બોલિવૂડના દિગ્ગજ અભિનેતા રાજ કપૂરની 100મી જન્મજયંતિ ટૂંક સમયમાં આવી રહી છે. કપૂર પરિવારે આ ખાસ પ્રસંગ માટે ઘણું પ્લાનિંગ કર્યું છે. 14 ડિસેમ્બરે ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે. ઈવેન્ટ પહેલા સમગ્ર કપૂર પરિવાર તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા દિલ્હી પહોંચ્યો હતો. પીએમને મળ્યા બાદ કરીના કપૂરે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાંથી એક સુંદર તસવીર સામે આવી છે. PM એ કરીનાના બાળકો માટે ખાસ ભેટ આપી છે. ખરેખર તો ઘરના કોઈપણ બાળકને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે લઈ જવામાં આવ્યા ન હતા. કપૂર પરિવારના જે સભ્યો જોવા મળ્યા હતા તેમાં કરીના કપૂર, નીતુ કપૂર, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, કરિશ્મા કપૂર, સૈફ અલી ખાન અને અન્ય ઘણા લોકો સામેલ હતા. પરંતુ પીએમ દ્વારા જેહ-તૈમૂરને આપવામાં આવેલી ભેટની તસવીર વાયરલ થઈ રહી છે.