વડોદરાથી ભરૂચ જતા નેશનલ હાઈવે પર કરજણ તાલુકામાં ભરથાણા ટોલ પ્લાઝા પર ટોલના દરોમાં વધારો કરાયો છે. ભરથાણા ટોલ પ્લાઝા પર અગાઉ મુલતવી રાખવામાં આવેલા સુધારેલા ટોલના દરો હવે આજથી (25મી નવેમ્બર) અમલમાં આવ્યો છે. નવા દર પ્રમાણે કાર માટે 105 રૂપિયાથી વધીને 155 રૂપિયા, મીની બસ માટે 180 રૂપિયાથી વધારી 270 રૂપિયા કરાયો. બસ અને ટ્રક માટેનો ટોલ 360 રૂપિયાથી વધીને 540 રૂપિયા કરાયો છે. અગાઉ એક મહિના પહેલાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ભરથાણા ટોલ પ્લાઝા પરના દરમાં અચાનક 65 ટકા જેટલો વધારો કરવાની જાહેરાત કરાઈ હતી. તેનો અમલ કરવાની જાહેરાત થયા બાદ વધુ એક દિવસ અમલ મુલતવી રહ્યો હતો. ત્યારબાદ ફરીથી એક મહિના સુધી નવા દરનો અમલ થયો ન હતો. આ દરમિયાન નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આજે (25મી નવેમ્બર) નવા ટોલના દરોનો અમલ કરવાનું અચાનક નક્કી કરવામાં આવ્યું હતું. નવા દર પ્રમાણે કાર માટે 105 રૂપિયાથી વધીને 155 રૂપિયા, મીની બસ માટે 180 રૂપિયાથી વધારી 270 રૂપિયા કરાયો. બસ અને ટ્રક માટેનો ટોલ 360 રૂપિયાથી વધીને 540 રૂપિયા કરાયો છે.