રાજ્યમાં સતત અકસ્માતોની વણઝાર વધતી જતી જાય છે. ત્યારે દાહોદના જાલત નજીક એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક-પછી એક ચાર ટ્રકો એકબીજા સાથે અથડાઇ હતી. જેમાં એક વ્યક્તિને ઇજા પહોંચતાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની જાણ થતાં ડીવાયએસપી સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ-ઇન્દોર હાઇવે પર દાહોદના જાલત નજીક ભયંકર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ત્યારે ત્રીજા ટ્રકના ચાલકે બે ટ્રક વચ્ચે થયેલા અકસ્માતના ટ્રક ચાલકને બહાર કાઢવા માટે ટ્રક ઉભી રાખી હતી, તે દરમિયાન ચોથા ટ્રકે તેને ધડાકાભેર ટક્કર મારી હતી. જેથી આ અકસ્માતમાં એક વ્યક્તિને ઇજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતના બનાવમાં એક ટ્રક કન્ટેનરમાં દારૂનો જથ્થો ભરેલો હોવાનું પણ સામે આવ્યું છે. અકસ્માતની જાણ થતાં ડીવાયએસપી સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ત્યારબાદ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.