Friday, September 20, 2024
HomeGujaratAhmedabadઅમદાવાદ એરપોર્ટના શૌચાલયમાંથી 55,00,000નું સોનું પકડાયું,એરપોર્ટ પર સતર્કતા-પ્રમાણિક્તાનો કિસ્સો

અમદાવાદ એરપોર્ટના શૌચાલયમાંથી 55,00,000નું સોનું પકડાયું,એરપોર્ટ પર સતર્કતા-પ્રમાણિક્તાનો કિસ્સો

Date:

spot_img

Related stories

નારાયણા હોસ્પિટલ અમદાવાદ એ ગંભીર માર્ગ અકસ્માત બાદ ભૂતપૂર્વ...

અમદાવાદ : નારાયણા હોસ્પિટલ, અમદાવાદના ડોકટરો અને ક્રિટિકલ કેર...

રાજ્યમાં લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને વળતર આપવા પાલ...

ગુજરાતમાં આ વખતે મેઘરાજા મન મુકીને વરસ્યાં છે. ગુજરાતમાં...

અમદાવાદ બન્યું ભુવાનગરી : 44 ભુવાના સમારકામ પાછળ 1.20...

અમદાવાદ : સ્માર્ટસિટી અમદાવાદ હવે ભુવાનગરી બની રહ્યું છે....

ભાદરવી પૂનમનો મહામેળો નિર્વિઘ્ને સંપન્ન, અંબાજીમાં મોહનથાળના પ્રસાદનું ગણિત...

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો નિર્વિઘ્ને સંપન્ન થતા...

અમદાવાદ રેલવે બાબુઓની બેદરકારીના લીધે ધીમેધીમે અસામાજિક તત્વોનો અડ્ડો...

ભારતીય મુસાફરોની પહેલી પસંદ ટ્રેન, રેલવે બાબુઓની બેદરકારીના લીધે...

PM મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું, કોંગ્રેસના ‘વારસદાર’...

જમ્મુ-કાશ્મીરમાં 25 સ્પટેમ્બરના રોજ યોજાનાર બીજા તબક્કાના મતદાન પહેલા...
spot_img

‘નૈતિકતા અને પ્રમાણિક્તા જેવું કંઇ રહ્યું નથી’ તેવી ટિપ્પણીઓને ખોટો પાડતો કિસ્સો અમદાવાદ એરપોર્ટમાં જોવા મળ્યો છે. અમદાવાદ એરપોર્ટના સફાઇકર્મીની સતર્કતા-પ્રમાણિક્તાથી 750 ગ્રામ સોનું મળ્યું છે. અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે દિનેશ ગરવા નામનો સફાઇકર્મી રાબેતા મુજબ તેની સફાઇની ડ્યૂટીમાં વ્યસ્ત હતો. પુરુષોના શૌચાલયમાં સફાઇ કરતી વખતે તેનું ઘ્યાન ડસ્ટબિનમાં પડેલા એક શંકાસ્પદ પેકેટ પર પડ્યું.

