![](https://sunvillasamachar.com/wp-content/uploads/2025/02/5-2.jpg)
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપની પ્રચંડ બહુમતી સાથે જીત જોવા મળી છે. આમ આદમી પાર્ટીની કારમી હાર થઈ છે. AAPના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ, તો જંગપુરામાંથી મનિષ સિસોદિયા ચૂંટણીની જંગ હાર્યા છે. કોંગ્રેસ આ વખતે પણ ખાતું ખોલાવી શકી નથી. દિલ્હીમાં 1993 બાદ પ્રથમ વખત ભાજપ જીતી છે. અરવિંદ કેજરીવાલ 2013થી દિલ્હીમાં શાસન કરી રહ્યા હતા. દિલ્હી વિધાનસભાની કુલ 70 બેઠકોમાંથી 34 બેઠકોમાં મત ગણતરીના રાઉન્ડ પૂરા થયા છે. જેમાં ભાજપે 22 બેઠકો પર જીત હાંસલ કરી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ 12 બેઠકો જીતી છે. કોંગ્રેસ ત્રીજી વખત શૂન્ય પર રહી છે. દિલ્હીમાં 27 વર્ષ પછી ભાજપ ફરી એકવાર સત્તામાં આવી રહ્યું છે. ચૂંટણી પંચના મતે, ભાજપે 4 બેઠકો જીતી છે અને 44 બેઠકો પર આગળ છે, એટલે કે કુલ 48 બેઠકો તેમની પાસે છે. આમ આદમી પાર્ટી (AAP) એ પણ 2 બેઠકો જીતી છે અને 20 બેઠકો પર આગળ છે, એટલે કે કુલ 22 બેઠકો છે. જ્યારે કોંગ્રેસને સતત ત્રીજીવાર એક પણ બેઠક મળી નથી.આ ફેરફારમાં, AAPના અરવિંદ કેજરીવાલ નવી દિલ્હીથી અને સિસોદિયા જંગપુરા બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. તો મુખ્યમંત્રી આતિશી કાલકાજી બેઠક પરથી ચૂંટણી જીતી ગયાં છે. સત્યેન્દ્ર જૈન પણ ચૂંટણી હારી ગયા છે.આ દરમિયાન, કેજરીવાલને હરાવનારા ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્મા અમિત શાહને મળવા પહોંચ્યા. દિલ્હીમાં ભાજપ મુખ્યાલયમાં ઉજવણી ચાલુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંજે 7 વાગ્યે પાર્ટી મુખ્યાલય પહોંચશે અને કાર્યકરોને સંબોધશે.ભાજપે છેલ્લી ચૂંટણી (2020) ની સરખામણીમાં તેના મત હિસ્સામાં 9% થી વધુનો વધારો કર્યો. તે જ સમયે, AAP ને 10% થી વધુનું નુકસાન થયું છે. ભલે કોંગ્રેસને એક પણ બેઠક ન મળે, પણ તે પોતાનો મત હિસ્સો 2% વધારવામાં સફળ રહી.ભાજપે છેલ્લી ચૂંટણી (2020)ની સરખામણીમાં તેમની સીટોમાં 40નો વધારો થયો છે. તે જ સમયે, AAP એ 40 બેઠકો ગુમાવી છે. કોંગ્રેસ આ વખતે પણ ખાતું ખોલાવી શકી નથી. તેઓ સતત ત્રીજીવાર એક પણ બેઠક જીતી શક્યા નથી.