Sunday, April 20, 2025
HomeEntertainmentઅસલ વાર્તાકાર વાર્તા કથનકાર કે લેખક છે? ડિઝની+ હોટસ્ટાર લાવી રહી છે...

અસલ વાર્તાકાર વાર્તા કથનકાર કે લેખક છે? ડિઝની+ હોટસ્ટાર લાવી રહી છે ‘ધ સ્ટોરીટેલર’ 28મી જાન્યુઆરીથી!

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

તમારા હૃદયના તારને ઢંઢોળનાર અને તમારી કલ્પનાઓને જાગૃત કરનારી મંત્રમુગ્ધ કરનારી ફિલ્મ ધ સ્ટોરીટેલરની દુનિયામાં પ્રવેશ કરવા માટે તૈયાર રહો. ડિઝની+ હોટસ્ટાર પર 28મી જાન્યઆરી, 2025થી પ્રસારિત થનારી આ ફિલ્મ સત્યજિત રેયની ક્લાસિક ટૂંકી વાર્તા ગોલ્પો બોલો તારિની ખુરોથી પ્રેરિત છે. મૈત્રી, અંગત વૃદ્ધિ અને વાર્તાકથનના મજબૂત પ્રભાવની થીમો સાથે તે સમકાલીન અને વહાલો લાગે તેવો સમૃદ્ધ અને બોલકણો અનુભવ પ્રદાન કરે છે. પ્રસિદ્ધ અનંથ નારાયણ મહાદેવન દિગ્દર્શિત ફિલ્મમાં અતુલનીય પરેશ રાવળ, ઉત્કૃષ્ટ અદિલ હુસૈન, પ્રતિકાત્મક રેવથી અને પ્રતિભાશાળી તનિષ્ઠા ચેટરજી મુખ્ય ભૂમિકામાં છે. ધ સ્ટોરીટેલર રમૂજ, ઉષ્મા અને ભાવનાત્મક ઊંડાણનું નાજુક સંતુલન ગૂંથીને આપણને આપણા જીવનને આકાર આપનારી અને આપણા મન પર અમીટ છાપ છોડનારી અસાધારણ વાર્તાઓની યાદ અપાવે છે.દિગ્દર્શક અનંત મહાદેવન કહે છે, “ધ સ્ટોરીટેલર પર કામ કર્યું તે મારે માટે ખરા અર્થમાં ઊંડાણભર્યો અંગત પ્રવાસ હતો. સત્યજિત રેની વાર્તાના સુંદરતા તેની સમકાલીન ખૂબીમાં છે અને આવી અતુલનીય કલાકારો સાથે તે જીવંત લાવવામાં આવ્યું છે તે ચમત્કારથી ઓછું બિલકુલ નથી. રેના બુદ્ધિશાળી મનમાં પ્રવેશ અને તેઓ જે રીતે વિઝ્યુઅલાઈઝ કરી શક્યો હોત તેવી ફિલ્મ વિઝ્યુઅલાઈઝ કરવાનો આ પ્રયાસ છે. ડિઝની+ હોટસ્ટાર તેના દૂરગામી પહોંચ ધરાવતા મંચ સાથે દર્શકો સાથે વહાલું જોડાણ પ્રદાન કરે છે અને મને સંપૂર્ણ પ્રક્રિયામાં નિકટતાનું ભાન મહેસૂસ થયું છે. હું ફિલ્મ જોવા અને મારે માટે ખાસ આ ફિલ્મ બનાવવા પાછળની ઉષ્મા, વિવેકવિચાર અને ભાવનાઓ આદાનપ્રદાન કરવા રોમાંચિત છું. મને આશા છે કે મારી જેમ દરેક સાથે તે સુમેળ સાધીને રહેશે.’’પરેશ રાવળ કહે છે, “તારિની ખુરો ભજવવાનું એટલે વિવેકવિચાર, બુદ્ધિ અને અજાયબીની દુનિયામાં પગલું મૂકવા જેવું છે. આ વાર્તા ઉક્ત વાર્તા નથી. આ ભાવનાઓનો પ્રવાસ છે, જે અંત સુધી તમારી સાથે રહે છે. ધ સ્ટોરીટેલર હવે ડિઝની+ હોટસ્ટાર થકી ઘરોમાં પહોંચશે તેની મને બેહદ ખુશી છે અને હું જાદુ, રમૂજ અને આ ફિલ્મનું હાર્દ દરેક જણ અનુભવે તે જોવા ઉત્સુક છું. આ મારા અંતરનો ટુકડો છે, જે હું મારા દર્શકો સાથે આદાનપ્રદાન કરી રહ્યો છે.’’

