આઇટી સર્વિસિસ, કન્સલ્ટિંગ અને બિઝનેસ સોલ્યુશન્સમાં વૈશ્વિક સ્તરે અગ્રણી ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (ટીસીએસ) (BSE: 532540, NSE: TCS) એ કર્ણાટક સરકારના ઇલેક્ટ્રોનિક્સ, આઇટી, બીટી અને સાયન્સ એન્ડ ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટના સહયોગથી ટીસીએસ રૂરલ આઇટી ક્વિઝની 25મી આવૃત્તિના વિજેતાઓની જાહેરાત કરી હતી. ક્વિઝની રાષ્ટ્રીય ફાઇનલ 21 નવેમ્બર, 2024ના રોજ બેંગ્લોર ટેક સમીટના ભાગરૂપે યોજાઇ હતી.છત્તિસગઢના ભિલાઇ સ્થિત બીએસપી સિનિયર સેકન્ડરી સ્કૂલના તનિશ કુમાર સાહૂ (14 વર્ષ) રાષ્ટ્રીય ફાઇનલ ચેમ્પિયન તરીકે ઉભરી આવ્યાં હતાં, જ્યારે કે રાજસ્થાનના સૂરતગઢ સ્થિત સ્વામી વિવેકાનંદ સરકારી મોડલ સ્કૂલમાં એકલવ્ય (14 વર્ષ)એ આ સ્પર્ધામાં બીજું સ્થાન હાંસલ કર્યું હતું. ટીસીએસએ બંન્ને વિદ્યાર્થીઓને અનુક્રમે રૂ. 100,000 અને રૂ. 50,000ની શિષ્ટવૃત્તિથી સન્માનિત કર્યાં છે. ગુજરાતના આણંદ સ્થિત આનંદાલય સ્કૂલના સ્મરણ સુથાર અને મહારાષ્ટ્રના વર્ધા સ્થિત સેન્ટ જોન્સ સ્કૂલના શિવમ એમ ઠાકરે સંયુક્તરૂપે ત્રીજા ક્રમે રહ્યાં હતાં. તમામ ફાઇનલિસ્ટને ટીસીએસ તરફથી રૂ. 10,000ની શિષ્યવૃત્તિ આપવામાં આવી છે.આ વર્ષની ક્વિઝ તેની 25મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે, જેમાં ભારતના નાના શહેરોમાંથી 5.6 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ધઓરણ 8થી12 સુધીના વિદ્યાર્થીઓ માટે આયોજિત આ કાર્યક્રમમાં ઓનલાઇન ટેસ્ટ, વર્ચ્યુઅલ રાઉન્ડ અને ફિઝિકલ ક્વિઝ સામેલ હતી. રાષ્ટ્રીય ફાઇનલમાં પાંચ રસપ્રદ સેગમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓના ટેક્નોલોજીમાં જ્ઞાનનું મૂલ્યાંકન કરાયું હતું. રાષ્ટ્રીય ફાઇનલમાં ક્વોલિફાઇન થનાર દસ ક્ષેત્રિય ફાઇનલિસ્ટ સામેલ હતાં.- એકલવ્ય: સ્વામી વિવેકાનંદ સરકારી મોડેલ સ્કૂલ, સુરતગઢ, રાજસ્થાન-પીયુષ રાખુંડેઃ સીએમ રાઈઝ ગવર્મેન્ટ મોડલ હાયર સેકન્ડરી સ્કૂલ, ઈન્દોર, મધ્યપ્રદેશ સ્મરણ સુથાર: આનંદાલય શાળા, આણંદ, ગુજરાત આદિત્યદાસ યુ: ગવર્નમેન્ટ મોડેલ હાયર સેકન્ડરી સ્કૂલ, કાલિકટ, કેરળ એમ. કુશિલ – જિલ્લા પરિષદ હાઈસ્કૂલ, એલુરુ, આંધ્રપ્રદેશ હરિત ચૌધરી: એએસએમ મોડર્ન એકેડમી, અમરોહા ટીસીએસ કર્ણાટક સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ, આઇટી, બીટી અને સાયન્સ એન્ડ ટેક્નોલોજીના સહયોગથી વર્ષ 2000થી રૂરલ આઇટી ક્વિઝનું આયોજન કરે છે. આ પહેલનો હેતુ દેશભરના નાના શહેરો અને જિલ્લાઓમાં વિદ્યાર્થીઓમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) અંગે જાગરૂકતા વધારવાનો અને તેમને ટેક્નોલોજીમાં નવીનતમ પ્રગતિ વિશેની માહિતીથી સજ્જ કરવાનો છે. અત્યાર સુધીમાં આ કાર્યક્રમ 2.1 કરોડથી વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યો છે.