Thursday, February 6, 2025
HomeIndiaપીએનબી મેટલાઈફ પૉલિસીબઝાર સાથે ભાગીદારીમાં સ્માર્ટ ઈન્વેસ્ટ પૅન્શન પ્લાનની રજૂઆત કરીઃ રિટાયરમેન્ટ...

પીએનબી મેટલાઈફ પૉલિસીબઝાર સાથે ભાગીદારીમાં સ્માર્ટ ઈન્વેસ્ટ પૅન્શન પ્લાનની રજૂઆત કરીઃ રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે એક વ્યાપક ઉકેલ

Date:

spot_img

Related stories

ડિપોર્ટ કરાયેલા ભારતીયોમાં સૌથી વધુ ઉ.ગુજરાતના, મોટાભાગના ગ્રામ્ય વિસ્તારના,...

અમેરિકાની ટ્રમ્પ સરકારે કરેલી કાર્યવાહી બાદ 37 ગુજરાતીઓ સહિત...

ક્રિકેટ આઇકોન એમએસ ધોનીએ એલન સંગમ ખાતે રેકોર્ડ ૩.૫૦...

ક્રિકેટ દિગ્ગજ એમએસ ધોનીએ એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટના પ્રથમ ઓલ...

વડાપ્રધાન મોદીએ ભગવા વસ્ત્ર અને રૂદ્રાક્ષની માળા પહેરી પવિત્ર...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રયાગરાજમાં મહાકુંભની મુલાકાત લીધી. જ્યાં...

રામાયણ માત્ર મહાકાવ્ય નથી મહામંત્ર છે , તેનું શ્રવણ...

નડીઆદનાં સુપ્રસિધ્ધ સંતરામ મંદિરનાં નેજા નીચે રામકથાનો મંગલ આરંભ....

કેરળ ઉનાળામાં સ્થાનિક પ્રવાસીઓની સંખ્યા વધારવા માટે ઓલ- ઇન્ડિયા...

ઉનાળાની રજાઓની મોસમ ઝડપથી નજીક આવી રહી છે, તેથી...

ડેલોઇટ ઇન્ડિયાએ એન્ટરપ્રાઇઝ ગ્રોથ એવોર્ડ્સ 2025 માટે જ્યુરીની જાહેરાત...

