દેશ-દુનિયા હવે ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહી છે. ત્યારે હવે ભારતીય રેલવે પણ આ વિશે પોતાને અપડેટ કરી રહ્યું છે. ભારતીય રેલવે ટેક્નોલોજીના ઉપયોગ થકી હવે મુસાફરોની યાત્રાને વધુ સરળ બનાવી રહ્યું છે. જે માટે હવે યાત્રાળુઓને ટિકિટ ખરીદવા માટે લાંબી લાઇનમાંથી છૂટકારો આપવામાં આવ્યો છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન સહિત પાંચ રેલવે સ્ટેશન પર ATVM મશીન મૂકવામાં આવ્યા છે. જેની મદદથી જેમ એટીએમમાંથી પૈસા મેળવે છે, તેવી જ રીતે મુસાફરો ATVM મશીનથી ટિકિટ મેળવી શકશે.મુસાફરો તાત્કાલિક ટિકિટ મેળવી શકે તે માટે રેલવે વિભાગે ATVM એટલે કે ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન મૂક્યા છે. જેની મદદથી જે પ્રકારે મુસાફરો પહેલાં ટિકિટ કાઉન્ટર પરથી ટિકિટ મેળવતા હતાં, તે જ રીતે હવે મશીન દ્વારા જાતે ટિકિટ મેળવી શકાશે. ATVM મશીન દ્વારા લોકો જાતે જ અનરિઝર્વ્ડ ટિકિટ મેળવી શકશે. મશીન દ્વારા મુસાફરો યાત્રા ટિકિટ, પ્લેટફોર્મ તથા સિઝન પાસ પણ મેળવી શકે છે. રેલવે વિભાગ દ્વારા ફક્ત કાલુપુર જ નહીં પરંતુ અન્ય 4 સ્થળોએ પણ ATVM મશીન મૂકવામાં આવ્યા છે. જેમાં અમદાવાદમાં 3, સાબરમતીમાં 2, વિરમગામમાં 1, મહેસાણા 1 અને ગાંધીધામમાં 1 ATVM મશીન મૂકવામાં આવ્યું છે.
अहमदाबाद मण्डल के विभिन्न रेलवे स्टेशनों पर एटीवीएम द्वारा अनारक्षित टिकिट की सुविधा उपलब्ध@WesternRly @RailMinIndia pic.twitter.com/8HUzT2SrN0
— DRM Ahmedabad (@drmadiwr) January 9, 2025
ટિકિટ કેવી રીતે મેળવવી ? :
સૌથી પહેલાં ATVM માં દેખાતા માનચિત્રથી અથવા ટાઇપ કરીને ગંતવ્ય સ્ટેશન સિલેક્ટ કરો.
બાદમાં ટ્રેનનો પ્રકાર પસંદ કરો. (જેમકે, મેલ/ એક્સ્પ્રેસ અથવા સુપરફાસ્ટ)
બાદમાં ચૂકવણી માટે સ્માર્ટ કાર્ડ અથવા ક્યૂઆર કોર્ડમાંથી કોઈ એક વિકલ્પની પસંદગી કરો.
ક્યુઆર કોર્ડને BHIM, PhonePe, GPay, Paytm વગેરેથી સ્કેન કરી પેમેન્ટ કરી શકશો.
યુપીઆઈ પીન નાંખી પેમેન્ટને 108 સેકન્ડમાં પૂર્ણ કરવાનું રહેશે.
આ સિવાય સ્માર્ટ કાર્ડ દ્વારા પણ પેમેન્ટ કરી શકાશે.