Professor Sukhdev Passes Away: ઓર્ગેનિક કેમેસ્ટ્રીના ઘૂરંધર વિદ્વાન અને વર્ષોથી ભાવનગર સ્થાયી થયેલાં પદ્મભૂષણ વૈજ્ઞાનિક પ્રો.સુખદેવનું 101 વર્ષની જૈફવયે બુધવારે (16મી ઓક્ટોબર) નિધન થયું હતું.
સતત 100 વર્ષ સુધી સતત પ્રવૃત્ત રહેલાં પ્રો.સુખદેવે તેમના કાર્યકાળ દરમિયાન પ્રાકૃતિક રસાયણ ક્ષેત્રે અનેક સંશોધન કર્યા હતા. તેમણે 10થી વઘુ પુસ્તકો લખ્યા હતા અને 290થી વધુ રિસર્ચ પેપર્સ આપ્યા હતા. 55થી વધુ પેટર્ન તેમના નામે રજિસ્ટર્ડ છે. આ ઉપરાંત 92 વિદ્યાર્થીઓ તેમની નીચે પીએચ.ડી. થયા છે. પ્રો. સુખદેવ ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એવોર્ડ તથા ભટ્ટનાગર એવોર્ડ, સુદબ્રોહ ચંદ્રક, પીસી રોય એવોર્ડ, અમેરિકન કેમિકલ સોસાયટીનો અર્નેસ્ટ ગન્થર એવોર્ડ સહિતના બહુમાનોથી સન્માનિત થયા હતા. જીવન પર્યત પ્રાકૃતિક રસાયણ ક્ષેત્રે સતત ચિંતન અને મનનના કારણે તેમને ઓર્ગેનિક કેમેસ્ટ્રીના ભિષ્મ પિતામહની ઉપમા મળી હતી.
.