અમદાવાદ એરપોર્ટ પર સતર્કતા-પ્રમાણિક્તાનો કિસ્સો :
આ પેકેટ ખાલી હોવા છતાં વજનદાર લાગતું હતું. જેના કારણે આ પેકેટમાં કંઇક તો ગરબડ છે તેવી તેની માન્યતા દ્રઢ બની. તેણે શંકાના સમાધાન માટે આ પેકેટ ખોલવાનો નિર્ણય લીધો. આ પેકેટ ખોલતાં જ તેની અંદર સીફતપૂર્વક પેક કરેલા સીલબદ્ધ બીજા પેકેટ્‌સ મળી આવ્યા હતા.દિનેશ ગરવાએ તાકીદે પોતાના સુપવાઇઝર અને કસ્ટમ અધિકારીઓને બોલાવી લીધા. કસ્ટમ અધિકારીઓએ પેકેટની ચકાસણી કરતાં તેમાંથી 750 ગ્રામની શુદ્ધ ગોલ્ડ પેસ્ટ મળી આવી હતી. મળી આવેલા આ સોનાની કિંમત અંદાજે રૂપિયા 55 લાખ છે. દિનેશ ગરવાએ આ અંગે જણાવ્યું કે, ‘મેં માત્ર મારી ફરજ નીભાવી છે. કચરાટોપલી વધારે પડતી વજનદાર લાગતા મને શંકા થઇ હતી.’ કચરાટોપલીમાં 750 અમદાવાદ એરપોર્ટના શૌચાલયની કચરાટોપલીમાં 750 ગ્રામ સોનું કોણે છુપાવ્યું અને તે કોને પહોંચાડવાનું હતું તેમજ તેમાં કોની-કોની સંડોવણી હોઇ શકે છે, તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. કચરાટોપલીમાં છુપાવેલું સોનું જેને પહોંચાડવાનું હતું તેના હાથમાં પહોંચે તે અગાઉ જ સફાઇકર્મીની સતર્કતાથી કસ્ટમ ડિપાર્ટમેન્ટને મળી ગયું છે. આ ઘટના બાદ દાણચોરો સોનું છુપાવી શકે તેવી દરેક જગ્યા પર વોચ વધારી દેવાઇ છે.

દાણચોરીનું સોનું લાવવા માટે કેરિયર્સની મદદ લેવામાં આવે છે. આ કેરિયર્સને દુબઇ, યુએઇ, બેંગકોક, થાઇલેન્ડથી મોટાભાગે સોનું લાવતા હોય છે. કેરિયર્સને સોનું લાવવા માટે આવવા-જવા ટિકિટ, રહેવા-જમવા સહિતની સુવિધા તેમજ અલગથી કમિશન આપવામાં આવે છે. તેઓ ધૂંટણની પાછળ, લગેજમાં સીલ કરીને, અંડરગાર્મેન્ટ્‌સ-સેનિટરી નેપકિન તેમજ ગુપ્તભાગમાં છુપાવીને સોનું લાવતા હોય છે. ઘણી વખત કસ્ટમ્સની વોચ વધારે હોય તો તેઓ એરપોર્ટના શૌચાલયમાં જ સોનું છુપાવી દે છે, આ જગ્યામાંથી તેનો મળતિયો સોનું લઇ લે છે. સ્મગલરો સોનું લાવવાની મોડસ ઓપરેન્ટમાં સતત ફેરફાર કરતા રહે છે.

નારાયણા હોસ્પિટલ અમદાવાદ એ ગંભીર માર્ગ અકસ્માત બાદ ભૂતપૂર્વ...

અમદાવાદ : નારાયણા હોસ્પિટલ, અમદાવાદના ડોકટરો અને ક્રિટિકલ કેર...

રાજ્યમાં લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને વળતર આપવા પાલ...

ગુજરાતમાં આ વખતે મેઘરાજા મન મુકીને વરસ્યાં છે. ગુજરાતમાં...

અમદાવાદ બન્યું ભુવાનગરી : 44 ભુવાના સમારકામ પાછળ 1.20...

અમદાવાદ : સ્માર્ટસિટી અમદાવાદ હવે ભુવાનગરી બની રહ્યું છે....

ભાદરવી પૂનમનો મહામેળો નિર્વિઘ્ને સંપન્ન, અંબાજીમાં મોહનથાળના પ્રસાદનું ગણિત...

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો નિર્વિઘ્ને સંપન્ન થતા...

અમદાવાદ રેલવે બાબુઓની બેદરકારીના લીધે ધીમેધીમે અસામાજિક તત્વોનો અડ્ડો...

ભારતીય મુસાફરોની પહેલી પસંદ ટ્રેન, રેલવે બાબુઓની બેદરકારીના લીધે...

PM મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું, કોંગ્રેસના ‘વારસદાર’...

જમ્મુ-કાશ્મીરમાં 25 સ્પટેમ્બરના રોજ યોજાનાર બીજા તબક્કાના મતદાન પહેલા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here