પ્રખ્યાત તબલા વાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનના નિધનની પુષ્ટી થઈ ગઇ છે. તેમની તબિયત નાજૂક હતી. રવિવારે (15 ડિસેમ્બર, 2024) તેમની તબિયત લથડતા તેમને તાત્કાલિક અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં દાખલ કરાયા. જોકે પહેલા તેમના નિધનની અફવા ઉડી હતી અને પછી તેઓ સારવાર હેઠળ હોવાની વાત સામે આવી હતી. જોકે આજે સોમવારે તેમના પરિવારજનોએ આખરે તેમના નિધનની પુષ્ટી કરી દીધી હતી.મહત્વનું છે કે, જણાવી દઈએ કે, 9 માર્ચ 1951એ મુંબઈમાં જન્મેલા ઝાકિર હુસૈનને ભારતના બીજા સૌથી મોટા નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ, અને પદ્મ શ્રીથી સન્માનિત કરાયા હતા. ઝાકિર હુસૈનનું નામ આખી દુનિયામાં પ્રખ્યાત છે અને ભારત સહિત અનેક દેશોમાં તેમના કરોડો ચાહકો છે.આ અગાઉ પત્રકાર પરવેઝ આલમે X (અગાઉના ટ્વિટર) પર ઝાકિર હુસૈનની એક તસવીર શેર કરી હતી. આ સાથે તેણે લખ્યું હતું કે, ‘તબલા વાદક, તાલ વાદક, સંગીતકાર, ભૂતપૂર્વ અભિનેતા અને મહાન તબલા વાદક અલ્લાહ રક્ખાના પુત્ર ઉસ્તાદ ઝાકિર હુસૈનની તબિયત સારી નથી.’ જોકે બાદમાં તેમના નિધનના સમાચાર પણ ફેલાયા અને તેમની હાલત સ્થિર હોવાની જાણકારી અપાઈ પણ હવે તેમના પરિવારે નિધનની પુષ્ટી કરી દીધી છે.
ત્રણ વર્ષની ઉંમરે રિધમ શીખવાનું શરૂ કર્યું :
ઝાકિર હુસૈનનો જન્મ મુંબઈમાં થયો હતો. ઝાકીરને બાળપણથી જ તબલાનો ખૂબ શોખ હતો અને તેણે તેના પિતા પાસેથી તેની ટ્રિક પણ શીખી હતી. માત્ર ત્રણ વર્ષની ઉંમરે, તેણે તાલ વગાડવાનું શીખવાનું શરૂ કર્યું. ઝાકિરનો પહેલો કોન્સર્ટ જ્યારે તે સાત વર્ષનો હતો ત્યારે કર્યો હતો. આ પછી, તેણે 11 વર્ષની ઉંમરે પ્રવાસ કરવાનું શરૂ કર્યું. આ પછી, જ્યારે ઝાકિરને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ઓલ-સ્ટાર ગ્લોબલ કોન્સર્ટમાં ભાગ લેવા માટે વ્હાઇટ હાઉસમાં આમંત્રણ આપ્યું હતું, ત્યારે તે આવું કરનાર પ્રથમ ભારતીય હતા.તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જ ઝાકિર હુસૈનની ‘એઝ વી સ્પીક’એ ભારત પ્રવાસની જાહેરાત કરી હતી. તેમાં ઘણા મોટા કલાકારોની ભાગીદારીની વાત હતી અને આ પ્રવાસ આવતા વર્ષે એટલે કે 2025માં જાન્યુઆરીમાં શરૂ થવા જઈ રહ્યો છે.
Ustad Zakir Hussain, Tabla player, percussionist, composer, former actor and the son of legendary Tabla player, Ustad Allah Rakha is not well. He’s being treated for serious ailments in a San Francisco hospital, USA, informed his brother in law, Ayub Aulia in a phone call with… pic.twitter.com/6YPGj9bjSp
— Pervaiz Alam (@pervaizalam) December 15, 2024