અમદાવાદ : સમગ્ર ભારતમાં વ્યાપક ફેલાવો ધરાવતી અગ્રણી આઇસીટી (ICT) પૂરી પાડતી ઇશાન ટેક્નોલોજિસે આધુનિક કંપનીઓને યુનિફાઇડ કસ્ટમર એક્સપિરિયન્સ મેનેજમેન્ટ (યુનિફાઇડ-સીએક્સએમ) પૂરા પાડતા પ્લેટફોર્મ સ્પ્રિન્ક્લર (Sprinklr) સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે. તેઓ ભેગા મળીને 10.5 અબજ ડૉલરના સીએક્સએમ બજારમાં ભારતીય કંપનીઓ પોતાના ગ્રાહકો સાથે સંપર્ક રાખે છે તેમાં યુનિફાઇડ કસ્ટમર એક્સપિરિયન્સ મેનેજમેન્ટ (યુનિફાઇડ સીએક્સએમ)ના જોરે કૉમ્યુનિકેશન એઝ અ સોલ્યુશન (સીએએસ – કાસ) બજારમાં મુકવા જઈ રહ્યાં છે.ભાગીદારી મારફતે ઇશાન ટેક્નોલોજિસ ઇશાન હોસ્ટેડ કોન્ટેક્ટ સેન્ટર્સ, ક્લાઉડ પીબીએક્સ અને વૉઇસ સર્વિસિસવાળું CXConnect જ્યારે સ્પ્રિન્ક્લરના યુનિફાઇડ-સીએક્સએમ પ્લેટફોર્મ પૂરા પાડશે. રિયલ ટાઇમ ઇન્સાઇટ અને એઆઇ-આધારિત એનાલિટિક્સના ટેકા સાથે માર્કેટિંગ, ગ્રાહક સેવા અને સોશિયલ મિડિયા મેનેજમેન્ટને યુનિફાઇડ પ્લેટફોર્મ પર એકીકૃત કરીને વેપાર-ધંધાવાળા તેમના કૉમ્યુનિકેશન અને ગ્રાહક-સંપર્ક માટેની વ્યૂહરચના સુવ્યવસ્થિત કરી શકશે. સ્પ્રિન્કલરની એઆઇ-સંચાલિત ક્ષમતાઓ સાથે ઇશાનના અદ્યતન કૉમ્યુનિકેશન્સ સોલ્યુશન્સને એકીકૃત કરીને કંપનીઓ તેમના ગ્રાહકોની બદલાતી અપેક્ષાઓ પૂર્ણ કરવા વધુ સજ્જ બનશે.ઇશાન ટેક્નોલોજીસના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી પિંકેશ કોટેચાએ ટિપ્પણી કરી કે, “ભારતીય વેપાર-ધંધાવાળા વધુ ને વધુ એઆઇ ટેક્નોલોજીને અપનાવી રહ્યા હોવાથી એઆઇ-સંચાલિત કસ્ટમર એક્સપિરિયન્સ સોલ્યુશન્સની જરૂરિયાતનું મહત્ત્વ અભૂતપૂર્વ છે. અવરોધરહિત સંપર્ક અને જોડાણ માટેની સંકલિત વ્યૂહરચનાઓ માટેની વધતી જતી માંગનો લાભ ઉઠાવીને અમે ભારતીય કંપનીઓને ઝડપથી વિકસતા બજારમાં ગ્રાહકોની અપેક્ષાઓ પૂરી કરવા ઉપરાંત તેને પાર કરવા સશક્ત બનાવી રહ્યા છીએ.”આ ભાગીદારી અંગે ટિપ્પણી કરતા સ્પ્રિન્ક્લર ઇન્ડિયાના વીપી શ્રી સુબ્રતો બંધુએ જણાવ્યું હતું કે, “ભારતમાં વેપાર-ધંધાવાળા ઝડપથી બદલાતી ગ્રાહકોની અપેક્ષાઓ સાથે અનુકૂલન કરવાનું ચાલુ રાખે છે ત્યારે અમે ભારતીય વ્યવસાયોને અસાધારણ, એઆઇ-સંચાલિત કસ્ટમર એક્સપિરિયન્સ પૂરો પાડવા સશક્ત કરવા ઇશાન ટેક્નોલોજીસ સાથે સહયોગ કરવા માટે રોમાંચિત છીએ. આ નવીન પ્લેટફોર્મ મારફતે અમે ગ્રાહકો સાથે અનેકવિધ ચેનલ્સ પર અડચણરહિત અને ગ્રાહકોની જરૂરિયાત પ્રમાણે તેમની સાથે સંપર્ક કરવા સશક્ત કરીએ છીએ. ડિજિટલ પરિવર્તન ઝડપી બની રહ્યું છે અને ગ્રાહકો સાથેના સંપર્કસ્થળો વૈવિધ્યસભર બની રહ્યાં છે તેવા ભારતીય બજારમાં અમારા સોલ્યુશન આ પડકારોને પહોંચી વળવા તેયાર કરવામાં આવ્યા છે.” ‘સ્ટેટ ઓફ ઇન્ડિયાઝ ડિજિટલ ઇકોનોમી (SIDE) 2024’ રિપોર્ટ અનુસાર, ભારત હવે જી20 રાષ્ટ્રોમાં ત્રીજો સૌથી વધુ ડિજિટલાઇઝ્ડ દેશ છે અને તેના આર્થિક વિકાસને વેગ આપવા માટે અદ્યતન ટેકનોલોજી અપનાવવાનું ચાલુ રાખ્યું છે. આ નવી ભાગીદારી સાથે ઇશાન ટેક્નોલોજિસ અને સ્પ્રિન્ક્લર ઝડપથી વિકસતા ડિજિટલ માર્કેટમાં વેપાર-ધંધાવાળાઓને સ્પર્ધાત્મક રહેવા અદ્યતન, એઆઇ-સંચાલિત કસ્ટમર એન્ગેજમેન્ટ પ્લેટફોર્મ પૂરું પાડીને આ ડિજિટલ ઉત્ક્રાંતિનો લાભ લેવા સજ્જ છે.