ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ ગ્રુપ (જીઆઈજી) દ્વારા રજૂ કરવામાં આવેલા બ્રાન્ડ-એગ્નોસ્ટીક ફૂડ અને લાઈફસ્ટાઈલ પ્લેટફોર્મ ગોદરેજ વિક્રોલી કુકિનાએ ફૂડ બ્લોગર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (એફબીએઆઈ) સાથે ભાગીદારીમાં ગોવા સ્થિત સેવન રીવર્સ તાજ હોલિડે વિલેજ ખાતે ઈન્ડિયા ફૂડ એન્ડ બેવરેજ એવોર્ડ્સ 2024(આઈએફબીએ)નુ ગૌરવભેર આયોજન કર્યું છે. ભારતની વૈવિધ્યસભર ફૂડ ઈકોસિસ્ટમની ઉજવણી કરીને આઈએફબીએ વ્યક્તિગત તથા એન્ટીઝનું બહુમાન કરવાનું જાળવી રાખ્યું છે, જેમના અસાધારણ કાર્યોને લીધે ફૂડ તથા ક્યુલિનરી ઈન્ડસ્ટ્રીઝને યોગ્ય આકાર આપ્યો છે તથા પુનઃવ્યાખ્યાયિત કરવામાં આવેલ છે.સન્માન પ્રાપ્ત કરનારા પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાં શેફ સંજયોત કીરેને હોસ્પિટાલિટી તથા ક્યુલિનરી ઈન્ડસ્ટ્રીઝમાં અસાધારણ યોગદાન આપવા માટે પ્રતિષ્ઠિત એવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા, અને કલ્યાણ કરમાકરને એફબીએઆઈ સ્ટાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, અન્ય કેટલાક વિજેતાઓને તેમના અસાધારણ કાર્ય માટે સન્માનિત કરવામાં આવ્યા કે જેમણે ફૂડ રિવ્યુવર પૃથ્વીશ અશરનો પણ સમાવેશ થતો હતો. તેમણે ઈટરીમાં ટોપ રિવ્યૂ માટે ઈનસ્ટા એવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.2024 આઈએફબીએ દ્વારા 11 મુખ્ય કેટેગરીમાં ટેલેન્ટને માન્યતા આપવામાં આવી, જેમાં ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, બ્લૉગ, યુટ્યુબ, મીડિયા, હોસ્પિટાલિટી, પબ્લિક વોટિંગ, એફબીએઆઈ સ્ટાર, ઈન્ડસ્ટ્રી સપોર્ટ, એજ્યુકેશન, પીઆર એજન્સી, તથા હોસ્પિટાલિટી અને ક્યુલિનરી ઈન્ડસ્ટ્રીઝમાં યોગદાન સહિત 33 સબ-કેટેગરીઝનો સમાવેશ થાય છે. આ વર્ષના કાર્યક્રમમાં કુલ 155 વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેઓ ભારતના થ્રિવિંગ ફૂડ અને બેવરેજ ઈન્ડસ્ટ્રીના ક્રોસ-સેક્શનની આતુરતા સાથે પ્રતિનિધિત્વ કરે છે.આ કાર્યક્રમમાં ગોદરેજની માલિકીની કેટલીક બ્રાન્ડ્સના ઈન્ટીગ્રેશનને પણ દર્શાવવામાં આવી હતી, જેમાં ગોદરેજ યમ્મીઝ, ગોદરેજ જર્સી, ગોદરેજ રિયલ ગુડ ચિકન, અને ગોદરેજ વિક્રોલી કુકિનાનો સમાવેશ થાય છે. હાઈલાઈટ્સમાં ગોદરેજ જર્સી યોગુર્ટ વોલ અને ગોદરેજ જર્સી સ્વીટ શેકનો સમાવેશ થાય છે, જે ફૂડ કોમ્યુનિટીને સાંકડવા તથા ઉપયોગી બની શકાય તે રીતે ડિઝાઈન કરવામાં આવેલ ઈન્સ્લેશન્સને ડિઝાઈન કરવામાં આવેલ હતી. આગામી થેક્સગિવિંગની ઉજવણી કરવા માટે અને ખાદ્યાન સમુદાયને પરત આપવા માટે, ગોદરેજ ફૂડ્સે એક ખાસ પ્રકારના થેન્ક્સગિવિંગ ગ્રેજિંગ ટેબલની પણ યજમાની કરી, જેમં યમ્મીઝ પ્રોન રિસોઈસ તથા કેલ્ડાઈન ડ્રીજલ સાથે યમ્મીઝ પનીર પોપ સ્ક્યુઅર જેવા ઉત્પાદનોનો સમાવેશ થતો હતો. આ કારણદર્શક બ્રાન્ડની ક્યુલિનરીની ઓફરને રજૂ કરવા તથા સમુદાયિક ભાવના અને એકજૂટતાને વધારવામાં આવે છે.