અદિલ હુસૈન કહે છે, “ધ સ્ટોરીટેલર ફિલ્મ કરતાં પણ ઘણું બધું છે. તે આપણને આકાર આપનારી અને આપણને માનવી બનાવતાં જોડાણોની વાર્તાઓની હૃદયસ્પર્શી ઉજવણી છે. આ સુંદર પ્રવાસનો હિસ્સો બન્યો તે સન્માનજનક છે અને હવે તે ડિઝની+ હોટસ્ટાર થકી જીવનને સ્પર્શશે તે જાણીને બેહદ ખુશી થાય છે. મને આશા છે કે તે બનાવવા માટે અમે મહેસૂસ કર્યું તે જ રીતે દરેકના જીવનમાં ઉષ્મા, હાસ્ય અને અર્થ લાવશે.’’રેવથી કહે છે, “આ દુર્લભ ફિલ્મમાંથી એક છે, જે સીધી મન સાથે વાત કરે છે. ધ સ્ટોરીટેલર આપણને વાર્તાઓની હીલિંગ શક્તિ, માનવી જોડાણોની સુંદરતા અને તેની સાથે આવતો સમકાલીન વિવેકવિચાર આપણને યાદ અપાવે છે. આ અતુલનીય પ્રવાસ હવે ડિઝની+ હોટસ્ટાર પર દર્શકો માટે ખૂલશે તે જાણીને હું બહુ જ ભાવનાત્મક બની ગઈ છું. મને આશા છે કે તે તમારાં મનને સ્પર્શશે, તમને પ્રેરિત કરશે અને મારી જેમ તમારી સાથે પણ રહેશે.’’તો એવી દુનિયામાં પ્રવેશવા માટે સુસજ્જ બની જાઓ જ્યાં વાર્તા ફક્ત કહેવાતી નથી, પરંતુ તે જીવંત બને છે અને તમારા મનને અત્યંત સુંદર રીતે સ્પર્શે છે. ધ સ્ટોરીટેલર ફક્ત ફિલ્મ નથી, પરંતુ જાદુ, ભાવનાઓ અને અવિસ્મરણીય અવસરોથી ભરચક હૃદયસ્પર્શી પ્રવાસ છે, જે લાંબા સમય સુધી તમારી સાથે રહેશે.આ બહુપ્રતિક્ષિત ફિલ્મ જિયો સ્ટુડિયોઝ, પર્પઝ એન્ટરટેઈનમેન્ટ એન્ડ ક્વેસ્ટ ફિલ્મ્સની પ્રોડક્ટશન કંપની હેઠળ જ્યોતિ દેશપાંડે, સલિલ ચતુર્વેદી, સુચંદા ચેટરજી, શુભા શેટ્ટીના કુશળ નિર્માણ હેઠળ જીવંત બની રહી છે. ફિલ્મની મંત્રમુગ્ધ કરનારી અને રોચક લહેર હૃજુ રોયની પ્રતિભાશાળી ટીમ દ્વારા ઘડવામાં આવેલા કર્ણપ્રિય સંગીત દ્વારા સુંદર રીતે નિખરી આવી છે.તો 28મી જાન્યુઆરી, 2025ની તારીખ યાદ રાખો અને પ્રેરણા, હીલ અને પરિવર્તનની વાર્તાની સમકાલીન શક્તિની ઉજવણી કરતી આ અસાધારણ વાર્તાનો અનુભવ કરવા માટે ડિઝની+ હોટસ્ટાર પર અમારી સાથે જોડાઓ.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here