Friday, January 10, 2025
HomeIndiaફરી જીદ પકડીને બેઠા એકનાથ શિંદે? સરકાર બન્યા બાદ પણ ભાજપ માટે...

ફરી જીદ પકડીને બેઠા એકનાથ શિંદે? સરકાર બન્યા બાદ પણ ભાજપ માટે કપરાં ચઢાણ

Date:

spot_img

Related stories

કેલોરેક્સ ઓલિવ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પતંગોત્સવની પ્રેરણાદાયક ઉજવણી

કેલોરેક્સ ઓલિવ ઇન્ટરનેશનલ સ્કૂલે તાજેતરમાં પતંગોત્સવની ઉત્તેજક અને પ્રેરણાદાયક...

2001નો કુંભ વૈભવ અને ટેકનોલોજીનો સંગમ હતો:પહેલીવાર દર્શન માટે...

21મી સદીના પ્રથમ મહાકુંભનું પણ પ્રયાગરાજમાં આયોજન કરવામાં આવ્યું...

ફલાવરશો માટે વધુ બે દિવસનો સમય લંબાવાયો, ફ્લાવર શોમાં...

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજીત ઈન્ટરનેશનલ ફલાવરશો વધુ બદ્દિવસ માટે...

ગુજરાત કાતિલ ઠંડીની ઝપેટમાં : 9 શહેરમાં 10 ડિગ્રીથી...

ઉત્તર ભારતમાં થયેલી હિમ વર્ષા અને અત્યંત કાતિલ-સૂકા ઠંડા...

11મી જાન્યુઆરી ના રોજ CTM ખાતે મફત મેડિકલ કેમ્પ...

ઇલેક્ટ્રો હોમિયોપેથી ફક્ત વનસ્પતિઓ પર આધારિત તદ્દન સરળ, વૈજ્ઞાનિક...

પ્રથમ પૉડકાસ્ટમાં પીએમ મોદીએ કહ્યું કે ‘હું પણ મનુષ્ય...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે મોટું નિવેદન આપ્યું છે. જેરોધાના...
spot_img

મહારાષ્ટ્રની મહાયુતિ ગઠબંધનમાં લાંબી દોડધામ થયા બાદ અંતે ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસને રાજ્યના મુખ્યમંત્રી બનાવાતા ભાજપની ચિંતા દૂર થઈ છે. જોકે હજુ પણ કેબિનેટમાં વિભાગોની વહેંચણીને લઈને મુદ્દો ઉકેલાયો ન હોય તેવી સ્થિતિ સામે આવી છે. સીએમ ફડણવીસે પાંચમી ડિસેમ્બરે શપથગ્રહણ કર્યા હતા, પરંતુ હજુ પણ મંત્રીમંડળના વિસ્તરણ અને વિભાગોની વહેંચણી મુદ્દે ત્રણે પક્ષોમાં સહમતી સધાઈ નથી. શિવસેનાએ ગૃહવિભાગની માંગ કર્યા બાદ મંત્રીમંડળની રચનામાં વિલંબ થયો છે. શિવસેનાના કેટલાક નેતાઓ માત્ર શિંદેનો આદેશ જ માનવા તૈયાર છે, તો કેટલાક નેતાઓ અંદરોઅંદર ગૃહવિભાગનો ગણગણાટ કરી રહ્યા છે. જોકે સૂત્રોના જણાવ્યા મુજબ મંત્રીમંડળના વિસ્તરણ અંગે ટૂંક સમયમાં સ્થિતિ સ્પષ્ટ થવાની સંભાવના છે.ગત મહિને યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ (BJP), એકનાથ શિંદે (Eknath Shinde)ની શિવસેના (Shiv Sena) અને અજિત પવાર (Ajit Pawar)ની NCPની મહાયુતિ ગઠબંધને (Mahayuti Alliance) 288 બેઠકોમાંથી 230 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે. આમ છતાં આંતરીક ખેંચતાણ અને દબાણના કારણે નવી સરકાર બનાવવામાં વિલંબ થયો હતો. સીએમ દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)ની આગેવાની હેઠળ 11 અથવા 12 ડિસેમ્બરે મંત્રીમંડળનું વિસ્તરણ થવાની સંભાવના છે. શિવેસના ભાજપ અને એનસીપી સાથે કામ કરવા માટે ગૃહમંત્રાલય પર મિટ માંડીને બેઠી છે, જેના કારણે કેબિનેટનું વિસ્તરણ કરવું પડકારજનક બની ગયું છે.પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ ગૃહવિભાગ પર દાવો કર્યો છે. શિવસેનાના નેતા ઉદય સામંત અને સંજય શિરસાટે જાહેરમાં આ માંગનું સમર્થન કર્યું છે. બીજીતરફ ભાજપ અને એનસીપીના સૂત્રોના જણાવ્યા મુજબ, મંત્રીમંડળના વિસ્તરણ મુદ્દે રાજ્યમાં સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે.મહાયુતિમાં વિભાગોની વહેંચણીને લઈ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ 132 બેઠકો જીતનાર ભાજપ પોતાની પાસે 21-22 મંત્રી પદ રાખી શકે છે. જ્યારે શિવસેનાને 11-12 વિભાગ અને અજિતની એનસીપીને 9-10 વિભાગ આપવામાં આવી શકે છે. મહારાષ્ટ્રના મંત્રીમંડળમાં ઓછામાં ઓછા 43 મંત્રી હોવાની સંભાવના છે. મંત્રીમંડળમાં કેટલા મંત્રીઓ શપથ લેશે, તે અંગે બેથી ત્રણ દિવસમાં અંતિમ નિર્ણય લેવાઈ શકે છે.

કેલોરેક્સ ઓલિવ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પતંગોત્સવની પ્રેરણાદાયક ઉજવણી

કેલોરેક્સ ઓલિવ ઇન્ટરનેશનલ સ્કૂલે તાજેતરમાં પતંગોત્સવની ઉત્તેજક અને પ્રેરણાદાયક...

2001નો કુંભ વૈભવ અને ટેકનોલોજીનો સંગમ હતો:પહેલીવાર દર્શન માટે...

21મી સદીના પ્રથમ મહાકુંભનું પણ પ્રયાગરાજમાં આયોજન કરવામાં આવ્યું...

ફલાવરશો માટે વધુ બે દિવસનો સમય લંબાવાયો, ફ્લાવર શોમાં...

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજીત ઈન્ટરનેશનલ ફલાવરશો વધુ બદ્દિવસ માટે...

ગુજરાત કાતિલ ઠંડીની ઝપેટમાં : 9 શહેરમાં 10 ડિગ્રીથી...

ઉત્તર ભારતમાં થયેલી હિમ વર્ષા અને અત્યંત કાતિલ-સૂકા ઠંડા...

11મી જાન્યુઆરી ના રોજ CTM ખાતે મફત મેડિકલ કેમ્પ...

ઇલેક્ટ્રો હોમિયોપેથી ફક્ત વનસ્પતિઓ પર આધારિત તદ્દન સરળ, વૈજ્ઞાનિક...

પ્રથમ પૉડકાસ્ટમાં પીએમ મોદીએ કહ્યું કે ‘હું પણ મનુષ્ય...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે મોટું નિવેદન આપ્યું છે. જેરોધાના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here