નીલકંઠ ગૌ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગો ઉત્પાદન, ‘ગોબર ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગ’નું બે દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. 8 માર્ચ, શનિવારે સવારે 8:30 વાગ્યાથી 9 માર્ચ રવિવારના રોજ સાંજે 5 વાગ્યા સુધી વૃંદાવન ધામ, નિલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્ર, નાની નાગલપર અંજાર, કચ્છ, ગુજરાત ખાતે પંચગવ્ય ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે.આ બે દિવસીય પ્રશિક્ષણ વર્ગનું ઉદઘાટન મેઘજીભાઈ હિરાણી (ગો સેવા ગતિવિધિ સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક) દ્વારા કરવામાં આવશે. વર્ગમાં ગો નાઈલ, ધુપ બતી, ગોબર કુંડા, ગલ્લા પેટ, ચકલી ઘર, લક્ષ્મી જી, ફુલ ડાંડી, મચ્છર તેલ, ગણેશ 3″, ગણેશ 12″, ખજુર કુલ્ફી, હવન સામગ્રી કંડા, નેચરલ જ્યુશી, રૂદયમ્ પે, વાઢિયા મલમ, પાચક ચૂર્ણ, નેત્ર, આંખના ટિપા, પંચગવ્ય નસ્ય, નિમ અર્ક, શુભ લાભ, તોરણ, માળા, બેરખા, બેબી પાવડર, છાસ મસાલો, ગોબર પુટી (કલર), રુઝાન સ્પ્રે, ફેસપેક, ત્રિફળા ચૂર્ણ, શેમ્પૂ, દંતમંજન, મોબાઈલ ચિપ્સ, સર્વદર્દ હર તેલ, સાબુ, રાખડી, ધૂપ કપ, પાવડર, પત્રિકા, ગોબર માંડવો, ગોબરથી સતેજ સજાવટ, હવન સામગ્રી યુક્ત અડાયા, ગૌમાતા વોલ હેન્ગર, કિચેન વગેરેનું પ્રેક્ટિકલ પ્રશિક્ષણ આપવામાં આવશે. પ્રોડકટ નિર્માણ બાદ તેનું પેકિંગ, વેંચાણ વ્યવસ્થા, માર્કેટિંગ વગેરેની સમજ આપવામાં આવશે. આ સાથે વર્ગમાં સૌ પ્રથમ દરેક વ્યક્તિની ઓરા (aura) માપવામાં આવશે. ગાય સાથે રહેવાથી કેટલી ઓરા વધે છે એનું પ્રેક્ટીકલ નિદર્શન કરવામાં આવશે. કમર અને સાઈટીકાનાં દુખાવા માટે પંચગવ્યથી ઘરેલું ચિકિત્સા અને અતિ મહત્વનાં ઘરેલું ઉપચાર શીખવવામાં આવશે. રેડીયેશન મુક્ત ઘર માટે ગોબરનો કેવી રીતે ઉપયોગ કરવો તેનું પ્રેક્ટીકલ શીખવવામાં આવશે.આ વર્ગમાં કોઈ પણ જોડાઈ શકે છે. વર્ગમાં પુર્ણ સમય રહેવું ફરજીયાત છે. ચાલુ વર્ગમાં ફોન બંધ રાખવાનો રહેશે. બહેનો માટે અલગ રહેવાની વ્યવસ્થા રાખવામાં આવી છે. 8 તારીખે રાત્રી નિવાસની વ્યવસ્થા રહેશે એની આગળ પાછળ કોઈને નિવાસ કરવો હોય તો એમનું અલગથી શુલ્ક રહેશે અથવા પોતાની રીતે વ્યવસ્થા કરવાની રહેશે. ગોબરથી આર્થિક ઉપાર્જન માટે આ વર્ગ ખુબ મહત્વનો છે જેમને રસ રુચિ હોય એવા લોકોએ જ રજીસ્ટ્રેશન કરાવવું. ગોબર ઉત્પાદનો માટે આ વર્ગમાં મશીન, મોલ્ડ, મટીરીયલ્સ, પ્રિમિકસ વગેરેની માહિતી પણ આપવામાં આવશે. વર્ગમાં ભાગ લેનાર સૌ ને પંચગવ્ય ઉત્પાદન કીટ આપવામાં આવશે.આ પ્રશિક્ષણમાં 51 વ્યક્તિઓની સંખ્યા લેવાની હોવાથી વર્ગમાં જોડાવવા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજીસ્ટ્રેશન શુલ્ક 1500 જમા કરાવવાના રહેશે. મર્યાદિત સંખ્યા લેવાની હોવાથી વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરાવી લેવું. આ અંગેની વધુ માહિતી અને રજીસ્ટ્રેશન માટે નિલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્ર નાનીનાગલપર, અંજાર, કચ્છ, ગુજરાત (મો. 7359816838) પર સંપર્ક મેઘજીભાઈ હિરાણીની યાદીમાં જણાવાયું છે.