિટમેન વિશે અશ્વિને કહ્યું કે, તેના વિશે બે-ત્રણ બાબતો ખૂબ સારી છે. તે ટીમનો માહોલ ખૂબ જ હળવો રાખે છે અને તેવું કરવાનો પ્રયાસ કરે છે. તે ખૂબ જ સંતુલિત અને ટ્રેક્ટિકલી મજબૂત છે. એમએસ અને વિરાટ પણ આવા જ હતા. પરંતુ રોહિત વ્યૂહરચના પર વધુ ધ્યાન આપે છે. જો કોઈ મોટી મેચ અથવા સિરીઝ આવી રહી છે, તો તે એનાલિટિક્સ ટીમ અને કોચ સાથે બેસીને તૈયારી કરશે, જેમ કે બેટ્સમેનની નબળાઈ શું છે, બોલરની યોજના શું છે? આ તેની તાકાત છે અને તે પણ પોતાના ખેલાડીઓનું 100% સમર્થન કરે છે.

યુરોપમાં ભારે વરસાદ કારણે પૂરની તારાજી, 22થી વધુનાં મોતથી...

સેન્ટ્રલ યુરોપમાં ભારે વરસાદ કારણે પૂરની તારાજીના પગલે અત્યાર...

તમારા બાળકો વાહન લઈને સ્કૂલે જતા હોય તો ચેતજો,...

અમદાવાદમાં અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે તેમાં...

ભિલોડા ત્રણ રસ્તા પર ટ્રક અને બાઈક વચ્ચે ગંભીર...

ગઈ કાલે મંગળવારે રાત્રે સાબરકાંઠાના જિલ્લાના ઈડરના ભિલોડા ત્રણ...

સંજય પુરણ સિંહ ચૌહાણ અક્ષય કુમારની આગામી ફિલ્મ ત્રિરંગાનું...

મુંબઇ : અક્ષય કુમારની આગામી ફિલ્મ ત્રિરંગાની ઘોષણા ગયા...

વિશ્વામિત્રી નદી કિનારાના ગેરકાયદે બાંધકામો અંગે નોટિસ આપી કાર્યવાહી...

વડોદરા : વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી...

ગુજરાતમાં ઘેર-ઘેર બીમારીના ખાટલા, 20થી વધુ મોત, ડેન્ગ્યુ, મલેરિયા,...

ગત 26 ઓગસ્ટથી 4 દિવસ પડેલા ભારે વરસાદથી રાજ્યના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here