સાંજના સૌથી પ્રતીક્ષિત ક્ષણો પૈકી એક ગોદરેજ યમ્મીઝ દ્વારા ભારતની ફ્રોઝન સ્નેક્સ રિપોર્ટ એસટીટીઈએમ 2.0ની શરૂઆત કરી હતી, તેનું અનાવરણ ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ ગ્રુપના કોર્પોરેટ બ્રાન્ડ તથા કોમ્યુનિકેશન્સ ઓફિસર શ્રી સુજીત પાટિલે શેફ સંજ્યોત કીર, શેફ સબ્યસાચી ગોરાઈ અને કલ્યાણ કર્માકર સાથે કર્યું હતું.આ શરૂઆત પ્રસંગે માહિતી આપતા ગોદરેજ ફૂડ્સ લિમિટેડના સીઈઓ શ્રી અભય પારનેરકરે જણાવ્યું હતું કે, હું ભારતીય ફ્રોઝન સ્નેક રિપોર્ટની બીજી આવૃત્તિને રજૂ કરતાં ખૂબ જ ખુશી અનુભવી રહ્યો છું, જેમાં ભારતમાં સ્નેકિંગ કલ્ચરની પ્રગતિ એટલે કે વિકાસને એક્સપ્લોર્સ કરે છે. જે પ્રમાણે ગ્રાહકોના સ્વાદમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે ત્યારે સ્નેકિંગ એ વિવિધ પાર્ટીઝ તથા વીકેન્ડને લગતી ટ્રીટ્સ જેવા વિવિધ પ્રસંગોનો આંતરિક ભાગ બની રહ્યો છે અને સૌ કોઈના મૂડને આનંદદાયક બનાવે છે.અમારો આ અહેવાલ એ વાતને દર્શાવે છે કે કેવી રીતે સુવિધા, ટેસ્ટ એટલે કે સ્વાદ અને ત્યા સુધી કે સ્નેક્સ સાથે સંકળાયેલ લાગણીશીલથી જોડાણ પણ આ પરિવર્તનને પ્રેરિત કરી રહ્યા છે. નાસ્તા એ ફક્ત ભૂખને જ સંતોષતો નથી તે ઉપરાંત તે ઉત્તમ અનુભવ પણ રજૂ કરે છે. આ પ્રકારના સંશોધન અને તારણોને રજૂ કરવામાં આઈએફબીએ 2024થી વિશેષ કોઈ પ્લેટફોર્મ ન હોઈ શકે,કારણ કે તે ભારતમાં ફૂડ અને બેવરેજીસના ભવિષ્યના ચાવીરૂપ અવાજોને સાથે મળી આકાર આપે છે.”પુરસ્કારો અંગે વાત કરતા, સુજીત પાટીલ, ચીફ કોમ્યુનિકેશન ઓફિસર , કોર્પોરેટ બ્રાન્ડ અને કોમ્યુનિકેશન્સ, ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપે જણાવ્યું હતું કે, “વિક્રોલી કુકિના એક સમાવિષ્ટ અને નવીન ખાદ્ય સમુદાયને પોષવા માટેની અમારી પ્રતિબદ્ધતાના પુરાવા તરીકે ઉભી છે. ભારતના ક્યુલિનરી લેન્ડસ્કેપને માન્યતા આપતી ઉત્કૃષ્ટ પ્રતિભા અને સર્જનાત્મકતાને માન્યતા આપતી FBAI સાથેની અમારી લાંબા ગાળાની ભાગીદારીથી અમે રોમાંચિત છીએ. આ સિદ્ધિઓનું સન્માન કરવાથી દેશભરની વિવિધ સંસ્કૃતિઓ અને સ્વાદોને જોડતા, ક્યુલિનરી ઉત્કૃષ્ટતાને ઉજવવા અને તેને વધારવાના અમારા સહિયારા મિશનને આગળ ધપાવે છે. એક સમયે એક પ્રેરિત વાનગી દ્વારા ભારતના ફૂડ સીનમાં નવા આયામો લાવવા માટે તમામ વિજેતાઓને અભિનંદન .”