યુપીની કહાની, બિહારની બેટી હવે ડિઝની+ હોટસ્ટાર પર ઇન્ડિયાનું નંબર 1 શો બની ગયું છે। હોટસ્ટાર સ્પેશિયલ્સનો ‘ઠૂકરા કે મેરા પ્યાર’ છેલ્લા ચાર વર્ષમાં ડિઝની+ હોટસ્ટાર પર સૌથી વધુ સબ્સ્ક્રાઇબ કરાયેલો શો અને 2024માં સૌથી વધુ જોવાતો શો બની ગયું છે। આ સિદ્ધિ શોની રિલીઝના પ્રથમ સોળ દિવસ દરમિયાન સ્ટ્રીમ કરાયેલા કલાકોના આધાર પર છે। ભારતના હૃદયસ્થળમાં આધારિત આ શોમાં આશાસ્પદ અને યુવા પ્રતિભાઓએ પોતાનું પ્રભાવશાળી અભિનય પ્રદર્શન કરી પોતાને મક્કમ રીતે પ્રસ્થાપિત કર્યું છે। કમલ પાંડે લિખિત અને સચિન પાંડેના બોમ્બે શો સ્ટુડિયોઝ દ્વારા નિર્માણ તથા શ્રદ્ધા પાસી જયરથના દિગ્દર્શન હેઠળની આ પીછો અને પ્રેમની અસાધારણ વાર્તા નવાગંતુકો ધવલ ઠાકુર અને સંચિતા બશુ સાથે લોકપ્રિય કલાકારો અનિરુદ્ધ દવે અને કપિલ કાનપુરિયા મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં છે. “અમને ઠુકરા કે મેરા પ્યારને અદભુત પ્રતિસાદ મળ્યો તેની બેહદ ખુશી છે. શો માટે અમારો ધ્યેય સમકાલીન નિર્માણ શૈલી પ્રસ્તુત કરવા સાથે આજના યુવાનોની ભાવનાઓ અને અનુભવો સાથે સુમેળ સાધવાનો છે અને આ શો અમારી સર્વ અપેક્ષાઓને પાર કરી જાય છે. આ શો ધવલ ઠાકુર અને સંચિતા બશુ જેવા ઊભરતા કલાકારો માટે તેમની કળા દર્શાવવા મંચ તરીકે સાબિત થયો છે, જેમણે ખરેખર અમારા દર્શકોને મોહિત કરી દીધા છે. ઠૂકરા કે મેરા પ્યારની સફળતા અમારા દર્શકો સાથે ઊંડાણથી સુમેળ સાધતી ઉચ્ચ ગુણવત્તાની કન્ટેન્ટ લાવવાની અમારી કટિબદ્ધતા અધોરેખિત કરે છે અને અમે આવી વધુ પ્રભાવશાળી વાર્તાઓ જીવંત કરવા માટે રોમાંચિત છીએ,’’ એમ જિયોસ્ટારના સ્ટ્રીમિંગ માટે હિંદી સ્પેશિયલ્સના હેડ વિવેક શ્રીવાસ્તવે જણાવ્યું હતું. નિર્માતા સચિન પાંડે, બોમ્બે શો સ્ટુડિયોઝે પણ રોમાંચ વ્યક્ત કરતાં જણાવ્યું કે, “હું ઠૂકરા કે મેરા પ્યારનીસફળતાથી ભારે મોહિત છું. આ સિદ્ધિ કમલ પાંડેના ઉત્કૃષ્ટ લેખનથી સંચિતા બશુ અને ધવલ ઠાકુરના મંત્રમુગ્ધ કરનારા અભિનય સુધી અમારી ટીમના અતુલનીય એકત્રિત પ્રયાસનો દાખલો છે. મને પ્રક્રિયાને આગળ ધપાવનારા અને શો પર આવી કાચી ઈમાનદારી લાવનારા દરેક માટે ગર્વ છે. મને આશા છે કે અમે એકત્ર મળીને વિક્રમો તોડીશું અને વધુ અવિસ્મરણીય વાર્તાઓ નિર્માણ કરીશું.’’ શોના ડાયરેક્ટર શ્રદ્ધા પાસી જયરથે જણાવ્યું હતું કે, “હું અમને આવી મોટી તક આપવા માટે અને આ સિરીઝ લાખ્ખો દર્શકો સુધી લઈ જવા માટે ડિઝની+ હોટસ્ટાર અને આખી ટીમ માટે ખૂબ ખૂબ આભારી છું!”
ઠૂકરા કે મેરા પ્યારમાં કુલદીપ કુમારની ભૂમિકા ભજવતો ધવલ ઠાકુર કહે છે, “કુલદીપ જેવું બહુમુખી પાતર ભજવવું તે બહુ સંતોષજનક છે, કારણ કે મને કલાકાર તરીકે મારી મર્યાદાઓની કસોટી કરવા મળી. લોકો અમારી પર જે પ્રેમ અને સરાહના વરસાવી રહ્યા છે તે જોતાં મને આ પ્રવાસ ફળદ્રુપ બની રહ્યો તેની બેહદ ખુશી છે અને ઠૂકરા કે મેરા પ્યાર ડિઝની+ હોટસ્ટાર પર સૌથી વધુ સબ્સ્ક્રાઈબ થયેલો અને સૌથી વધુ જોવાતો શો બની ગયો તેનાથી ખુશી બમણી થઈ ગઈ છે. આ પ્રવાસ ખરેખર અદભુત રહ્યો અને અમે શો જોનારા, આદાનપ્રદાન કરનારા અને ટેકો આપનારા દરેક દર્શકોના બહુ આભારી છીએ. હું ડિઝની+ હોટસ્ટાર, શ્રદ્ધા પાસી અને આખી ટીમે કુલદીપની ભૂમિકા ભજવવા માટે મારી પર વિશ્વાસ મૂક્યો તે બદલ તેમનો આભારી છું.’’ ષન્વિકાનું પાત્ર ભજવી રહેલી લોકપ્રિય ઈન્ફ્લુએન્સર અને અભિનેત્રી સંચિતા બશુ ખુશી વ્યક્ત કરતાં કહે છે, “ઠૂકરા કે મેરા પ્યાર સ્થાનિક વાર્તા રાષ્ટ્રીય સ્તરે સ્પર્શે તેનો ઉત્તમ દાખલો છે. યુપીના નાના શહેરની પાર્શ્વભૂમાં વાર્તાએ ભારતભરના દર્શકો સાથે સુમેળ સાધ્યો છે. હું ષન્વિકા અને કુલદીપ જેવાં રિલેટેબલ પાત્રો ઘડી કાઢનારકા કમલ પાંડેની બહુ આભારી છું. આ પાત્રો દર્શકો સાથે ઊંડાણથી કનેક્ટેડ થયાં છે. શોને અદભુત પ્રતિસાદ ખરેખર સારી વાત છે અને હું આ વાર્તામાં વિશ્વાસ રાખવા માટે અને દૂરસુદૂરના દર્શકો માટે મંચ લાવવા માટે ડિઝની+ હોટસ્ટારની આભારી છું. ડેબ્યુ પ્રોજેક્ટ માટે આટલો પ્રેમ અને સરાહના મળે તે ખરેખર પ્રેરણાદાયી છે અને હું નવી તકો ઝડપી લેવા અને આગળના પ્રવાસમાં પણ શ્રેષ્ઠતમ આપવાનું ચાલુ રાખવા માટે રોમાંચિત છું.’’