Monday, January 13, 2025
HomeGujaratAhmedabadઉત્તર પ્રદેશના શહેરી વિકાસ અને ઉર્જા મંત્રી અરવિંદ કુમાર શર્મા એ અમદાવાદમાં...

ઉત્તર પ્રદેશના શહેરી વિકાસ અને ઉર્જા મંત્રી અરવિંદ કુમાર શર્મા એ અમદાવાદમાં પ્રયાગરાજ મહાકુંભ 2025 માટે રોડ શોનું નેતૃત્વ કર્યું

Date:

spot_img

Related stories

દુનિયાના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ BCCI પર મુંબઈ પોલીસનું...

ક્રિકેટની દુનિયામાં BCCI સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે. તેની...

પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ પર અયોધ્યામાં ઉત્સવ: રામલલાનો પંચામૃત...

રામ મંદિરની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ...

HMPV નો વધુ એક કેસ, આસામમાં 10 મહિનાનું બાળક...

ભારતમાં એચએમપીવી વાયરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. હવે...

નારી સ્વાભિમાન આંદોલન’ના અંતગર્ત ધરણાં : અમરેલી બંધના એલાનને...

અમરેલી લેટરકાંડ મુદ્દે પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા...

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પતંગ મહોત્સવનો પ્રારંભ, દેશ-વિદેશના 600થી...

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે 11 જાન્યુઆરી થી 14...

રેલવે વિભાગે મૂક્યા ATVM, હવે ટિકિટ માટે લાંબી લાઇનોમાં...

દેશ-દુનિયા હવે ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહી છે. ત્યારે...
spot_img

અહમદાબાદ : યોગી સરકાર પ્રયાગરાજ મહાકુંભ-2025ને ભારતીય સંસ્કૃતિ અને એકતાનો વૈશ્વિક પ્રતીક બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આ અન્વયે, શહેરી વિકાસ અને ઉર્જા મંત્રી શ્રી અરવિંદ શર્માએ અમદાવાદ માં મહાકુંભ-2025 ના પ્રચાર માટે એક વિશાળ રોડ શોનું આયોજન કર્યું. તેમણે આ કાર્યક્રમને ભારતની વૈવિધ્યતામાં એકતાનું અનોખું ઉત્સવ ગણાવીને ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગુજરાતના નાગરિકોને પ્રયાગરાજ મહાકુંભ માં આવવાનું આમંત્રણ આપ્યું.પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, શહેરી વિકાસ અને ઉર્જા મંત્રી શ્રી અરવિંદ કુમાર શર્મા એ જણાવ્યું: “તમારા પૈકી ઘણા લોકો 2019ના પ્રયાગરાજ કુંભનો ‘દિવ્ય અને ભવ્ય’ અનુભવ કરી ચૂક્યા હશે, જે વૈશ્વિક મંચ પર ભારતના સંસ્કૃતિગૌરવનું અનોખું પ્રતિક બન્યું હતું. સમગ્ર વિશ્વે ઇવેન્ટના પ્રભાવશાળી વ્યવસ્થાપનને પ્રશંસ્યું હતું.” તેમણે આગળ ભારપૂર્વક જણાવ્યું કે આ વર્ષે મહાકુંભ ભવ્યતા અને આધ્યાત્મિક મહિમામાં પછેલો તમામ રેકોર્ડ તોડશે. પ્રયાગરાજ મહાકુંભ-2025માં 450 મિલિયનથી વધુ યાત્રાળુઓ, સંતો, સાધુઓ અને પ્રવાસીઓનું સ્વાગત થવાનું અપેક્ષિત છે. તૈયારીના ભાગરૂપે, ઉત્તર પ્રદેશ સરકારે સમયસર અને ચોકસાઈપૂર્વકની વ્યવસ્થાઓ કરી છે, જેથી આ ઇવેન્ટ ઇતિહાસમાં અવિસ્મરણીય બની રહે.પ્રેસને તેમના સંબોધન દરમિયાન, શહેરી વિકાસ અને ઉર્જા મંત્રીએ કહ્યું, “માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ અને મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળ, મહાકુંભ 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી 2025 સુધી પ્રયાગરાજમાં યોજાશે, ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમના પવિત્ર કિનારે યુનેસ્કો માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે, 12 વર્ષના અંતરાલ પછી ફરી એકવાર પ્રયાગની પવિત્ર ભૂમિ પર મહાકુંભ યોજાશે.”મહાકુંભ ની તૈયારી અંગે મીડિયા સાથેની વાતચીતમાં શહેરી વિકાસ અને ઉર્જા મંત્રી શ્રી અરવિંદ કુમાર શર્મા એ જણાવ્યું “મહાકુંભ 2025 સ્વચ્છ, સ્વસ્થ, સુરક્ષિત અને ડિજિટલ હશે. આ મહોત્સવને પર્યાવરણ મૈત્રી બનાવવાની દિશામાં એક સિંગલ-યુઝ પ્લાસ્ટિક મુક્ત મહાકુંભ જાહેર કરીને પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે. આ પહેલના ભાગરૂપે, મેળા વિસ્તારમાં દોણા-પત્તલના વેપારીઓ માટે દુકાનો ફાળવવામાં આવશે અને 400 શાળાના પ્રિન્સિપાલ સાથે બેઠક યોજાઈ છે. આમ, સ્વચ્છ મહાકુંભની પહેલ 4 લાખ બાળકો અને પ્રયાગરાજની વસ્તી કરતાં 5 ગણી વધુ લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. આ ઉપરાંત, ‘હર ઘર દસ્તક’ અભિયાન હેઠળ સિંગલ-યુઝ પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણનો સંદેશ દર ઘરમાં પહોંચાડવામાં આવી રહ્યો છે.”તેમણે વધુમાં જણાવ્યું કે મહાકુંભ મેળાને હરિયાળો અને સ્વચ્છ બનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. પ્રયાગરાજમાં આશરે 3 લાખ છોડ રોપવામાં આવ્યા છે, અને ઉત્તર પ્રદેશ સરકારે તેમની યોગ્ય સંભાળ અને સાચવણી મેળા પૂર્ણ થયા બાદ પણ સુનિશ્ચિત કરવાની પ્રતિજ્ઞા લીધી છે.

