Bomb Threats To Indian Flights Continue: દેશમાં છેલ્લા ઘણાં સમયથી એરપોર્ટ અને વિમાનોને બોમ્બ ઉડાવી દેવાની ધમકીઓ મળી છે. આ દરમિયાન મુંબઈથી કંડલા આવતા વિમાનમાં બોમ્બ હોવાની ધમકી મળતા તંત્રમાં દોડધામ મચી છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ કંડલા એરપોર્ટ પર પહોંચીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, મુંબઈથી કંડલા આવતા વિમાનમાં બોમ્બ હોવાની ધમકી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ અંગે કંડલા એરપોર્ટ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમ એરપોર્ટ પહોંચીને સઘન તપાસ હાથ ધરાઈ છે. જો કે, અન્ય રૂટની કેટલાક વિમાનમાં પણ બોમ્બ હોવાની ધમકી મળી હતી. નોંધનીય છે કે, છેલ્લા ઘણાં દિવસોથી દેશભરની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી ભર્યા મેસેજ મળી રહ્યા છે.
આ ધમકીઓ અંગે સરકારની કાર્યવાહી
કેન્દ્ર સરકારે 16મી ઓક્ટોબરે ફ્લાઇટમાં એર માર્શલની સંખ્યા બમણી કરી છે. ગૃહમંત્રીએ ફરજી ધમકીઓ અંગે ઉડ્ડયન મંત્રાલય પાસેથી રિપોર્ટ માંગ્યો છે. આ ઉપરાંત નવમી ઓક્ટોબરે તમામ એરલાઈન્સના સીઈઓ સાથે એક બેઠક યોજાઈ હતી, જેમાં ફરજી ધમકીઓ સામે લડવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. મુસાફરોને પડતી અસુવિધા અને એરલાઈન્સને થતા નુકસાન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. 19મી ઓક્ટોબરે કેન્દ્રએ DGCA ચીફ વિક્રમ દેવ દત્તને પદ પરથી હટાવીને કોલસા મંત્રાલયમાં સચિવ બનાવ્યા હતા.
ત્રણ લોકોની ધરપકડ કરાઈ
આ ધકીઓને લઈને મુંબઈ અને કોચીમાંથી 2 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય છત્તીસગઢના રાજનાંદગાંવમાંથી એક સગીરને અટકાયતમાં લેવામાં આવ્યો હતો. બંનેએ ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બની ધમકી આપી હતી. કેરળના કોચી એરપોર્ટ પર બોમ્બની ધમકી આપવાના આરોપમાં એક મુસાફરની અટકાયત કરવામાં આવી હતી.