પ્રવાસીઓને વધુને વધુ અર્થપૂર્ણ અનુભવો, અનોખા સાહસો અને ઓફ-બીટ ડેસ્ટિનેશન પર જવા માંગતા હોવાથી આંતરરાષ્ટ્રીય મુસાફરી સતત વધી રહી છે ત્યારે ભારતની અગ્રણી ખાનગી જનરલ ઇન્શ્યોરન્સ કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે રેડિયો વનના ફ્લેગશિપ ટ્રાવેલ શૉ ‘Get Some Sun’ માટે તેની અભૂતપૂર્વ આઠમી સિઝન માટે તેના સહયોગની જાહેરાત કરી છે. આ શૉ બોલિવૂડ સુપરસ્ટાર આયુષમાન ખુરાના હોસ્ટ કરશે.નંબર 8 અને અનંતતા સાથેના તેના જોડાણ દ્વારા પ્રેરિત આ સિઝન Infinity Awaits ની આસપાસ કેન્દ્રિત છે અને નવ અનેરી થીમ્સ રજૂ કરશેઃ નેચરલ ઇન્ફિનિટી પૂલ્સ, પ્રાચીન ગ્રીક સાઇટ્સથી માંડીને ઉત્કૃષ્ટ આર્કિટેક્ચર, પેરેડાઇઝ આઇલેન્ડ્સ, નયનરમ્ય એરચનિડ્સ, આકાશી દ્રશ્યો, એલિમેન્ટલ એન્કાઉન્ટર્સ અને પાવરફુલ એનર્જી વોર્ટેક્સીસ સુધી. આ શૉ વર્સેટાઇલ અને કરિશ્માઇ કલાકાર આયુષમાન ખુરાનાનું હોસ્ટ તરીકે સ્વાગત કરે છે જે શ્રોતાઓને વિશ્વભરના સ્થળોની અભૂતપૂર્વ સફરે લઈ જશે અને આ મુસાફરીની અનંત સંભાવનાઓની ઊજવણી કરશે.આયુષમાન ખુરાના સાથે આ શૉનું જોડાણ એક પરફેક્ટ સિનર્જી લાવે છે કારણ કે આ કલાકાર સાચા સાંસ્કૃતિક અનુભવો અને પરંપરાગત શહેર આધારિત ટુરિઝમથી આગળ વધીને કુદરતી દ્રશ્યો શોધવા માટે તેના વાસ્તવિક જુસ્સા માટે જાણીતો છે.આ સતત ચાલનારા સહયોગ થકી આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ પ્રવાસ સુરક્ષાની સંસ્કૃતિને વેગ આપવાની તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે અને સુનિશ્ચિત કરે છે કે પ્રવાસીઓ તેમના સાહસો થકી સંપૂર્ણ માનસિક શાંતિ સાથે અનંત સંભાવનાઓ શોધી શકે છે.આ સિઝન વિશે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના માર્કેટિંગ, કોર્પોરેટ કમ્યૂનિકેશન અને સીએસઆરના હેડ શીના કપૂરે જણાવ્યું હતું કે આજના પ્રવાસીઓ વધુને વધુ વૈવિધ્યસભર અનુભવો શોધી રહ્યા છે – વૈભવી આનંદથી લઈને સાહસિક સફર અને સાંસ્કૃતિક અનુભવો સુધી. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ખાતે અમારો સતત પ્રયાસ પ્રવાસીઓ સહિત આજના ગતિશીલ ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા માટે સૌથી વધુ અનુકૂળ ઇન્શ્યોરન્સ ઓફરિંગ વિકસાવવાનો છે. આવી જ એક ઓફર છે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ TripSecure+, એક એઆઈ-સંચાલિત ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ જે વ્યક્તિગત જરૂરિયાતોને અનુરૂપ વ્યાપક સુરક્ષા પ્રદાન કરે છે. તે સમગ્ર પ્રવાસ દરમિયાન શ્રેષ્ઠ કવરેજ અને સરળ સપોર્ટ સુનિશ્ચિત કરે છે. ‘Get Some Sun Season 8’ દ્વારા અમે ટ્રાવેલ ઇન્શ્યોરન્સના મહત્વ પર પ્રકાશ પાડવાનો અને લોકોને વિશ્વાસપૂર્વક દુનિયાની ખોજ કરવાની પ્રેરણા આપવાનું લક્ષ્ય રાખીએ છીએ, એ જાણીને કે તેમની પાસે તેમના સાહસોને સુરક્ષિત કરવા માટે વિશ્વસનીય ભાગીદાર છે.
‘Get Some Sun’ અંગે વાત કરતા આયુષમાન ખુરાનાએ જણાવ્યું હતું કે જ્યારે હું મુસાફરી કરું છું ત્યારે હું એવી જગ્યાઓ શોધું છું જે પહેલાથી ઓફ બીટ હોય અને પહેલા શોધાયેલી ન હોય. પછી ભલે તે મારા મિત્રો સાથે હોય કે કુટુંબીજનો સાથે, તે બધું જ અમારી મુસાફરી દ્વારા જાદુઈ અનુભવ બનાવવા વિશે છે જેને અમે ભૂલીશું નહીં. ‘Get Some Sun’ની આઠમી સિઝન આની સંપૂર્ણ રીતે ખોજ કરે છે કારણ કે અમે એવા સ્થાનો વિશે વાત કરીએ છીએ જેના વિશે લોકોએ સાંભળ્યું નથી. એટલે તમારી બેગ પેક કરો અને તમે ટ્યૂન કરી તૈયાર થશો ત્યાં સુધીમાં અમે તમને તમારું હવે પછીનું વેકેશન ડેસ્ટિનેશન આપી દીધું હશે!તાજેતરમાં ઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે TripSecure+ લોન્ચ કર્યું હતું, જે એક નવીન એઆઈ-સંચાલિત ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સોલ્યુશન છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે ટ્રાવેલ પાર્ટનર તરીકે સ્થિત આ પ્રોડક્ટ વૈવિધ્યસભર ભારતીય પ્રવાસીઓની અનન્ય જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે અનુકૂળ કવરેજ વિકલ્પો પ્રદાન કરે છે.કંપની પાસે 1.32 લાખ એક્ટિવ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પોલિસી છે અને તેણે પાછલા વર્ષમાં વિશ્વભરમાં 1.36 લાખ પ્રવાસીઓને મદદ કરી છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તમામ વય જૂથના પ્રવાસીઓને પોલિસી જારી કરવા માટે કોઈપણ તબીબી તપાસ વિના 10 લાખ યુએસ ડોલર સુધીના મેડિકલ કવરેજ સાથે વૈશ્વિક સ્તરે ગુણવત્તાયુક્ત હેલ્થકેરની ખાતરી આપે છે. કંપનીએ ગત નાણાંકીય વર્ષમાં 25,943 મુસાફરી સંબંધિત ક્લેઇમ્સ સફળતાપૂર્વક સોલ્વ કર્યા છે, જે વ્યાપક ટ્રાવેલ પ્રોટેક્શન પૂરી પાડવાની તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ તેની શરૂઆતથી જ ‘Get Some Sun’ સાથે સંકળાયેલી છે, જે શહેરી પ્રોફેશનલ્સ અને પ્રવાસના ઉત્સાહીઓમાં શૉની વિશિષ્ટ સ્થિતિને ઓળખે છે. આ શૉ સાત મોટા શહેરોમાં પ્રસારિત થશે જેમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ, બેંગ્લોર, અમદાવાદ અને પુણેનો સમાવેશ થાય છે.