નગર વિકાસ મંત્રીએ જણાવ્યું કે મહાકુંભ મેળાની તૈયારીઓમાં આરોગ્ય અને સ્વચ્છતાને પ્રાથમિકતા આપવામાં આવી છે. મહાકુંભમાં યાત્રિકો, સાધુ-સંતો, કલ્પવાસ કરી રહેલા લોકો અને પ્રવાસીઓ માટે આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. પરેડ ગ્રાઉન્ડ ખાતે 100 પથારીનું મોટું હોસ્પિટલ સ્થાપિત કરવામાં આવ્યું છે. 20 પથારી સાથેના 2 હોસ્પિટલ અને 8 પથારી ધરાવતા નાના હોસ્પિટલ પણ તૈયાર છે.આર્મી હોસ્પિટલ દ્વારા મેળા વિસ્તારમાં અને અરાઈલમાં 10 પથારીના 2 આઈસીઓ પણ સ્થાપિત કરાયા છે. આ તમામ હોસ્પિટલમાં 24 કલાક ડૉક્ટર્સની ડ્યુટી રાખવામાં આવશે. કુલ મળીને 291 એમબીબીએસ ડોકટરો અને નિષ્ણાતો, 90 આયુર્વેદિક અને યુનાની નિષ્ણાતો અને 182 નર્સિંગ સ્ટાફ હશે. આ ઉપરાંત આ હોસ્પિટલોમાં પુરૂષ, મહિલા અને બાળકો માટે અલગ-અલગ વોર્ડ બનાવવામાં આવ્યા છે. ડિલિવરી રૂમ, ઇમરજન્સી વોર્ડ અને ડોકટરોના રૂમ પણ ઉપલબ્ધ રહેશે.પ્રેસ માટે સંબોધન કરતી વખતે, શહેરી વિકાસ મંત્રીએ જણાવ્યું કે ઉત્તરપ્રદેશ સરકારે એક દૈવી, વિશાળ અને ડિજીટલ મહાકુંભનું આયોજન કરવા માટે પ્રતિબદ્ધ છે. તૈયારીઓમાં એક વિશિષ્ટ વેબસાઈટ અને એપ્લિકેશન લોન્ચ કરવી, 11 ભાષાઓમાં એઆઈ-આધારિત ચેટબોટ, લોકો અને વાહનો માટે ક્યૂઆર-આધારિત પાસ, બહુભાષી ડિજીટલ લોસ્ટ-એન્ડ-ફાઉન્ડ સેન્ટર, સ્વચ્છતા અને તંબૂના માટે આઈસિટીસી મોનિટરિંગ, જમીન અને સુવિધા વિતરણ માટે સોફ્ટવેર, બહુભાષી ડિજીટલ સાઇનેજ (વીએમડી), સ્વચાલિત અનાજ પુરવઠો પ્રણાળી, ડ્રોન આધારિત પાવર અને આપત્તિ વ્યવસ્થાપન, 530 પ્રોજેક્ટ્સ માટે લાઇવ સોફ્ટવેર મોનિટરિંગ, સામગ્રી ટ્રેકિંગ સિસ્ટમ અને દરેક સ્થાનની ગૂગલ મેપ્સ પર ઈન્ટિગ્રેશનનો સમાવેશ થાય છે.

દુનિયાના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ BCCI પર મુંબઈ પોલીસનું...

ક્રિકેટની દુનિયામાં BCCI સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે. તેની...

પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ પર અયોધ્યામાં ઉત્સવ: રામલલાનો પંચામૃત...

રામ મંદિરની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ...

HMPV નો વધુ એક કેસ, આસામમાં 10 મહિનાનું બાળક...

ભારતમાં એચએમપીવી વાયરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. હવે...

નારી સ્વાભિમાન આંદોલન’ના અંતગર્ત ધરણાં : અમરેલી બંધના એલાનને...

અમરેલી લેટરકાંડ મુદ્દે પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા...

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પતંગ મહોત્સવનો પ્રારંભ, દેશ-વિદેશના 600થી...

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે 11 જાન્યુઆરી થી 14...

રેલવે વિભાગે મૂક્યા ATVM, હવે ટિકિટ માટે લાંબી લાઇનોમાં...

દેશ-દુનિયા હવે ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહી છે. ત્યારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here