ડેલોઇટ ટચ તોહમત્સુ ઇન્ડિયા એલએલપી (ડેલોઇટ ઇન્ડિયા) એ એન્ટરપ્રાઇઝ...
spot_img

ભારતની અગ્રણી જીવન વીમા કંપની પીએનબી મેટલાઈફે પૉલિસીબઝાર સાથે ભાગીદારી કરી યુનિટ-લિન્ક્ડ, નૉન-પાર્ટિસિપેટિંગ વ્યક્તિગત પૅન્શન પ્લાન પીએનબી મેટલાઈફ સ્માર્ટ ઈન્વેસ્ટ પૅન્શન પ્લાન લૉન્ચ કર્યો છે, જેની રચના વ્યક્તિના સુવર્ણ વર્ષોનું આયોજન કરવામાં મદદ કરવા માટે કરાઈ છે. સ્માર્ટ ઈન્વેસ્ટ પૅન્શન પ્લાન 40થી 50 વર્ષની વય વચ્ચેની વ્યક્તિઓ માટે તૈયાર કરવામાં આવ્યો છે અને તે નિવૃત્તિના આયોજનમાં લવચિક અભિગમ ઑફર કરે છે. ગ્રાહક પાસે મૅચ્યોરિટી પર તરત જ ઍન્યુઈટી મેળવવાની અથવા તેને થોડા વર્ષ માટે સ્થગિત કરવાના વિકલ્પમાંથી પસંદગી કરવાની છૂટ રહે છે. વધુમાં, મૅચ્યોરિટીની રકમના 60% જેટલી રકમ કર-મુક્ત લમ્પ સમ (સામટી રકમ) તરીકે ઉપાડી શકાય છે. સ્માર્ટ ઈન્વેસ્ટ પૅન્શન પ્લાન બે ફંડ્સ સાથે આવે છેઃ પૅન્શન મિડ કૅપ ફંડ અને પૅન્શન બૉન્ડ ફંડ. બંને ફંડ્સ પહેલી ફેબ્રુઆરીથી 14મી ફેબ્રુઆરી, 2025 દરમિયાન, ₹10ની એનએવી પર ઉપલબ્ધ રહેશે.સ્માર્ટ ઈન્વેસ્ટ પૅન્શન પ્લાનની ચાવીરૂપ વિશિષ્ટતાઓઃ  શૂન્ય ચાર્જીસઃ પ્રીમિયમ એલોકેશન અથવા પૉલિસી ઍડમિનિસ્ટ્રેશન ચાર્જીસ નહીં, જેના પગલે રોકાણની મહત્તમ વૃદ્ધિની ખાતરી રહે છે.  વધારેલી પ્રાપ્તિ વયઃ પ્રાપ્તિની વય 70 વર્ષ સુધી વધારવાનો વિકલ્પ, જેથી નિવૃત્તિના વિકસી રહેલા ધ્યેયોનો સમાવેશ કરી શકાય.  બજાર સાથે જોડાયેલા વળતરની લવચિકતાઃ ઑટોમેટિક ઍસેટ રીબૅલેન્સ સ્ટ્રૅટેજી અથવા સીસ્ટમેટિક ટ્રાન્સફર સ્ટ્રૅટેજીમાંથી પસંદગીની તક, જેથી ઈક્વિટી અને ડૅબ્ટમાં બજાર સાથે જોડાયેલા વળતરને સંતુલિત કરી શકાય. વિકલ્પ
તરીકે, તમે વૃદ્ધિ માટે પૅન્શન મિડ કૅપ ફંડ અને સ્થિરતા માટે પૅન્શન બૉન્ડ ફંડમાંથી પસંદગી કરી શકો છો.  તમારી જરૂરિયાત પ્રમાણેના વિકલ્પોઃ ફંડમાં પરિવર્તનની અમર્યાદિત તકો, પ્રીમિયમમાં ફેરફાર, અને ચોક્કસ જરૂરિયાતો માટે પાંચ વર્ષ બાદ આંશિક ઉપાડ. નવા ઉત્પાદનના લૉન્ચ પર ટિપ્પણી કરતા પીએનબી લાઈફના એમડી અને સીઈઓ, સમીર બંસલે જણાવ્યું હતું કે, “ભારતમાં મોટી વયના લોકોની ટકાવારી 2050 સુધીમાં બમણાની આસપાસ પહોંચવાની અપેક્ષા રાખવામાં આવે છે. વસ્તી સંબંધી આ ફેરફાર સાથે અપેક્ષિત આયુષ્યમાં થઈ રહેલા વધારાને કારણે નિવૃત્તિનું આયોજન જીવનમાં વહેલું હાથ ધરવાની મહત્વની
જરૂરિયાત વધી રહી છે. પૉલિસીબઝાર સાથે સ્માર્ટ ઈન્વેસ્ટ પૅન્શન પ્લાન માટે સહયોગ સાધવાથી અમારૂં લક્ષ્ય નિવૃત્તિ ઉકેલો વધુ લોકોની પહોંચમાં લાવવાનું છે, ખાસ કરી ને એવા લોકોને જેઓ ડિજિટલ મંચો પરથી પોતાની નિવૃત્તિના આયોજન માટે સક્રિયપણે યોગ્ય આર્થિક માર્ગદર્શન શોધવામાં પ્રયાસરત છે. આ બાબત અમારા હાર્દ સમા ઉદ્દેશ ‘મિલકર લાઈફ આગે બઢાએં’ સાથે પણ સુસંગત છે, જેનો આશય વ્યક્તિઓના ભવિષ્યને સુરક્ષિત અને પરિપૂર્ણ કરવા માટે સહયોગાત્મક રીતે તથા આત્મવિશ્વાસપૂર્વક આયોજન કરવા માટે તેમને સક્ષમ કરવાનો છે. ” પૉલિસીબઝારના જૉઈન્ટ ગ્રુપ સીઈઓ સર્બવિર સિંઘે ઉમેયું હતું કે, “ભારતમાં નિવૃત્તિને પરંપરાગત રીતે બહુ લાંબા ગાળાના સીમાચિહ્ન તરીકે જોવામાં આવે છે, પણ હવે તેને વ્યાપકપણે જીવનના એક એવા તબક્કા તરીકે જોવામાં આવી રહ્યું છે જેના માટે શરૂઆતના વર્ષોથી જ સક્રિયપણે આર્થિક આયોજનની જરૂર પડે છે. આધુનિક ભારતની સતત વિકસી રહેલી નિવૃત્તિ જરૂરિયાતોના મુદ્દાને પહોંચી વળવા માટે, પૉલિસીબઝાર પીએનબી મેટલાઈફ સાથે ભાગીદારી કરી સ્માર્ટ અને લવચિક પૅન્શન પ્લાન લૉન્ચ કરતા રોમાંચ અનુભવે છે. આ ભાગીદારીના અને નવા યુગના ઉત્પાદનોના માધ્યમથી અમારો ધ્યેય નિવૃત્તિની આસપાસની ચર્ચાને નિષ્ક્રિય જરૂરિયાતથી સક્રિય આર્થિક વ્યૂહરચનામાં પરિવર્તિત કરી નવેસરથી આકાર આપવાનો છે. ” પીએનબી મેટલાઈફ પૅન્શન મિડ કૅપ ફંડનો ધ્યેય વૈવિધ્યસભર મિડ-કૅપ સ્ટોક્સના સ્સક્રિયપણે સંચાલિત પોર્ટફોલિયોના માધ્યમથી લાંબા-ગાળાની મૂડી મૂલ્યવૃદ્ધિ પૂરી પાડવાનો છે. બીજી તરફ, પીએનબી મેટલાઈફ પૅન્શન બૉન્ડ ફંડ ઓછાથી મધ્યમ જોખમ ધરાવતા ડૅબ્ટ સાધનોમાં રોકાણ કરી સ્થિર અને એકધારૂં વળતર આપવાની ઑફર કરે છે. પીએનબી મેટલાઈફ ફંડ્સે બધી જ શ્રેણીઓમાં ઉદ્યોગમાં અગ્રણી એવા વળતરનું સર્જન કર્યું છે.

