Lions vacation is over : આજથી ગુજરાતના સાસણ ગીર નેશનલ પાર્કમાં ફરી એકવાર સિંહ દર્શનની શરૂઆત થઇ છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે 15 જૂનથી 15 ઓકટોબર સુધીનો 4 મહિનાના સમયગાળા માટે સિંહોનું વેકેશન હોય છે. ચોમાસાના ચાર માસ બાદ આજથી 16 ઓક્ટોબરથી સાસણના જંગલમાં સિંહોનું વેકેશન પૂર્ણ થશે. પ્રવાસીઓ આજથી જંગલમાં સિંહ દર્શન કરી શકશે. ચાર માસ સુધી વનરાજોએ માનવીય ખલેલ વગર ચોમાસાની મજા માણી હતી. હવે આજથી જીપ્સીનો ઘસારો રહેશે. અત્યારથી જ દિવાળી વેકેશન સુધીની પરમીટનું બુકિંગ ફુલ થઈ ગયું છે. આ ઉપરાંત સાસણ આસપાસ આવેલી હોટલ, રિસોર્ટ, ફાર્મહાઉસમાં પણ એડવાન્સ બુકિંગ થઈ ગયું છે.
ચોમાસા દરમ્યાન સિંહ સહિતના વન્યપ્રાણીઓનો સંવનનકાળ હોય છે. આ ઉપરાંત વરસાદના કારણે જંગલના રસ્તા પર વાહન જઈ શક્તા નથી આથી દર વર્ષે વન વિભાગ દ્વારા 15 જૂનથી ચોમાસાનો પ્રારંભ થતા જ સાસણ ગીરમાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવે છે. આજે તા. 16 ઓક્ટોબરે સત્તાવાર રીતે ચોમાસું પૂર્ણ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ સિંહોનું ચાર માસનું વેકેશન પણ પૂર્ણ થશે.
દર વખતે તહેવારના દિવસો પહેલા આ પરમીટની સંખ્યા 180 કરવામાં આવે છે. અત્યારથી છેક દિવાળી વેકેશન સુધીની પરમીટનું બુકિંગ ફુલ થઈ ગયું છે. આ ઉપરાંત સાસણની આસપાસમાં આવેલી હોટલો, ફાર્મહાઉસ, રિસોર્ટમાં પણ દિવાળી વેકેશન સુધીનું બુકિંગ થઈ થયું છે. જેના પગલે અત્યારથી ભાડાઓ વધી ગયા છે.
ગીર નેશનલ પાર્ક સફારી સમય – Gir National Park Safari Time
સવારે 06:00 થી 09:00
સવારે 09:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી
બપોરે 03:00 થી સાંજના 06:00 વાગ્યા સુધી
ગીર નેશનલ પાર્ક સફારી બુકિંગ એન્ટ્રી ફી – Gir National Park Safari Booking Tariff
4 સીટર જીપ (ભારતીય) – રૂપિયા 5500 / જીપ (એક જીપમાં મહત્તમ 4 એડલ્ટ અને 1 બાળકની મંજૂરી છે)
6 સીટર જીપ (ભારતીય) – રૂપિયા 6500 / જીપ (એક જીપમાં મહત્તમ 6 એડલ્ટ અને 1 બાળકની મંજૂરી છે)
8 સીટર જીપ (ભારતીય) – રૂપિયા 8000 / જીપ (એક જીપમાં મહત્તમ 8 એડલ્ટ અને 1 બાળકની મંજૂરી છે)
સાસવામાં સિંહદર્શન માટે ઓનલાઈન પરમીટ જ નીકળે છે. અનેક લોકો સિંહ દર્શનની ઓનલાઈન પરમીટ માટે પ્રયાસ કરે છેત્યારે અમુક લેભાગુ તત્વો દ્રારા પ્રવાસીઓ સાથે છેતરપિંડી કરવામાં આવે છે. આવી સ્થિતિ ન સર્જાય તે માટે પ્રવાસીઓ વનવિભાગની સત્તાવાર વેબસાઈટ પર જ બુકિંગ કરાવે એ જરૂરી છે.
અગાઉ વન વિભાગે સાયવર સેલ, એટીએસ તથા રાજ્યના ડીજીપીને પત્ર લખી સાવભર ગઠીયાઓ સામે પગલાં લેવા રજુઆત કરી હતી પરંતુ આ દિશામાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ હોય તેમ જણાતું નથી. આવી પ્રવાસીઓએ આવા ગઠીયાઓથી બચવા જાગૃત રહેવું પડશે.