સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદ માટે એલર્ટ જાહેર કરાયું છે. જેમાં શુક્રવારે વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ છે. ગત 24 કલાક દરમિયાન 212 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.જેમાં 178 તાલુકામાં સાડા ચાર ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. ગુરૂવારે દિવસ દરમિયાન ભાવનગરના ઘોઘામાં સૌથી વઘુ સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. તાપીના વ્યારામાં સૌથી વધુ 8.5 ઇંચ, તાપીના સોનગઢ, જૂનાગઢના વિસાવદર અને ભાવનગરના ઘોઘામાં છ -છ ઇંચ, પાલીતાણા ,વાપી, વલભીપુરઅને પારડી માં 4 ઇંચથી વધુ, જ્યારે ભાવનગર ,સિહોર અને ઉનામાં પણ ચાર ઇંચ, અને સુત્રાપાડા ,સાયલા ,કોડીનાર માં 3.5 ઇંચ વરસાદ પડ્યો હતો. મહુવા, જુનાગઢના માળિયા હાટિના, વલસાડના ઉમરગામ, અમરેલીના જાફરાબાદમાં પણ બે ઈંચથી વઘુ વરસાદ પડ્યો હતો.ગુજરાતમાં હજુ સુધી 128.24 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં 128 તાલુકામાં 40 ઈંચથી વઘુ, 105 તાલુકામાં 20થી 40 ઈંચ, 18 તાલુકમાં 10થી 20 ઈંચ વરસાદ નોંધાયો છે. કચ્છમાં 183.32 ટકા, દક્ષિણ ગુજરાતમાં 133.54 ટકા, સૌરાષ્ટ્રમાં 131.59 ટકા, પૂર્વ મઘ્ય ગુજરાતમાં 126.04 ટકા અને ઉત્તર ગુજરાતમાં 109.04 ટકા વરસાદ વરસ્યો છે.
થોડા દિવસના વિરામ બાદ રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો
— DD News Gujarati (@DDNewsGujarati) September 26, 2024
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 181 તાલુકામાં વરસાદ વરસ્યો#gujarat #rain pic.twitter.com/9VVXrQTTsQ