ડિપોર્ટ કરાયેલા ભારતીયોમાં સૌથી વધુ ઉ.ગુજરાતના, મોટાભાગના ગ્રામ્ય વિસ્તારના,...

અમેરિકાની ટ્રમ્પ સરકારે કરેલી કાર્યવાહી બાદ 37 ગુજરાતીઓ સહિત...

ક્રિકેટ આઇકોન એમએસ ધોનીએ એલન સંગમ ખાતે રેકોર્ડ ૩.૫૦...

ક્રિકેટ દિગ્ગજ એમએસ ધોનીએ એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટના પ્રથમ ઓલ...

વડાપ્રધાન મોદીએ ભગવા વસ્ત્ર અને રૂદ્રાક્ષની માળા પહેરી પવિત્ર...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રયાગરાજમાં મહાકુંભની મુલાકાત લીધી. જ્યાં...

રામાયણ માત્ર મહાકાવ્ય નથી મહામંત્ર છે , તેનું શ્રવણ...

નડીઆદનાં સુપ્રસિધ્ધ સંતરામ મંદિરનાં નેજા નીચે રામકથાનો મંગલ આરંભ....

કેરળ ઉનાળામાં સ્થાનિક પ્રવાસીઓની સંખ્યા વધારવા માટે ઓલ- ઇન્ડિયા...

ઉનાળાની રજાઓની મોસમ ઝડપથી નજીક આવી રહી છે, તેથી...

ડેલોઇટ ઇન્ડિયાએ એન્ટરપ્રાઇઝ ગ્રોથ એવોર્ડ્સ 2025 માટે જ્યુરીની જાહેરાત...

ડેલોઇટ ટચ તોહમત્સુ ઇન્ડિયા એલએલપી (ડેલોઇટ ઇન્ડિયા) એ એન્ટરપ્રાઇઝ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here